વાર્તા: એક દિવસ ઝેન સાધુ ટેંઝેન અને એક યુવાન સાધુ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેઓ એક જબરદસ્ત પ્રવાહવાળી નદી પાસે આવ્યા. જ્યારે તેઓ નદી પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેઓએ એક યુવતીને પણ નદી પાર કરવાનો પ્રયાસ કરતા મુશ્કેલીમાં જોયેલ.

ટેંઝેને “અહીં, હું તમને પાર લઇ જાઉં”ની રજૂઆત કરી અને તેણીને હળવેથી બીજી બાજુ નીચે મૂકી દીધી.

મહિલાએ કહ્યું, “ખૂબ ખૂબ આભાર. આવજો." બંનેએ અડધા દિવસથી વધુની યાત્રા ચાલુ રાખી.

છેવટે, નાના સાધુ પોતાની જાતને લાંબા સમય સુધી રોકી શક્યા નહીં અને અસ્પષ્ટપણે બોલ્યા, “હું વિચારતો હતો કે આપણે સાધુઓએ સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. તમે એવું શા માટે કર્યું? "

“ઓહ, તમે પેલી મહિલાની વાત કરો છો? મે તેને ક્યારની પાછળ છોડી દીધી. શું તમે હજી પણ તેને સાથે લઈને ચાલો? ”

સદગુરુ:લોકો તેમના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે તેનું કારણ એ છે કે તેઓએ તેમના મનની પ્રકૃતિને સમજવાનો પ્રયાસ કર્યો નથી. મનનું એક મૂળભૂત પાસું એ છે કે જ્યારે તમે કહો, “મારે નથી જોઈતું,” તે, પછી તમારા મનની મુખ્ય સામગ્રી બની જાય છે. જો તમે સોગંદ લેશો, "હવેથી, હું વાંદરાઓ વિશે વિચારીશ નહીં," તો પછી આખો દિવસ તમે ફક્ત વાંદરાઓ વિશે જ વિચારશો. જો તમે આવી સોગંદ ન લીધી હોય તો તમે જ્યાં સુધી વાંદરાઓને જુઓ નહીં ત્યાં સુધી ક્યારેય વિચારશો નહીં.

સાધુ હોવું, બ્રહ્મચારી હોવું, એ કઠોર સોગંદ નથી કે, "હું સ્ત્રીને સ્પર્શ નહીં કરું."

જો તમે કહો, “મને કંઇ નથી જોઈતું,” ફક્ત તે થશે, કારણ કે મનમાં કોઈ બાદબાકી અથવા ભાગાકાર નથી હોતા. સરવાળો અને ગુણાકાર થશે. બળપૂર્વક, તમે તમારા મનમાંથી કોઈ ખાસ વિચાર દૂર કરી શકતા નથી. તે ફક્ત એટલું જ છે કે જો તમારી આકાંક્ષા કંઈક ઊંચા માટે છે, તો આ બધી વસ્તુઓ અદ્રશ્ય થઈ શકે છે. સાધુ હોવું, બ્રહ્મચારી હોવું, એ કઠોર સોગંદ નથી કે, "હું સ્ત્રીને સ્પર્શ નહીં કરું." તમે તમારા જીવનમાં કંઇક ઊંચું હાંસલ કરવા માટે, અન્ય પરિમાણોને સ્પર્શ કરવા, ચોક્કસ પ્રતિબદ્ધતા લીધી છે જ્યાં ભૌતિક વસ્તુઓ તમારા માટે અર્થહીન છે.

જો તમે પર્વતની ટોચ પર જવા માટે ખૂબ ફોકસ છો, તો તળેટીમાં શું છે તે તમારી ચિંતા નથી. પરંતુ જો તમે તળેટી સાથે છળકપટ કરવાનો પ્રયત્ન કરો છો, તો તમે કેવી રીતે ટોચ પર જશો? જો તમે પર્વતની ટોચ પર કેન્દ્રિત છો, તો તમે તળેટીને પાર કરશો અને તેની નોંધ પણ લેશો નહીં.

એક સ્ત્રીને થોડી મદદની જરૂર હતી તેથી મોટા સાધુએ જે જરૂરી હતું તે કર્યું, તેને ત્યાં છોડી દીધી અને આગળ વધ્યા. સંભવત: તે તેમને પરેશાન પણ નહોતું કરતું કે તે પુરુષ છે કે સ્ત્રી. નાના સાધુ જે સ્ત્રીને ટાળવાનો પ્રયત્ન કરી રહયા હતા તે તેને નીચે મૂકી શક્યા નહી અને તે તેમના મનમાં ચાલુ રહે છે.