Mahabharat All Episodes

સદ્‍ગુરુ: જ્યારે કર્ણએ આવીને પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું, અર્જુને તરત વાંધો ઉઠાવ્યો, "આ માણસ ક્ષત્રિય નથી. તું કોણ છે? તું આ હરીફાઈમાં ભાગ લેવાની હિંમત કઈ રીતે કરી શકે?" ભીમે ઊભા થઈને પૂછ્યું," તું કોનો પુત્ર છે? તે પહેલાં જણાવ!" અચાનક, કર્ણ - આત્મવિશ્વાસથી ભરપુર નવયુવાન, એક મહાન બાણાવળી, જે અર્જુનથી પણ ચડિયાતો હતો - તેનો આત્મવિશ્વાસ ડગમગી ગયો. જ્યારે તેઓએ પૂછ્યું, "તારા પિતા કોણ છે?" તેણે જવાબ આપ્યો, "મારા પિતા અધીરથ છે." તેઓએ કહ્યું, "ઓહ, તું એક સારથી નો પુત્ર છે! અને તું આ ખેલના મેદાન માં આવી ગયો. અહીંથી તુરંત જતો રહે! આ માત્ર ક્ષત્રિય માટે છે."

કર્ણને મુગટ પહેરાવાય છે

દુર્યોધને જીવનમાં અનાયાસ આવી પડેલી સૌથી મોટી તક ને ઓળખી લીધી, અને તે તેને જતી તો ન જ કરે. તેની સૌથી મોટી ચિંતા એ હતી કે તેના ભાઈઓમાં કોઈ બાણાવળી ન હતો. તેને વિશ્વાસ હતો કે પોતે એક દિવસ ભીમને હરાવી શકશે, તેના થોડા ભાઈઓ મળીને નકુલ અને સહદેવ ને મારી શકશે અને તેઓ ભેગા મળીને યુધિષ્ઠિર ને એક દિવસ ઝુકાવી શકશે - માત્ર ધર્મનું ભાષણ આપીને. પણ તેને અર્જુન તરફથી થોડો ભય હતો કારણ તેમની પાસે અર્જુનની બરાબરી કરે તેવો કોઈ બાણાવળી ન હતો. તેથી તેણે જ્યારે કર્ણ ને જોયો, તેનાં સામર્થ્યને નિહાળ્યું, તેણે તરત જ આ તક ઝડપી લીધી. તેણે  પોતે ઊભા થઈને કર્ણના બચાવ માં રાજાને કાકલૂદી કરી, "હે પિતાશ્રી, આમ કઈ રીતે થઈ શકે? શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે, કોઈ પુરુષ ત્રણ રીતે રાજા બની શકે છે. કોઈ રાજા એટલે બની શકે છે કે તે રાજા નો પુત્ર છે, અથવા તે રાજાને પોતાની કુશળતા અને બહાદુરીથી પરાજિત કરે છે અથવા પોતાની બહાદુરીથી જાતે રાજ્ય ઉભુ કરે અને રાજા બને.”

કર્ણ હાલ અહી હાજર છે. અર્જુન તેની સાથે મુકાબલો એટલા માટે ટાળી રહ્યો હોય કે તે રાજા નથી, તો હું તેને રાજા બનાવી દઉં છું. આપણું એક નાનું રાજ્ય છે - અહીંથી થોડો દૂર એક પ્રદેશ છે, જે અંગ તરીકે પ્રચલિત છે. અંગ દેશમાં કોઈ રાજા નથી. હું કર્ણને અંગ દેશના રાજા તરીકે સ્થાપિત કરી દઉં છું." તેણે બ્રાહ્મણને બોલાવીને તાત્કાલિક કર્ણની તાજપોશી કરી દીધી. "હવે તે અંગ દેશનો રાજા અંગરાજ કર્ણ છે. અર્જુનને કોઈના  જન્મનું બહાનુ કાઢવા ન દેશો. મને પરવા નથી કે તે કોનો પુત્ર છે. હું તેને મારો મિત્ર માનીને અભિવાદન કરું છું." તે કર્ણને ભેટ્યો અને બોલ્યો, “તું મારો ભાઈ છે અને તું એક રાજા છે.”

