રાજ્યવર્ધન: નમસ્કારમ્ સદ્‍ગુરુ. યુવાવસ્થાનો સમય પડકાર, લક્ષ્યો, ઉપલબ્ધિઓ અને મહત્વકાંક્ષાઓનો સમય હોય છે. ઘણા લોકો બીજાની બતાવેલી સફળતાની પછાળ ભાગે છે. આ હાઇપર કનેક્ટેડ, સૂચનાઓથી ભરેલા યુગમાં, વધુ પડતી માહિતી અને સાથે કામના દબાવનો તણાવ પણ જોડાઈ જાય છે. આવો તણાવ આપણાં યુવાઓની ખુશી છીનવી લે છે. આપણને યુવાઓના ડિપ્રૅશનના ઘણા કિસ્સા જોવા મળે છે. આવા મુશ્કેલ સમયમાં યુવાઓ સતત ખુશ કેવી રીતે રહી શકે છે? હું યુવાઓ અને સુખનું સત્ય જાણવા માંગુ છું.

સદ્‍ગુરુ:- નમસ્કારમ્ રાજ. જુઓ, દરેક પેઢીમાં થોડા લોકો એવા હોય છે જે કાયમ કોઈક ને કોઈક વાતને લઈને ફરિયાદ કરતા રહે છે અને હા, એવા લોકો પણ હોય છે જે પોતાના સમયની પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવે છે. એક પેઢીના રૂપમાં, આજે જે આપણી પાસે ઘણી સુવિધાઓ અને સગવડો છે, અને આપણે જે પણ જાણવા ઈચ્છીએ તે જાણી શકીએ છીએ.

વાત ફક્ત એ છે કે તમે આ રીતનું જીવન જીવવા પોતાને માટે તૈયાર નથી કર્યા. કહેવાનો અર્થ એ છે કે તમે અત્યારે ટેક્નોલૉજીની ફરિયાદ કરો છો.

કૃપા કરી એની ફરિયાદ ન કરો કારણ કે એક પેઢીના રૂપમાં આ આપણે મળેલી સૌથી મોટી સુવિધાઓમાંની એક છે કે આપણે પહેલા કરતાં ટેક્નોલૉજીની રીતે ઘણા વધુ સક્ષમ છીએ. પહેલા કોઈ પણ પેઢી પાસે આટલી ક્ષમતાઓ ન હતી, જે આજે આપણી પાસે છે અને એવું થયું છે ફક્ત ટેક્નોલૉજીની તાકતને કારણે.

વાત ફક્ત એ છે કે તમે આ રીતનું જીવન જીવવા પોતાને માટે તૈયાર નથી કર્યા. કહેવાનો અર્થ એ છે કે તમે અત્યારે ટેક્નોલૉજીની ફરિયાદ કરો છો, જેને તમારા જીવનને સહેલું અને આરામદાયક બનાવી દીધું છે.

પોતાની ક્ષમતાઓને વધારો

હું ઈચ્છું છું કે તમે કલ્પના કરીને જુઓ કે તમે જો હજારો વર્ષો પહેલા તમે અહીં રહેતા હોત; તો સવારે ઊઠ્યા પછી પાણીની જરૂર પડતા જ તમારે નદી સુધી ચાલીને જવું પડત અને બે ડોલ પાણી ભરીને લાવવું પડત. આજના મોટા ભાગના યુવકો એક મિલ સુધી બે ડોલ પાણી ઊંચકીને લાવવા જેટલા તંદુરસ્ત નથી. તેઓ શારીરિક રૂપે આ કરવા માટે સક્ષમ નથી.

જો તમે પોતાના આંતરિક વિકાસ પર પૂરતો સમય લગાવો છો, તો તમે વર્તમાન સ્થિતિઓને આરામથી સંભાળી શકશો અને સૌથી મહત્વપૂર્ણ, આ પેઢીમાં તમને જે સૌથી અદ્ભુત ભેટો મળી છે, તમે એની ફરિયાદ ન કરો.

તો જો તમે હજાર વર્ષ પહેલા ટેક્નોલૉજી વગર અહીં હોત, તો શું તમે ફરિયાદ કર્યા વગર પાણીની ડોલ ભરીને લાવી શક્યા હોત? ના, તમે ફરિયાદ કરતે, કારણ કે તમે શારીરિક રીતે સક્ષમ નથી. આવી જ રીતે જો તમે આજની તમામ વાસ્તવિકતાઓને સંભાળવા માટે પોતાના મગજને સક્ષમ ન બનાવ્યું, તો તમે ફરિયાદ કરશો.

