શું કાળો જાદુ ખરેખર હોય છે? હા, અને કદાચ નહીં પણ. સદ્ગુરુ આપણને એ કાળા જાદુ વિષે જણાવે છે જે અન્ય લોકો આપણી ઉપર પ્રયોગ કરી શકે, અને બીજા એ કાળા જાદુ વિષે પણ, જે આપણે જાતે જ આપણી ઉપર કરીએ છીએ. તેઓઅન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવા દુષ્પ્રભાવોને દૂર કરી શકેએવી કોઈ સરળ રીતજુએ છે.


પ્રશ્ન: શું ઉર્જા નો પ્રયોગ નકારાત્મક રીતે,દાખલા તરીકે કાળો જાદુ કરવા માટે, કરી શકાય?

સદ્ગુરુ: તમારે એ સમજવાની જરૂર છે કે ઉર્જા તો માત્ર ઉર્જા છે; એ નથી તો દિવ્ય કે નથી દુષ્ટ. તમે એમાંથી કાંઇ પણ – દેવ અથવા દાનવ –બનાવી શકો છો. એ વિદ્યુત-શક્તિ જેવી છે. વિદ્યુત-શક્તિ દિવ્ય છે કે દુષ્ટ છે? એ જયારે તમારા ઘરને અજવાળે છે, ત્યારે દિવ્ય છે. પણ જો એ મોતની સજા માટેની ઇલેક્ટ્રિક ખુરશી બની જાય, તો એ દુષ્ટ છે. એનો આધાર એ વાત ઉપર છે કે એ ક્ષણે એને કોણ ચલાવી રહ્યું છે.

ખરેખર તો, પાંચ હજાર વર્ષો પહેલા, અર્જુને શ્રીકૃષ્ણ ને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, “જો તમે કહો છો કે બધું એક જ ઉર્જા થી નિર્મિત છે, અને બધુંજ દિવ્ય છે, જો એજ દિવ્યતા દુર્યોધન માં પણ વસેલી છે તો પછી એનું વર્તન આવું કેમ છે?”શ્રીકૃષ્ણ હસ્યા, કારણકે બધું જ જ્ઞાન આપ્યા પછી પણ અર્જુન એજ સરળ, મૂળભૂત, બાળક-સમાન પ્રશ્ન ફરી પૂછી રહ્યો હતો. શ્રીકૃષ્ણ એ જવાબ આપ્યો, “ઈશ્વર નિર્ગુણ છે. દિવ્યતા પણ નિર્ગુણ છે. ઈશ્વર ને પોતાનાં કોઈ લક્ષણો નથી હોતાં.” એનો અર્થ એમ કે એ શુદ્ધ ઉર્જા છે. તમે એમાંથી કાંઇ પણ બનાવી શકો. તમને ફાડી ખાવા આવતો વાઘ પણ એજ ઉર્જા ધરાવે છે, આવીને તમને કદાચિત બચાવતો ઈશ્વર પણ એજ ઉર્જા ધરાવે છે. ફક્ત એમની કાર્ય-પદ્ધતિ જુદી છે. તમે જયારે તમારી ગાડી ચલાવો છો ત્યારે એ સારું છે કે ખરાબ? એ તમારું જીવન સુધારી પણ શકે અથવા ગમે તે ક્ષણે સમાપ્ત પણ કરી શકે, સાચું કે નહીં?