એક ઘાતક ષડયંત્ર

 

કર્ણ અભિભૂત થઈ ગયો, કારણ કે તેનાં સમગ્ર જીવનમાં તેની સાથે ભેદભાવ ભર્યું વર્તન થતું રહ્યું, માત્ર તેમ ધારી લઈને કે તે એક નિમ્ન જાતિનો હતો. અને અહીં એક રાજાનો પુત્ર તેના સન્માન માટે આગળ આવ્યો, તેને ગળે લગાડીને ત્યાં જ રાજા પણ બનાવી દિધો. તેની નિષ્ઠાએ તેને જીવનભર દુર્યોધન સાથે બાંધી દીધો. આગળ જતાં તમે જોશો કે આ આંધળી વફાદારી કઈ રીતે અને કેટલા વિનાશક પરિણામો લાવે છે. આ મુકાબલા પછી,  કર્ણ એક રાજા અને દુર્યોધનના મિત્ર તરીકે મહેલમાં દાખલ થયો, તેના અને શકુનીના સંગાથથી કૌરવો ક્યારેય ન હતા એટલા શક્તિશાળી બન્યા. કર્ણની કુશળતા અને બુદ્ધિમતાને કારણે તેઓ ઘણા સક્ષમ અને ધ્યેયલક્ષી બન્યા. દુર્યોધનને લાગ્યું કે હવે પાંચ પાંડવોનો અંત લાવી દેવાનો સમય આવી ગયો છે.

હસ્તિનાપુરનાં લોકો પોતાની જાતને પાંડવો અથવા કૌરવો સાથે જોડી રહ્યા હતા. વફાદારી મહેલમાં અને બહાર પણ સ્થાપિત થવા લાગી હતી. શહેર બે પક્ષોમાં વહેંચાઈ ચૂક્યું હતું.

હસ્તિનાપુરનાં લોકો પોતાની જાતને પાંડવો અથવા કૌરવો સાથે જોડી રહ્યા હતા. વફાદારી મહેલમાં અને બહાર પણ સ્થાપિત થવા લાગી હતી. શહેર બે પક્ષોમાં વહેંચાઈ ચૂક્યું હતું. ધૃતરાષ્ટ્રને લાગ્યું કે જો તણાવ ને  વધવા દેવામાં આવે તો નાગરિકોની વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવું બને. કોઈકે તો ખસવું પડશે - સ્વાભાવિક છે, તેના પુત્રો તો નહીં જ. તેને લાગતું હતું કે પાંડવોએ ચાલી જવું જોઈએ, પરંતુ તે પોતે સ્પષ્ટ કહેવા નહતો ઈચ્છતો. ભીષ્મ ચિંતાપૂર્વક સમગ્ર પરિસ્થિતિને જોઈ રહ્યા હતા, કારણ કે તેમની નિષ્ઠા માત્ર રાષ્ટ્ર તરફ હતી, અને તેમણે જોયું કે સમાજમાં યુદ્ધના મંડાણ થઈ રહ્યા છે - હજુ ગલીઓ સુધી નથી પહોંચ્યું, પરંતુ લોકોના દિલ અને દિમાગમાં યુદ્ધ મંડાઈ ચૂક્યું છે. ધૃતરાષ્ટ્રએ બધા કપટી સલાહકારોનો મંતવ્ય પૂછ્યો અને તે સહુએ સલાહ આપી કે હવે પાંડવોનો અંત લાવવાનો સમય થઈ ગયો છે.

શકુનીએ યોજના બનાવી. તેણે કહ્યું, "આપણે તેમને કોઈ તીર્થ સ્થળે મોકલીએ." તમે જાણો છો કે ભારતમાં ઘણા તીર્થ સ્થળ છે, પરંતુ સદાકાળથી સહુથી વધુ પવિત્ર ઉત્તર તરફ આવેલું કાશી તીર્થ  છે. તેણે સૂચન કર્યું કે રાજા પાંડવોને કાશીની યાત્રા કરવા મોકલે. ધૃતરાષ્ટ્રએ યુધિષ્ઠિરને બોલાવીને કહ્યું, "તમે પિતા ગુમાવ્યા છે અને નાની ઉંમરથી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે તે જોતાં, મને એમ લાગે છે કે તમે કોઈ તીર્થ યાત્રાએ જાઓ તો સારું રહેશે. હું ઈચ્છું છું કે તમે એક વર્ષ માટે કાશી જાઓ અને શિવનાં પશુપતિ સ્વરૂપની ઉપાસના કરો, જે સ્વયં મહાન બાણાવળી અને યોદ્ધા છે અને તેમના જેવું કોઈ બીજું નથી. એક વર્ષ તેની આરાધના કરો, પછી પાછા ફરજો. ત્યાં સુધીમાં તમે રાજા બનવા માટે યોગ્ય પણ થઈ ચૂક્યા હશો." આમ પણ, યુધિષ્ઠિર  યુવરાજ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો હતો, જેનો અર્થ હતો કે તે રાજકુમાર યુધિષ્ઠિર ભવિષ્યમાં રાજા બને.

