સદ્‍ગુરુ તાજેતરમાં જ એક જીવના જોખમ વાળી મેડિકલ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. હાલ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.

સદ્‍ગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી સખત માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. દુઃખાવો ગંભીર હોવા છતાં, તેમણે તેમનું શિડ્યુલ અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી, અને 8મી માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રિ ઉત્સવમાં પણ સામેલ થયા.

15મી માર્ચ 2024ની બપોરે જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે માથાનો દુઃખાવો ખૂબ જ ગંભીર થઈ ગયો. ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનિત સૂરીની સલાહ પર, સદ્‍ગુરુએ તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે તાત્કાલિક MRI કરાવ્યું, જેમાં મગજમાં મોટા પ્રમાણમાં લોહી આવી ગયું હોવાનું બહાર આવ્યું. 3-4 અઠવાડિયાથી લોહી ભરાવાની સાથે અન્ય તાજા રક્તસ્રાવના પુરાવા મળ્યા જે પરીક્ષણના સમયના 24-48 કલાકની અંદર થયું હતું.

તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી, તેમ છતાં સદ્‍ગુરુએ ડોકટરોને જણાવ્યું કે "છેલ્લા 40 વર્ષોમાં હું ક્યારેય એક પણ મીટિંગ ચૂક્યો નથી". ગંભીર અને પીડાદાયક લક્ષણો હોવા છતાં, તેમણે 14મી માર્ચે તેમની નક્કી કરાયેલી બેઠકો અને 16મી માર્ચે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ પેઈન કિલર્સના ભારે ડોઝ લઈને પૂરી કરી.

17મી માર્ચ 2024 ના રોજ, ડાબા પગમાં નબળાઈ અને વારંવાર ઉલ્ટી સાથે માથાનો દુઃખાવો વધુ બગાડવાની સાથે સાથે સદ્‍ગુરુની ન્યુરોલોજીકલ સ્થિતિ ઝડપથી બગડી ગઈ. આખરે તેમને દાખલ કરવામાં આવ્યા. એક સીટી સ્કેનમાં મગજના સોજામાં નોંધપાત્ર વધારો અને જીવ જોખમમાં મુકાય તે હદનું મગજનું એક તરફનું શિફ્ટ જોવા મળ્યું.

ડોકટરોની એક ટીમ (ડૉ. વિનિત સુરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ ચેટર્જી) ના મેનેજમેન્ટ હેઠળ, સદ્‍ગુરુએ ખોપરીમાં થતા રક્તસ્રાવને રોકવા માટે દાખલ થયાના થોડા જ કલાકોમાં મગજની ઈમરજન્સી સર્જરી કરાવી. સર્જરી પછી સદ્‍ગુરુને વેન્ટિલેટર પરથી ઉતારી લેવામાં આવ્યા હતા.

સદ્‍ગુરુ તબિયતમાં સતત સુધારો દેખાડી રહ્યા છે અને તેમનું મગજ, શરીર અને આવશ્યક પેરામીટર સામાન્ય સ્તર સુધી સુધારા પર આવી ગયા છે. તેમની રિકવરી ધાર્યા કરતાં વધુ સારી થઈ છે અને ડૉ. વિનિત સૂરીના કહેવા પ્રમાણે “અમારા દ્વારા લેવાયેલા મેડિકલ પગલાં સિવાય પણ, સદ્‍ગુરુ જાતે પોતાને સાજા કરી રહ્યાં છે."