તો પછી લોકો કાળો જાદુ કરી શકે છે કે નહીં? ચોક્કસ કરી શકે. જો સારા કામ માટે ઉપયોગ થઇ શકતો હોય, તો ખરાબ કામ માટે પણ ઉપયોગ થઇ શકે. એક આખો વેદ, અથર્વ વેદ, ઉર્જા ના સારા તેમજ ખરાબ, બંને પ્રકારના પ્રયોગો માટે સમર્પિત છે. પણ મારા અનુભવ પ્રમાણે, મોટા ભાગે આ વસ્તુઓ મનોવૈજ્ઞાનિક હોય છે. એમાંથી જરા અમથું હોઈ પણ શકે, પણ અન્ય સમયે તમારું પોતાનું મન તમને પાગલ બનાવતું હોય છે. મારે જો તમને પાગલ કરી દેવા હોય, તો મારે કોઈ ખરોખર નો કાળો જાદુ કરવા ની જરૂર નથી.કાલે સવારે તમે જયારે તમારા ઘરની બહાર પગ મૂકો, ત્યારે ધારો કે ત્યાં એક ખોપડી પડી હોય અને લોહી ફેલાયેલું હોય, અને એકવાર તમે એ જોઈ લો, બસ! પતી ગયું!! તમે માંદા પડી જશો, તમારો વ્યાપાર પડી ભાંગશે, તમારી સાથે બધું જ ખરાબ થવા માંડશે કારણકે એક અજાણ્યો ભય તમને ઘેરી વળ્યો હશે. કોઈ કાળો જાદુ કરવામાં નથી આવ્યો. ફક્ત કાળા જાદુ ના પ્રયોગ નાં અમુક સાંકેતિક ચિહ્નો તમારું મગજ ફેરવી નાખશે. એટલે કે, મોટા ભાગે આ બધું માત્ર સાઇકોલોજીકલ અર્થાત મનોવૈજ્ઞાનિક હોય છે.તમારી ઉપર કાળા જાદુ નો પ્રયોગ કરવામાં આવ્યો હોય, તો પણ એમાંથી ફક્ત દસ ટકા સાચું હોઈ શકે. બાકીનો ખેલ તમે પોતે જ પોતાને ખતમ કરવાનો ખેલો છો. અને એટલે જ એ સાંકેતિક ચિહ્નો સાથે સંકળાયેલ છે. તમારા પોતાના મનોવૈજ્ઞાનિક દબાવની અસર તેઓ સારી પેઠે સમજી ચુક્યા છે. એકવાર એ સંકેતો ની રચના થઇ ગઈ, એટલે તમે પોતાની મેળે પોતાનો નાશ કરી નાખો છો.

પણ હા, એક એવું વિજ્ઞાન છે ખરું જેના દ્વારા લોકો એમની ઉર્જા નો ઉપયોગ નકારાત્મક રીતે અન્ય કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે કરી જાણે છે. આની સામે રક્ષણ શું છે? એક વાત છે, કે જો તમે આધ્યાત્મિક સાધના ના માર્ગ પર છો, તો તમારે એ બધી વસ્તુઓ વિષે ચિંતા કરવાની જરૂર નથી. તમારે એ વસ્તુઓ વિચારવાની પણ જરૂર નથી. બીજો રસ્તો એ છે કે તમારે અમુક પ્રકારનું રક્ષા-કવચ પહેરવું જેમ કે રુદ્રાક્ષ, જે દરેક પ્રકાર ની નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપે છે. પણ તમારે એ વસ્તુઓ વિષે ચિંતા કરવાની જરૂર નથી. જીવન માં તમારા ધ્યેય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને આગળ વધતા રહો. જો તમે સાધના માં છો, તો જરાય મૂંઝવાતા નહીં,એનો નિકાલ એની મેળે થઈ જશે.

ધ્યાનલિંગ

Dhyanalinga - In Search of Shiva

તમે જો એવા કોઈ પ્રભાવ માં આવી ગયા હો, તો તમે આવીને ધ્યાનલિંગ ના ગોળાકાર ક્ષેત્ર માં બેસી શકો છો, કારણકે ધ્યાનલિંગ નાં અમુક ચોક્કસ પરિમાણ છે, જે આ બધાની અસર ને નકામી કરી નાખે છે. તમને જો ડર હોય કે તમારી ઉપરઆવો કોઈ પ્રયોગ કરવામાં આવ્યો છે, તો માત્ર એક દિવસ ત્યાં બેસો અને પછી જાઓ. એનો ઉપાય થઈ જશે. પણ વધુ સારું એ છે કે તમે એવી વસ્તુઓ ઉપર ધ્યાન જ ન આપો કારણકે તમારી ઉપર અન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે એના કરતાં વધુ “કાળો જાદુ” તમારું મન કરે છે.