યુધિષ્ઠિર ભીષ્મ પાસે ગયો અને કહ્યું, "અમારા કાકા ઈચ્છે છે કે અમે કાશી જઈને સ્વયં પશુપતિ ભગવાનના આશીર્વાદ લઈને આવીએ. તેઓ અમને કાશીની તીર્થ યાત્રાએ મોકલવા ઇચ્છે છે, જે અમે વૃદ્ધ થઈએ ત્યારે કરવાના જ હતા. પણ તેઓ અમને એટલો પ્રેમ કરે છે કે આવી પવિત્ર વસ્તુમાંથી બાકાત રહી જઈએ એવું નથી ઇચ્છતાં. તેમની ઇચ્છા છે કે અમે હમણાં જ ત્યાં જઈએ." યુધિષ્ઠિરે કરેલો કટાક્ષ ભીષ્મના ધ્યાન બહાર ન હતો પણ તેણે તેની અવગણના કરી કારણ કે, તેમની નિષ્ઠા રાષ્ટ્ર પ્રતિ હતી. તેઓના ધ્યાનમાં હતું કે નાગરિકો વચ્ચે યુદ્ધની ભાવના ઉકળી રહી છે અને તેમની પાસે કૌરવોને શાંત પાડવાનો અને પાંડવોની રક્ષા કરવાનો કોઈ ઉપાય હતો પણ નહીં. ક્યાંક તેઓ પણ તે સ્વીકારતા હતા કે, પાંડવોનું ત્યાંથી ખસી જવું સહુના હિતમાં તો રહેશે જ.

લાખનો મહેલ (લાક્ષાગૃહ)

તે સમય દરમ્યાન, દુર્યોધને શકુની સાથે મળીને વિસ્તૃત યોજના બનાવી. તેમણે કાશી પાસે એક મહેલ બનાવડાવ્યો. તેને માટીથી પ્લાસ્ટર કરીને સુંદર રીતે રંગ રોગાન કરવામાં આવ્યા હતા, પરંતુ તેની અંદર અતિશય જ્વલનશીલ પદાર્થ ભરી દેવામાં આવ્યો હતો, જેમાં વધુ પ્રમાણ લાખનું હતું. જે એક પ્રકારનો ગુંદર અથવા રાળ છે. પાંચ ભાઈઓ હવે સાવધ રહેતા થઈ ગયા હતા. તેઓ જાણતા હતા કે તેમનું જીવન જોખમમાં છે.  ખાસ કરીને, કુંતી, પોતાના દીકરાઓની રક્ષા માટે હમેશા વિફરેલી વાઘણ જેવી ઉગ્ર રહેતી. વિદુર તેમને વિદાય આપવા માટે આવ્યા અને સાથે કૌરવો પણ, કારણ કે તેઓ હંમેશા પાંડવો પર નજર રાખવા માંગતા હતા. કૌરવોની આંખમાં આંસું હતા. હવે તો તેઓએ શકુની પાસેથી ઢોંગ કરતા શીખી લીધું હતું. શકુની તેની મરજી પડે ત્યારે રડી શકતો હતો, જરાય લાગણી વગર પણ, કારણ કે તે એવું જ સમજતો કે વાચા અને ચહેરાના હાવભાવ માણસની અંદર શું ચાલી રહ્યું છે તે દર્શાવવાને બદલે છુપાવવાના કામમાં આવવું જોઈએ.

વિદુરનાં જાસૂસોને  પાંડવોને ફસાવવા માટે ઘડાયેલા ષડયંત્રની ભાળ મળી ચૂકી હતી. પરંતુ પાંડવોને સાવચેત કરવા માટે એકાંત મળતું ન હતું કારણ કે કૌરવો હંમેશા તેમની આસપાસ રહેતા. તેથી તેમણે યુધિષ્ઠિર સાથે આદિવાસી લોકોની ભાષામાં વાત કરી, જે તેઓ બન્ને સમજતા હતા. "તારે સમજવું જોઈએ કે અગ્નિ તલવાર કરતા વધારે ઘાતક શસ્ત્ર છે. જે પ્રમાણે એક ઉંદર શિયાળામાં પોતાની રક્ષા માટે જમીનમાં ઊંડે સુધી ખોદીને પોતાને માટે દર બનાવે છે, તેમ તારે પણ કરવું જોઈએ. હું તમારી સાથે આ કનાકન નામના માણસને મોકલું.છું." કનાકન તમિલ પ્રદેશનો સુરંગ ખોદવાવાળો હતો. ભારતમાં કૂવો ખોદવાની વાત આવે ત્યારે તમિલ લોકોની ગણતરી સહુથી કાબેલ લોકોમાં થાય છે, કારણ કે તેની શરૂઆત કરવાવાળા લોકોમાં તેઓ મોખરે હતા. આજે પણ, તમે જોશો કે જ્યાં મશીન ઉપલબ્ધ નથી હોતા ત્યાં કૂવો ખોદવાના કામમાં તમિલ લોકો મુખ્ય હોય છે.

