Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: મહાભારતના સમયમાં સેનામાં હજારોની સંખ્યામાં સૈનિકો હતા. આજે માનવ વસ્તી અત્યંત વધી છે અને પૃથ્વી પર કરોડો લોકો વસે છે. આપ પહેલાની અને હાલની આત્માઓની હકીકત સમજાવી શકો? અને એ કે આટલા લોકો આવે કઈ રીતે છે?

સદ્‍ગુરુ: આ બધી નવી આત્માઓ ક્યાંથી આવે છે? તમારે સમજવાની જરૂર છે કે, જેમ તમારું શરીર ભૌતિક છે, તેમ તમારું મન પણ ભૌતિક છે. તમારા શરીર અને મન બન્ને ભૌતિક વસ્તુ હોવાને કારણે તેમજ તમારા અનુભવમાં માત્ર ભૌતિક વસ્તુઓ જ છે, તમે હંમેશા એ જ સંદર્ભમાં વિચારશો કે તેની શરૂઆત ક્યારે થઈ અને તેનો અંત ક્યારે થશે. પ્રત્યેક ભૌતિક વસ્તુઓને એક શરૂઆત અને એક અંત હોય જ છે. પણ જ્યારે તમે “આત્મા” શબ્દનો ઉપયોગ કરો, જે આજે બહોળા પ્રમાણમાં વપરાય છે, ત્યારે આપણે કોઈ ભૌતિક વસ્તુની વાત નથી કરી રહ્યા. હું આ શબ્દ ક્યારેય વાપરતો નથી, પરંતુ માની લો કે “આત્મા” શબ્દ આપણે તમારા અભૌતિક પરિમાણ માટે વાપરીએ. જે ભૌતિક નથી તેને શરૂઆત અને અંત નથી. જે કંઇ અભૌતિક છે એટલ્ર કે, તેનું અસ્તિત્ત્વ નથી કારણ કે, અસ્તિત્ત્વનો વિચાર ખૂબ ભૌતિક છે. જે વસ્તુ ભૌતિક નથી તેને તમે અવકાશ કહો છો.  

જ્યારે તમે “આત્મા” શબ્દનો ઉપયોગ કરો, જે આજે વાત વાતમાં વપરાય છે, ત્યારે તમે ભૌતિક વસ્તુ વિષે વાત નથી કરી રહ્યા.

જે વસ્તુનું અસ્તિત્વ નથી અથવા જે છે જ નહિ તેને શરૂઆત ન હોય શકે. જેને શરૂઆત નથી તે જૂની કે નવી ન હોઈ શકે. આવી તેને એવી બાબતો લાગુ પડતી નથી. આ એવું છે કે, તમારી પાસે વજનકાંટો છે, તમે તેની ઉપર ઊભા રહ્યા અને તમારું વજન જોયું, જે સ્વાસ્થ્યના પુસ્તકોમાં દર્શાવ્યાનુસાર ચોક્કસ છે. પછી તમને વિચાર આવે કે ધરતીમાંનું વજન જેટલું અને તમે કાંટાને ઊંધો કરી દીધો. ટૅક્નીકલી તો પૃથ્વી વજનકાંટા ઉપર આવી ગઈ કહેવાય. તમે જાણો છો, લોકો શીર્ષાસન કેમ કરે છે - કારણ કે તેમને પૃથ્વીને પોતાના માથા પર ઊંચકી હોય તેવો અનુભવ કરવાનો ગમે છે. જો તમે કોઈ ચોક્કસ અંતરથી તે શીર્ષાસન કરતી વ્યક્તિનો ફોટો ખેંચો અને તેને ઉલટાવી દો, તો તમને શીર્ષાસન કરતી વ્યક્તિએ માથા પર પૃથ્વી ઊંચકી હોય તેમ લાગશે. જો તમે વજનકાંટાને ઉલટાવશો તો તમને તે મશીનનું વજન જોવા મળશે પણ, પૃથ્વીનું વજન જાણવા નહીં મળે.

તે આના જેવું છે: હાલમાં, તમે તમારા મન દ્વારા જે અભૌતિક છે તેને સમજવાનિ પ્રયત્ન કરી રહ્યા છો. તે તમારા વજન કરવાના કાંટા વડે પૃથ્વીનું વજન માપવા જેવું છે. જો તમે તેની ઉપર ઊભા રહો તો તે તમારું ચોક્કસ વજન બતાવશે, પણ જો તમે તેની ઉપર ધરતી માતાને બેસાડવાનું ઇચ્છો તો તે ન થઈ શકે કારણ કે, એ તે પ્રમાણે કામ નથી કરતું. તેથી તમે જ્યારે “આત્મા” શબ્દનો ઉપયોગ કરો, ત્યારે તમે માત્રા વિષે વાત ન કરી શકો. માત્રા અને અભૌતિક બાબતો એકસાથે ન સંભવી શકે. માત્રા ભૌતિક બાબતોને લાગુ પડે છે. કેટલું જૂનું, કેટલું બધું, કેટલું મોટું, કેટલું નાનું - આ બધી બાબતો અસ્તિત્વની ભૌતિકતા સાથે સંકળાયેલી છે, અભૌતિક બાબતો સાથે નહિ. તેથી, જો કોઈ તમને આવો પ્રશ્ન પૂછે તો તમે હારી ન જતા. તેમને સામે માત્ર પ્રશ્ન કરજો, “તમે જાણો છો કે જીવજંતુઓ ની વસ્તી ઓછી થઈ ગઈ છે?” આ સહદેવની ચતુરાઈ છે.

ક્રમશ:....

More Mahabharat Stories