IEO

પ્રશ્ન:સદગુરુ, મેં હંમેશાં વિચાર્યું હતું કે હું આખું જીવન નેટફ્લિક્સ પરના શોમાં ગાળી શકું છું, પરંતુ લોકડાઉનના છેલ્લા કેટલાક દિવસોમાં, હું ઇન્ટરનેટ પરની દરેક વસ્તુથી કંટાળી ગયો છું!

સદગુરુ: કંટાળો એ એક માનસિક વસ્તુ છે, અસ્તિત્વની વસ્તુ નથી. જો તમારા મગજમાં ભંગાર વસ્તુઓ થઈ રહી છે, તો તમને કંટાળો આવશે. જો તમે અહીં બેસીને અદ્ભુત વસ્તુઓ વિશે વિચારો છો, તો તમે ઉત્સાહિત થશો. તમારા મગજમાં જે બન્યું છે તે તમારું નાટક છે. જો તમે તમારા નાટકથી કંટાળી ગયા છો, તો શું તમે અન્ય ત્રણ લોકોની દુર્દશાની કલ્પના કરી શકો છો કે જેઓ આ ત્રણ અઠવાડિયાથી તમારી સાથે અટવાયેલા છે? અગાઉ વિવિધ પ્રકારના વિક્ષેપો હતા જેને આપણે કામ, ખરીદી અને અન્ય સામાજિક જવાબદારીઓ કહીએ છીએ. હવે લોકો તેમના નાટક સાથે અટવાઈ ગયા છે.

દર દસ મિનિટ પછી, તેમાંથી બે મિનિટનો વિરામ લો; તમે તમારી જાત સાથે કંઈક ખૂબ જ અદ્દભૂત કરી રહ્યાં છો.

બધી ટેલિવિઝન ચેનલો દર થોડી વાર વિજ્ઞાપન વિરામ હોય છે. હું જાણું છું કે તમે તમારું નાટક બંધ કરી શકતા નથી, પરંતુ તમારા નાટક માટે ઓછામાં ઓછું આવું કરો. દર દસ મિનિટ પછી, તેમાંથી બે મિનિટનો વિરામ લો; તમે તમારી જાત સાથે કંઈક ખૂબ જ કરી રહ્યાં છો.

કંટાળો આવે ત્યારે શું કરવું

જો હું તમને કંઈક અભિનય કરવા કહું છું, તો તમે પૂછી શકો છો, "કેવી રીતે (અભિનય કરવો)?" પરંતુ જો હું કહું કે, “કંઈ ના કરો,” અને તમે પૂછો, “કેવી રીતે કંઇ પણ ન કરવું?” તો પછી આપણે શું કરી શકીએ? કંઈ નહીં એટ્લે કંઈ પણ નહીં, તેથી તેને આવી રીતે ભણાવી શકાય નહીં. કંઇ નહીંનો અર્થ એ છે કે ફક્ત કંઇ જ નહીં. તે કેવી રીતે શીખવવું? કંઇ ન કરવું એનો અર્થ એ છે કે તમે તમારી આસપાસ જે બન્યું છે તેમાંથી તમારી સંડોવણી પાછી ખેંચી લો કે જેથી તમે તેમાં પરોવાયેલા રહેતા નથી. આમાં તમારી શારીરિક અને માનસિક પ્રવૃત્તિ શામેલ છે કારણ કે આ બંને તમે બહારથી ભેગી કરો છો.

એવું વિચારશો નહીં કે તમે જીવન અથવા લોકોથી કંટાળી ગયા છો - તમે ફક્ત તમારી પોતાની વસ્તુથી કંટાળો છો, તમારી અંદર જે બન્યું છે તેનાથી;

તમારા શરીરને જે કહેવું છે તે કહેવા દો - તમે ખાલી બેસો. તમારું મન જે કહે છે તેને કહેવા દો, પરંતુ તમે તેમાં સામેલ થયા વિના ખાલી બેસો. તમને લાગે છે કે તમે જે વિચારો છો તે સારું છે તો તેવા સારા વિચારો પાછળ તમે દોડતા નથી, અથવા તમને તે ખરાબ લાગે છે તો તેને ટાળવાનો પ્રયાસ કરતા નથી. અથવા તમે આ સમયનો સારો ઉપયોગ કરી શકો અને તમારા મનને વધારે કામ કરવા દો તેવા વિચારો પણ કરતાં નથી. એમ પણ, તમે એકદમ નવી શક્યતા વિષે વિચાર કરી શકતા નથી; તમે પહેલાથી જે કંઈ છે તેના સુધારણા વિષે જ વિચારી શકો છો. જીવનના નવા પરિમાણો તમને દૃશ્યક્ષમ બને છે એટલા માટે નહીં કારણ કે તમે તેમને શોધો છો - તમે કોઈ વસ્તુની શોધ કેવી રીતે કરી શકો જે તમને ખબર જ નથી? તે એટલું જ છે કે જો તમે તમારી પોતાની હાલની પરિસ્થિતિમાં કંટાળ્યા નથી, તો નવી શક્યતાઓ તમને દૃશ્યમાન થાય છે. તેઓ હંમેશાં હોય છે, પરંતુ તે હમણાં દેખાતી નથી કારણ કે તમે તમારા પોતાના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિઓમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છો. દસ વર્ષ પહેલાં જે બન્યું તે હજી તમારા માથામાં ગુંજી રહ્યું છે. જો તમારી પાસે દસ લાખ વર્ષનું આયુષ્ય હોય, તો તમે આ બધું જ અજીબ કરી શક્યા હોત. પણ જો તમે સંપૂર્ણ જીવન જીવો છો, તો પણ તે ખૂબ જ ટૂંકું જીવન છે. અને હવે આ વાયરસ જો તમે કાળજી નહીં લો તો ચૌદ દિવસમાં તમને ખતમ કરવાની ધમકી આપી રહયો છે.

