સદ્દગુરૂ લીમડાના પાંદડાના ઘણા બધાજ ઔષધિક ફાયદા અને ઉપયોગો તેમજ એક બહુમુખી પ્રાકૃતિક ઉપજ કે જે ત્વચા પર કેન્સર અને બેક્ટેરિયાની વિરૂદ્ધ લાભદાયી રીતે ઉપયોગ કરી શકે અને યોગીક સાધનામાં પણ જુએ છે.

સદ્દગુરૂ : લીમડો અત્યંત અનન્ય વૃક્ષ છે અને લીમડાના પાંદડા ગ્રહ પર સૌથી વધુ જટિલ પાંદડા છે. લીમડાનું ઝાડ ૧૩૦ થી વધુ જીવવિજ્ઞાનિક સક્રિય સંયોજનો ધરાવે છે અને ગ્રહ પર શોધી શકાય તેવા સૌથી વધુ જટિલ પાંદડાઓમાથી લીમડાના પાંદડા એક છે.

Click Image to Enlarge
Embed this infographic

The Benefits and Uses of Neem, the "Wonder Leaf"

#૧. લીમડાના કેન્સર વિરોધી લાભો 

દરરોજ લીમડાના વપરાશથી  કેન્સરગ્રસ્ત કોશિકાઓની સંખ્યા ચોક્કસ મર્યાદાની અંદર રહે છે./pullquote]

લીમડાના ઘણા અદ્ધભુત ઔષધીય ફાયદા છે, પરંતુ સૌથી મહત્વની બાબતોમાંની એક છે, જે કેન્સરગ્રસ્ત કોશિકાઓનો નાશ કરે છે. દરેક વ્યક્તિને તેમના શરીરમાં કેન્સરગ્રસ્ત કોશિકાઓ હોય છે, પરંતુ સામાન્ય રીતે, તેઓ અવ્યવસ્થિત હોય છે. તો પણ, જો તમે શરીરમાં ચોક્કસ પરિસ્થિતિઓ બનાઓ છો તો તે સંગઠિત થશે જ્યાં સુધી આ કોશિકાઓ પોતાની આસપાસ ફરતી હોય છે ત્યાં સુધી તે કોઈ મુદ્દો નથી. જો તે બધી એકજ જગ્યાએ ભેગી થાય છે અને તેના પર હુમલો કરે છે તો તે સમસ્યા બની જાય છે. આ નાના અપરાધથી સંગઠિત ગુનાના પરીવર્તન જેવુ છે. તે એક ગંભીર સમસ્યા છે. જો તમે દરરોજ લીમડાનો ઉપયોગ કરો છો તો તે કેન્સરગ્રસ્ત કોશિકાઓની સંખ્યાને ચોક્કસ મર્યાદાની અંદર રાખે છે, જેથી તેઓ તમારી પદ્ધતિ વિરુદ્ધ વિરોધ નહીં કરે.

#૨. લીમડાના બેક્ટેરિયા વિરોધી લાભો

વિશ્વ બેક્ટેરિયાથી ભરેલું છે તેથી શરીર છે. તમે કલ્પના કરી શકો તે કરતાં તમારામાં વધુ સુક્ષ્મજીવો રહેલા છે. આ બેક્ટેરિયામાંના મોટા ભાગના બેક્ટેરિયા મદદરૂપ છે. તમે, તેમના વિના કાઇપણ પચાવી શકશો નહીં. હકીકતમાં, તમે તેમના વિના જીવી શકો નહીં . પરંતુ કેટલાક બેક્ટેરિયા તમને મુશ્કેલી પેદા કરી શકે છે. આ બેક્ટેરિયાનું સંચાલન કરવા માટે તમારું શરીર સતત ઉર્જા વાપરે છે. જો બેક્ટેરિયાના અધિક સ્તર ઉત્પન્ન થાય તો તમને “ડાઉન” લાગશે કારણ કે તમારી સંરક્ષણ પદ્ધતિએ તેમની સામે લડવા માટે ખૂબ ઉર્જા વાપરવી પડશે.