તો યુવાઓને આ સમજવાની જરૂર છે કે એમના શરૂઆતના જીવનમાં, એમની મહત્વકાંક્ષાઓ, એમની ઈચ્છાઓની પૂર્તિ થવી અથવા એમની પસંદગીની જીવનશૈલી મળવી, એ બધું મહત્વનું નથી. તમારે ફક્ત એક વસ્તુની કાળજી રાખવી જોઈએ કે આ જીવનને સંભાવનાના ઉચ્ચ સ્તર સુધી કેવી રીતે લઈ જઈ શકાય. જો તમે પૂરતો સમય પોતાના આંતરિક વિકાસ પર લગાવો છો, તો તમે વર્તમાન સ્થિતિઓને આરામથી સંભાળી શકશો. અને સૌથી મોટું, આ પેઢીમાં તમને જે સૌથી અદ્ભુત ભેટો મળી છે, તમે એની ફરિયાદ ન કરો.

પહેલા ક્યારેય તમે ચૌદ કલાકમાં ભારતથી અમેરિકા સુધી ઊડીને નહોતા જઈ શકતા. પહેલા ક્યારેય તમે તમારો ફોન ઉઠાવીને દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલ વ્યક્તિ સાથે વાત નહોતા કરી શકતા. પહેલા ક્યારેય તમે દુનિયાભરમાં લાખો વસ્તુઓ ઘટિત થતાં નહોતી જોઈ શકતા. ત્યાં સુધી કે અંતરિક્ષમાં શું થઈ રહ્યું છે તમે એ પણ નહોતા જોઈ શકતા. મનુષ્યો સાથે સૌથી અદ્ભુત વસ્તુ થઈ છે કે આપણે ટેક્નોલૉજીના સંદર્ભમાં એટલા સમર્થ થઈ ગયા છીએ કે આપણે આપણી સામાન્ય નજરથી ઉપર જોઈ શકીએ છીએ, આપણી સાંભળવાની સામાન્ય ક્ષમતાથી ઉપર સાંભળી શકીએ છીએ, આપણે આપણી સમાન્ય અનુભવ ક્ષમતાથી ઉપરની વસ્તુઓનો અનુભવ કરી શકીએ છીએ. બસ, આપણે ફક્ત પોતાને અપગ્રેડ કરવાના છે.

પોતાની જાતને અપગ્રેડ કરો

તમારી આસપાસની ટેક્નોલૉજી દર થોડા મહિનાઓ અથવા તો વર્ષોમાં પોતાને જબરદસ્ત રીતે અપગ્રેડ કરી રહી છે. હવે સમય છે કે તમે પોતાને અપગ્રેડ કરો. ઇનર એંજીન્યરિંગ અથવા તો યોગનો અર્થ જ એ છે કે તમે આ જીવનને નિખારવા પર ધ્યાન આપો. આ જીવનને નિખાર્યા વગર તમે તમારી ગતિવિધિને નિખારો છો, તો ચોક્કસ જ તમારી ગતિવિધિને નુક્સાન થશે. આ એક જૂની ખટારા કારને F1 ના કાર-ટ્રૈક પર દોડાવવા જેવું છે- એના ટુકડે-ટુકડા થઈ જશે. લોકોની સાથે આજ થઈ રહ્યું છે.

સમય આવી ગયો છે કે આપણાં બાળકોને માત્ર આજીવિકા રળવા કે નોકરી મેળવવા પૂરતા લાયક બનાવવાની શિક્ષા આપવાને બદલે સૌથી પહેલા આપણે તેમને એવી શિક્ષા આપવી જોઇએ કે તેઓ પોતાની જાતને નિખારી શકે. આત્મરૂપાંતરણના સાધનો આ યુગમાં સૌથી વધુ જરૂરી છે, કારણ કે બહારની પરિસ્થિતિઓ ઘણી હદે મશીનો સાંભળી લેશે. એ ઘણું મહત્વનુ છે કે જે મશીનોનો તમે ઉપયોગ કરો છો, તમે તેનાથી થોડા વધારે સ્માર્ટ હોવ.

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! -  unplugwithsadhguru.org

Youth and Truth Banner Image