FILTERS:
SORT BY:
અત્યારે ટેક્નોલોજી માણસો કરતાં વધારે ઝડપે વિકસી રહી છે. જો આપણે ટેક્નોલોજી કરતાં વધારે ઝડપે નહીં વિકસીએ, તો આપણે ક્યારેય તેનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ નહીં કરીએ.
યોગ એક પ્રકારની કસરત નથી. તે હોવાની એક રીત છે.
જો તમે કોઈ વ્યક્તિમાંથી ખુશી નિચોડવાનો પ્રયત્ન કરો, અને તેઓ તમારામાંથી ખુશી નિચોડવાનો પ્રયત્ન કરે, તો સમય જતાં સંબંધ પીડાદાયક બની જશે.
તમે એટલે સફળ થવા માંગો છે કેમ કે તમે ખુશ થવા માંગો છો. પણ જો તમે તમારા પોતાનામાં કેવી રીતે ખુશ થવું તે જાણતા હોવ, તો તમે હંમેશા સફળ છો.
મોટાભાગના માણસો તેમની અંદર રહેલી આંતરિક પ્રતિભાને સ્પર્શ્યા વિના જ જીવે અને મરી જાય છે.
તમિલ નવા વર્ષ સાથે, અત્યારે સૂર્યની ઊર્જા આપણા માટે સૌથી વધુ સહાયક છે. જીવનમાં પોતાને ઢસડીને આગળ ન વધો - પોતાને નવા જોમ અને તીવ્રતા સાથે તેમાં ઝોંકી દો.
જેમ કંઈક કરવું એ કર્મ છે, તેમ કંઈ ન કરવું એ પણ કર્મ છે.
તમે સમાજમાં ચતુર પણ જીવન સાથે એકદમ મૂર્ખ હોઈ શકો છો.
પ્રેમ એક મુક્ત કરતી શક્તિ છે. આસક્તિ એક ગૂંચવતી પ્રક્રિયા છે.
જેઓ ધરતી પર પોતાના પગલાંની ઊંડી છાપ છોડવા માંગે છે, તેઓ ક્યારેય ઉડાન નહિ ભરી શકે.
તમારું મન ધારદાર હોવું જોઈએ - નહિ તો તમે મજાકને નહિ સમજી શકો. જ્યારે તમે મજાક ન સમજી શકો, ત્યારે તમે મજાક બની જાઓ છો.
સ્વાસ્થ્ય ખાલી નિરોગી હોવું જ નથી - તે આંતરિક પૂર્ણતાનો એક ભાવ છે.