આંતરિક અને બાહ્ય રીતે લીમડાના ઉપયોગથી, આ બેક્ટેરિયાને એવી રીતે સંચાલિત કરી શકો છો કે તે વધુ આગળ વધશે નહીં અને તમારા શરીરને લડવા માટે ખૂબ ઉર્જા વાપરવી પડશે નહીં.

જો તમે રોજિંદા ધોરણે લીમડાની ચોક્કસ માત્રાનો ઉપયોગ કરો છો તો તે આંતરડાના પ્રદેશમાં તોફાની બેક્ટેરિયાનો નાશ કરશે અને તમારું મોટું આંતરડું સામાન્ય રીતે સ્વચ્છ અને ચેપ મુક્ત રહેશે. આંતરિક અને બાહ્ય રીતે લીમડાના ઉપયોગથી, તમે બેક્ટેરિયાને સંચાલિત કરી શકો છો જેથી તેઓ વધારે પડતાં આગળ વધે નહીં . ઉપરાંત, જો શરીરના અમુક ચોક્કસ વિસ્તારોમાં થોડી ગંધ હોય તો તેનો અર્થ એવો થાય છે કે ત્યાં બેક્ટેરિયા થોડા વધુ સક્રિય છે. લગભગ દરેકને થોડી ચામડીની સમસ્યા હોય છે, પરંતુ જો તમે તમારા શરીરને લીમડાથી ધોઈ શકો છો તો તે સ્વચ્છ અને તેજસ્વી બની જાય છે. તમે સ્નાન કરતાં પહેલા તમારા શરીરને લીમડાની પેસ્ટ સાથે ઘસો, તેને થોડો સમય સુકવો અને પછી તેને પાણીથી ધુઓ તેથી કરીને તે સારા એન્ટીબેક્ટેરિયલ ક્લિનર તરીકે કાર્ય કરશે. વૈકલ્પિક રીતે, તમે થોડા લીમડાના પાંદડાને આખી રાત પલાળી શકો છો અને સવારે આ પાણીથી નાહી શકો છો.

૩. યોગીક સાધના માટે લીમડાના લાભો 

સૌથી વધુ, લીમડો શરીરમાં ગરમી પેદા કરે છે.  આ પદ્ધતિમાં ગરમીની આ ઉત્પતિ ઊર્જાના તીવ્ર સ્વરૂપો પેદા કરવા સહાયરૂપ છે. શરીરમાં જુદા જુદા ગુણો  મુખ્ય હોય શકે છે – તેમના બે પરંપરાગત દ્રષ્ટિએ શીત અને ઉષ્ણ છે. ઇંગ્લિશમાં “શીત” માટેનો સૌથી નજીકનો શબ્દ “ઠંડા” છે, પરંતુ ખરેખર તે બરાબર નથી. જો તમારી પદ્ધતિ “શીત” તરફ જાય છે, તો શરીરમાં લાળનો સ્તર વધશે. સિસ્ટમમાં વધારાની લાળને વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ સાથે શરદી અને સાઇનસથી માંડીને કેટલાક અન્ય મુદ્દાઓને સાંકળવામાં આવે છે.

 

લીમડો શરીરમાં ગરમી પેદા કરે છે. ઊર્જાના તીવ્ર સ્વરૂપો ઉત્પન્ન કરવા માટે આ સહાયક છે. હઠયોગી માટે લીમડો ખાસ કરીને મહત્વનો છે કારણ કે તે શરીરને ઉષ્ણ તરફ સહેજ લક્ષી રાખે છે. ઉષ્ણ એટલે તમારી પાસે થોડું વધારે “બળતણ” છે .