કંટાળો આવે ત્યારે ધ્યાન આપવું!

તમારી આજુબાજુ તમારી આસપાસ ખૂબ જ અત્યાધુનિક અને જટિલ રચના છે. આમાં, તમે કંટાળી રહ્યા છો? આ અવિશ્વસનીય છે! જો તમે એક પાંદડા પર ધ્યાન આપો છો, તો તમે તેને જોતાં-જોતાં વર્ષો પસાર કરી શકો છો કારણ કે તે ખૂબ જ જટિલ અને સુસંસ્કૃત છે. કીડીઓ, જંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ છે - જીવનની આખી ઘટના - અને આકાશની વિશાળતા. જો તમે એવા પરિમાણો સાથે જોડાયેલા છો જે અસ્તિત્વમાં સાચાં છે, તો કંટાળાને અવકાશ નથી કારણ કે તે ખૂબ જ અદ્દભૂત ઘટના છે. કારણ કે તમે ફક્ત તમારા માથામાં એક નાનકડી ઘટના સાથે સંકળાયેલા છો, તમે કંટાળો અનુભવશો. એવું વિચારશો નહીં કે તમે જીવન અથવા લોકોથી કંટાળી ગયા છો - તમે ફક્ત તમારી પોતાની વસ્તુથી કંટાળો છો, તમારી અંદર જે બન્યું છે તેનાથી; તમારી આસપાસ શું થઈ રહ્યું છે તે પણ તમે જાણતા નથી.

કંટાળો અને મૃત્યુ

કંટાળાનો અર્થ એ છે કે કોઈ રીતે તમે મૃત્યુ ઇચ્છી રહ્યા છો. કોઈક રીતે તમે કહી રહ્યા છો કે જીવન જીવવા માટે યોગ્ય નથી. "ના, ના, હું ફક્ત દસ મિનિટ માટે કંટાળ્યો હતો." હા, તે દસ મિનિટ માટે તમે મૃત્યુની ઈચ્છા ધરાવો છો. આ શરીર, આ આખું મિકેનિઝમ, એવી રીતે રચાયેલ છે કે તમારી ચેતના, તમે જે રીતે વિચારો છો, અનુભવો છો અને જીવનને જુઓ છો, તે એ સંદેશ છે કે જે તમારી આખી સિસ્ટમમાં જાય છે. સિસ્ટમમાં કેવા પ્રકારનો સંદેશ આવે છે તે નક્કી કરે છે કે જીવન કેટલું મજબૂત, સંકલિત, સંવેદનશીલ છે અને કેટલી સંભાવના છે. તમારી આખી સિસ્ટમ ચોક્કસ પ્રકારનાં સોફ્ટવેર પર ચાલી રહી છે, પરંતુ તમે એક એવા સોફ્ટવેર ડેવલપર છો જે એક દિવસમાં પાંચ વખત, પ્રત્યેક વાર દસ મિનિટ માટે, કંટાળો લાવો છો. તે દસ મિનિટ માટે તમે કહ્યું, “આ જીવન જીવવા યોગ્ય નથી,” અને સંદેશો બધે જ સિસ્ટમમાં ગયો.

જ્યારે તમે કહો, “હું કંટાળી ગયો છું,” તો તમે જીવન માટે “ના” છો. જ્યારે તમે ગુસ્સે કે હતાશ થાવ છો અથવા કંટાળો છો, ત્યારે તમે જીવન માટે "ના" છો. હવે, તમારું શરીરવિજ્ઞાન, શરીરની રીત અને મનની બકવાસ તમને તમારા આખા જીવન માટે વ્યસ્ત રાખશે, કારણ કે તે એક સમસ્યા બની ગઈ છે. યોગનો વિચાર એ છે કે તમે આ શરીર અને આ માનસિક પદ્ધતિને એક બાજુ મૂકી શકો અને જીવનની મોટી સંભાવનાઓ જોવા માટે તેઓનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી શકો તે રીતે સો ટકા "હા" બનવાનો છે. આ સારો સમય છે, સાધના માટેના ત્રણ અઠવાડિયા. આ કંટાળાને ભરવાનો સમય નથી, આ નેટફ્લિક્સનો સમય નથી, કે વાઈરોલોજીમાં પીએચડી કરવાનો સમય નથી. જીવન માટે આ સો ટકા “હા” બનવાનો આ સમય છે, કારણ કે આ જ રીતે જીવનની શક્યતાઓ તમારા માટે ખુલશે. નહિંતર, "હા, ના, હા, ના" - જીવનને ખબર નથી પડી રહી કે તમને એ જોઈએ છે કે નહીં. કારણ કે તે તમારા તરફથી દરેક સંદેશ લઈ રહયું છે, અને દિવસના અંતે તમને શું જોઈએ છે તે સમજી શકતું નથી. અહીં કાર્યરત દરેક વસ્તુને તે ખૂબ સ્પષ્ટ કરો કે તમે જીવન માટે સો ટકા “હા” છો.

 

સંપાદકની નોંધ:સદગુરુની આંતરસૂઝની વધુ સમજ “ઓફ મિસ્ટિક એન્ડ મિસ્ટેક” પુસ્તકમાં મેળવો. પૂર્વાવલોકન પ્રકરણ ડાઉનલોડ કરો અથવા ઇશા ડાઉનલોડ્સ પર ઇ-બુક ખરીદો.

IEO