રુદ્ર એટલે શિવ, અક્ષનો અર્થ થાય અશ્રુ. રુદ્રાક્ષ શિવના અશ્રુ છે. દંતકથા પ્રમાણે એકવાર, શિવ લાંબા સમય માટે ધ્યાનમાં બેઠા હતા. તેમનો પરમાનંદ એવો હતો કે તેઓ એકદમ સ્થિર થઈ ગયા. એવું લાગતું હતું કે તેઓ શ્વાસ પણ લઈ રહ્યા નહોતા, અને બધાને લાગ્યું કે તે મૃત્યુ પામ્યા છે. ત્યાં જીવનની ફક્ત એક જ નિશાની હતી - તેમની આંખોમાંથી સરતા પરમાનંદના અશ્રુ. આ અશ્રુ પૃથ્વી પર પડ્યા અને રુદ્રાક્ષ બની ગયા, "શિવના અશ્રુ."