જો કદાચ તમારી સિસ્ટમને તે વધારાની શક્તિની જરૂર હોય તો એક સાધક માટે જે અજાણ્યા ભુપ્રદેશની શોધ કરે છે તેમના માટે વધારાનું બળતણ લઈ જવું સલામત છે. તમે સામાન્ય રીતે અગ્નિને જરૂર કરતાં વધુ ઊંચો રાખવા માંગો છો. જો શરીર શીતની સ્થિતિમાં હોય તો તમે ખૂબ પ્રવૃતિ માટે સક્ષમ નહીં થઈ શકો. પણ જો તમે તમારા શરીરને સહેજ ઉષ્ણ તરફ રાખો તો ભલે તમે મુસાફરી કરતાં હોવ , બહાર ખાઓ અથવા બીજી કોઈ પણ બાબતમાં ખુલ્લો સંપર્ક હોય તો તમારામાં આ વધારાની અગ્નિ બળે છે અને આ બાહ્ય પ્રભાવોને સંભાળી લે છે.  લીમડો એ દિશામાં એક મોટી સહાય છે.

ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ

એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે લીમડાનો વધારે પ્રમાણમા ઉપયોગ થાય છે ત્યારે લીમડો શુક્રાણુ કોશિકાઓનો નાશ કરશે. પ્રથમ ચારથી-પાંચ મહિનાના ગર્ભાવસ્થામાં, જ્યારે ગર્ભ વિકાસશીલ હોય છે ત્યારે સગર્ભા સ્ત્રીઓએ લીમડો ન ખાવો જોઇએ. લીમડાથી અંડકોષને કોઈ નુકશાન થતું નથી પરંતુ તે વધુ ગરમીનું કારણ બને છે. જ્યારે કોઈ સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો જ છે અને શરીરમાં ખૂબ ગરમી છે, તો તેણી ગર્ભ ગુમાવી શકે છે. જો કોઈ સ્ત્રી ગર્ભ ધારણની યોજના કરે છે તો તેણીએ લીમડો ન ખાઓ જોઇએ કારણ કે ત્યાં વધુ ગરમી હશે અને સિસ્ટમ બાળકની સાથે વિદેશી શરીરની જેમ વર્તશે.

જો કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરવાની યોજના કરે છે તો તેણીએ વધારે ગરમીના કારણે લીમડો ન ખાઓ જોઇએ.

જો ગરમી વધે તો, સિસ્ટમમાં ચોક્કસ ફેરફારો થશે- આ બાબતે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ નોંધ લેશે. આ કદાચ શરીરની સામાન્ય પ્રક્રિયાની અસર કરે છે તો અમે ગરમીને અમુક અંશે નીચે લઈ જઈએ છીએ, પરંતુ આપણે સામાન્ય રીતે લીમડો છોડવા માંગતા નથી જે લોકો સાધના કરે છે તે લોકો માટે સિસ્ટમમાં કેટલીક ગરમી જરૂરી છે. એક વાર તેઓ રોજિંદા ધોરણે લીમડો લેવાનું શરૂ કરે છે ત્યારે કેટલીક સ્ત્રીઓને લાગે છે કે તેમના માસિક ચક્ર ટૂંકા થાઈ જાય છે. તેવા કિસ્સામાં , માત્ર વધુ પાણી પીવું. જો માત્ર વધારે પાણી પીવું તે ગરમી ઘટાડવા માટે પૂરતું નથી તો પાણીમાં લીંબુનો ટુકડો અથવા અડધા લીંબુનો રસ ઉમેરવો. જો તે હજી પણ પૂરતું નથી તો એક ગ્લાસ સફેદ કદદુનો રસ લેવો જે ખૂબ ઠંડક આપે છે. બીજો વિકલ્પ એરંડા તેલ છે. જો તમે તેમના કેટલાકને તમારી નાભિમાં મૂકી દો, તમારા અનાહત પર, ગાળાના ખાડામાં અને કાનની પાછળ, તો તે તરતજ સિસ્ટમને ઠંડી કરશે.

સંપાદકની નોંધ : ૧૦૦% કુદરતી લીમડાનો પાઉડર ભારતમાં ઈશા શોપે પર ખરીદી શકાય છે, જેમાં ભારત અને અમેરીકામાં ડિલિવેરી છે.

ભારતમાં ખરીદો

યુ. એસ. માં ખરીદો

વિકિપીડિયામાથી લીમડાના પાંદડાનો ફોટો.