ગમગીન સહદેવ વિચારોમાં મગ્ન થઈને એક ખૂણા માં બેઠો રહ્યો. તેણે કીડી પાસે ખુંચવીને જે થોડો ટુકડો ખાઈ લીધો હતો તે તેને માટે આશ્ચર્યજનક રીતે ફાયદાકારક સાબિત થયો. તેણે  તે મહેલને એક કીડીની  બારીક નજરથી જોયો

પાંડવોએ કાશી પહોંચીને મહેલમાં રહેવાનું શરૂ કર્યું. જ્વલનશીલ પદાર્થની વાસ દબાવવા માટે તેમાં ખૂબ પ્રમાણમાં અત્તર છાંટવામાં આવ્યું હતું. યુધિષ્ઠિર જ્યારે ફરતા ફરતા ચોગાનમાં પહોંચ્યો ત્યારે તેનું ધ્યાન પડ્યુ કે મહેલની ચારે તરફ એક ખાઈ ખોદવામાં આવી હતી. પણ તેમાં માત્ર અંદર તરફ નહીં બહારની તરફ પણ ખીલા માર્યા હતા. તેને નવાઈ લાગી કે કોઈ મહેલની ફરતેની દીવાલમાં, બહારની તરફ ખીલા શા માટે લગાવે. આ તો એવું લાગતું હતું કે કોઈ નહોતું ઈચ્છતું કે મહેલની અંદર જે હોય તે બહાર નીકળી શકે! પાંડવો સમજી ગયા કે કશુંક થવાનું છે અને વિચારવા લાગ્યા કે કૌરવોની યોજના શું હોઈ શકે.

ગમગીન સહદેવ વિચારોમાં મગ્ન થઈને એક ખૂણામાં બેઠો રહ્યો. તેણે કીડી પાસે ખુંચવીને જે થોડો ટુકડો ખાઈ લીધો હતો તે તેને માટે આશ્ચર્યજનક રીતે ફાયદાકારક સાબિત થયું હતું. તેણે સંપૂર્ણ મહેલને એક કીડીની નજરની બાઇકાઈથી જોયો. કીડીને ઘરના દરેક ખૂણા અને ખાંચની જાણકારી  હોય છે જે ઘરના માલિકને પણ નથી હોતી. સહદેવે  ખૂણા ખોતરીને જોયા અને બીજાઓને કહ્યું, "આ મહેલ લાખમાંથી બન્યો છે. જો તેમાં આગ લાગે તો તેની અંદર આપણને સળગી ઉઠતા માત્ર એક થી બે મિનિટ લાગશે." 

તેમનું છટકી જવું જરૂરી હતું પણ તેઓ સહુના દેખતા જઈ શકે તેમ ન હતા કારણ કે તેમ કરવાથી તો રસ્તામાં જ તેમની હત્યા થવાની શક્યતા હતી. તેથી તેમણે કનાકનને કામે લગાડ્યો. તેણે ગુપ્ત રીતે સુરંગ ખોદવાની શરૂ કરી. એક મહિના પછી, તેણે  નદીને કિનારે બહાર નીકળે તેવી એક સુરંગ ખોદી નાખી. ત્યાં સુધીમાં દુર્યોધને દરવાન તરીકે બેસાડેલો જાસૂસ સુસ્ત થઈ ચૂક્યો હતો કારણ કે પાંડવો તો સારું ખાઈ-પી ને તેની સાથે પણ મજાક મસ્તી કરતા હતા. તે લોકો પણ હવે અભિનય કળામાં  કુશળ થઈ ગયા હતા, અને એવું જ દર્શાવતા હતા કે બધું સામાન્ય છે અને તેઓને મહેલમાં ઘણો આનંદ આવે છે. અને પછી એક પૂનમની રાત્રે તેઓએ મિજબાનીનું આયોજન કર્યું.

ક્રમશ:...

More Mahabharat Stories