ભાવાવેશમાં સદ્ગુરુએ કવિતાની આ ૭ કડીઓ ૧૦ મિનિટમાં લખી હતી.
હું મારા હૃદયમાં ગર્વથી ફૂલાયો
પથ્થર જેવો પ્રબળ અને સ્થિર હું
અને તેઓ વણનોતર્યા આવ્યાં,
મારું હૃદય ધબકાવ્યું અને ઘાયલ કર્યું
પ્રત્યેક પ્રાણીઓ અને પથ્થરો માટે
એકસોને બાર યુક્તિઓ
આ નાશવંતના ગૂંચવાડાને પાર કરવા
પણ મને આ યુક્તિઓમાં ફસાવી લીધો
એક કપટીએ મને છેતરી નાખ્યો
હું નથી વિચારી શકતો નથી કંઈ કરી શકતો
શું મારું છે કેશું મારા માટે છે.
બધી જ મધુર ધ્વનિઓ સાંભળ્યાં પછી
બધાં જ શ્રેષ્ઠ દ્રષ્યો જોયાં પછી
બધી જ સુંદર સંવેદનાઓને જાણ્યાં પછી
મેં મારી ઇન્દ્રિયો તેમને માટે ખોઈ નાખી
તેઓ જે છે જ નહીં પણ કોઈ તેમના જેવું નથી
તેઓ પ્રેમ નથી
તેઓ કરુણા પણ નથી
તેમને આરામ માટે ન શોધવા
તેમને શોધવા કારણ કે તેઓ જ સંપૂર્ણતા છે
આવો અને તે નામરહિતને જાણો
એ નિરાકારનો પરમાનંદ
સંતોષનો આનંદ નહીં
આ પોતાના સંહારની રમત છે
શું તમે પાછા ન આવી શકો એવી રમત માટે તૈયાર છો
આ સ્થિર વ્યક્તિ પર તમે ભરોસો કરશો નહીં
તેઓ મને તેમની સ્થિરતામાં ખેંચી ગયાં છે
મેં વિચાર્યું કે તેઓ માર્ગ છે
સાવચેત રહેજો તેઓ તો અંત છે.
શું તેઓ હાજર રહેશે
તમારી અંતિમ યાત્રા અને
અંતિમ સંસ્કાર માટે.
અગ્નિ રમતો આ સ્મશાનના રખેવાળની. મારા શિવ