ધ્યાનલિંગ ના પ્રવેશદ્વાર ઉપર જ વનશ્રી અને પતંજલિ નાં મંદિરો છે. એ મંદિરો ધ્યાનલિંગ થી પંદર અંશ ના ખૂણાના સ્થાનેબનેલાં છે. એટલા માટેજ એ ત્યાં બનેલાં છે. નહીંતર,આર્કિટેક્ચર ની દ્રષ્ટિએ, મને એ વધુ નજીક સ્થાપવાનું ગમ્યું હોત. સામાન્ય રીતે, દુષ્ટાત્માઓ ની અસર નીચેનાં લોકોને અથવા રહસ્યમયી કે એવી અન્ય સમસ્યાઓ દ્વારાત્રસ્ત લોકોને, એમની સમસ્યા ના પ્રકાર ના આધારે,આગળની તરફ પંદર અંશ ના કોણ ઉપર અથવા તો પાછળની તરફ પંદર અંશ ના કોણ ઉપર બેસવાનું કહેવામાં આવે છે.

એ ક્ષેત્ર વિશેષ રૂપે એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકો એનો લાભ ઉઠાવી શકે. તમને એનાથી વાકેફ હો કે ન હો, કાળા જાદુ અને અન્ય રીતે ઉર્જા નો નકારાત્મક ઉપયોગ થાય જ છે. જ્યાં પંદર અંશ નો ખૂણો છે ત્યાં પ્રવેશ-દ્વાર છે. તમે જાણતા હો કે નહીં, જે કોઈ પ્રવેશ કરે છે, તે પોતાની સાથે લઈને ફરતા નકારાત્મક પ્રભાવ  નું પોટલું છોડી જ દે છે. એવાં હજારો લોકો છે જેમણે પોતાના નકારાત્મક પ્રભાવો નો બોજો ઉતારી નાખ્યો છે. એટલે જ ધ્યાનલિંગ જય આવેલ લોકો ને અનુભવ થાય છે કે તેમનું જીવન અચાનક બદલાઈ ગયું છે. આનું કારણ એ કે તેમના જીવન ઉપર પડેલ નકારાત્મક પ્રભાવો ખતમ થઈ ગયા છે.

આપણે જ્યારે “નકારાત્મક પ્રભાવ” બોલીએ છીએ, ત્યારે એનો અર્થ એમ નથી થતો કે કોઈ નિશ્ચિતપણે ફક્ત તમારી માટે જ કઇંક નકારાત્મક કરતું હોય, તમે અનેક પ્રકારે તમારી અંદર અમુક નકારાત્મકતા ભરી હોઇ શકે છે. જરૂરી નથી કે કોઈ તમને ફળ માં ઝેર ભેળવીને આપે. એ ફળ કુદરતી રીતે પણ ઝેર ધરાવતું હોઈ શકે છે, જે હું એ ફળ ખાઉં ત્યારે મારા શરીર માં પ્રવેશ કરી શકે છે. એવી જ રીતે, જીવન નાં નકારાત્મક પાસાંઓ તમારી અંદર અનેક રસ્તે પ્રવેશ કરી શકે છે. એ જરૂરી નથી કે કોઈક બેઠું છે અને તમારી વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યું છે. ધ્યાનલિંગ એ પ્રવેશદ્વાર છે, પંદર અંશ નો પહેલો ખૂણો આને જ લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવ્યો છે, અને લોકો અન્ય કોઈ માગણી કરે એની પહેલાંજ, એનો ઉપાય થઈ જાય છે. તેમણે ફક્ત એ ક્ષેત્ર માં અંદાજે સાઇંઠ થી સિત્તેર ફૂટ ચાલવાનું છે, અને એ એની મેળે આવી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય કરી લેશે.

તંત્રી ની નોંધ: “Mystic’s Musings” માં માનવીય ઉર્જા પ્રણાલી ઉપર સદગુરુ ની આંતર-સૂઝ નો સમાવેશ છે. મફત નમૂનો વાંચો અથવા  ebook ખરીદો