પ્રશ્ન1 : આજની યુવા પેઢી મોબાઈલ એપ્પ અને નવા ઉપકરણોના મોહમાં પડી ગયા છે. એમનો દિવસ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાથી શરૂ થાય છે અને એક ટ્વિટ સાથે સમાપ્ત થાય છે. તો એવી પરિસ્થિતિમાં તેઓ પોતાના જીવન પર નિયંત્રણ કેવી રીતે રાખી શકે છે?

સદગુરુ :  જેમને પોતાનું જીવન પોતાના હાથમાં નથી લીધું, એમનું ધ્યમ કાયમ કોઈને કોઈ વસ્તુમાં ભટકતું રહે છે. તો ઉપકરણ કોઈ સમસ્યા નથી, સમસ્યા પોતાની આદતોથી મજબૂર થઈને કોઈ કાર્ય કરવું. આપણે આપના યુવાઓ, બાળકો અને મોટાઓને પણ કોઈ આદતથી મજબૂર ન થવું જોઈએ. જમવું, બેસવું, ઊભું થવું અને કામ કરવું આ બધુ વસ્તુ જાગરુકતા સાથે થવી જોઈએ. જો આપણે આ બધુ જાગરુકતા સાથે કરીએ છીએ, તો આપણે યંત્રોનો ઉપયોગ પણ જાગરુકતા સાથે કરીશું.

પ્રશ્ન 2 : આજે યુવાઓ પર માહિતીઓનો જે પ્રભાવ પડે છે, એને જોતાં તેઓ પોતાનું રોજનું જીવન કેવી રીતે વ્યવસ્થિત કરી શકે?

સદગુરુ : આપણે માહિતીઓ વિષે ફરિયાદ ન કરવી જોઈએ. 100 વર્ષ પહેલા, જો આપણાથી ફક્ત 100 કિ.મી. દૂર પર કોઈ દુર્ઘટના થાય છે, કે કઈક સારું થાય છે, તો તેના વિષે આપણે એક મહિના પછી ખબર પડતી હતી. આજે, આખી દુનિયામાં શું થઈ રહ્યું છે એ તમને એજ ક્ષણે ખબર પડી જાય છે. તો ટેક્નિક સારી કે ખરાબ નથી હોતી. એમાં પોતાનો કોઈ ગુણ નથી હોતો—તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે એને કેવો ઉપયોગ કરો છે? તમે જે પણ બીજી ટેક્નિકો વાપરો છો—ટેલિફોન, મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે સોશિયલ મીડિયા—તે એટલી ઉન્નત કે ગૂઢ નથી, જેટલું આપનું માનવ તંત્ર—આ ધરતી પર સૌથી ઉન્નત અને સૌથી સારું ઉપકરણ છે. તમારે પહેલા એની તરફ ધ્યાન આપવું પડશે, પછી બાકી બધાને તમે સ્વાભાવિક રીતે સંભાળી શકશો. નહિતર ટેકનિકનો જે અદ્ભુત ઉફર આપણે મળ્યો છે, તે અત્યંત તણાવપૂર્ણ થઈ જશે.

 

પ્રશ્ન 3 : આજનો યુવા, જેમના પરિવાર અને મિત્રો સાથે સંબંધ ટૂટતા જાય છે, તે પોતાની ભાવનાત્મક બુદ્ધિના સ્તર પર કેવી રીતે સારું બની શકે છે?

સદગુરુ : મોટા ભાગે મનુષયોમાં ભાવનાઓનો પાસો સૌથી મોટો હોય છે, એટલા માટે ભાવનાત્મક સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. જો એક મનુષ્ય સાચે જ જાગૃત થઈ જાય તો ભાવનાઓથી ફરક એનથી પડતો, નહિતર ભાવનાઓ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે બાળપણથી જ બાળકોને ભાવનાત્મક સુરક્ષા મળવી જોઈએ. એનો અર્થ એ છે કે એમની આજુ-બાજુ, એક પ્રેમ ભર્યો વાતાવરણ હોવો જોઈએ, ફક્ત ઘરે જ નહીં, પણ સ્કૂલમાં, ગલીમાં, જ્યાં પણ બાળકો જાય, એમને પ્રેમ અને સ્નેહપૂર્ણ વાતાવરણ મળવો જોઈએ. આ સૌથી મહાવ્ત્પુર્ણ છે, જેના વિષે આપણે માનવતાના સુખ માટે ધ્યાન આપવું જોઈએ.

પ્રશ્ન 4 : પશુઓ કે પાળેલા જનવરોથી યુવા વર્ગ કયા પાઠ શીખી શકે છે?

સદગુરુ : આજકાલ, ઘણા લોકો મનુષ્યોથી વધારે કુતરાઓને પસંદ કરે છે કારણ કે જો તમે એક કુતરા સાથે રહો છો તો એની સાથે તમારો પ્રેમ સંબંધ 12 વર્ષની ગેરેંટી સાથે ચાલશે. આપણે નથી ખબર કે શું ઈશ્વર પ્રેમ છે, પણ કૂતરો નિશ્ચિત રૂપથી પ્રેમ છે. તમે તમાર કુતરા સાથે સવારે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ જ્યારે તમે સાંજે ઘરે આવો છો તો એજ કૂતરો જે રીતે તમારું સ્વાગત કરે છે, દુનિયાની કોઈ પણ પત્ની, પતિ કે બાળકો એ નથી કરી શકતા. જો તમે ઘણા પ્રેમાળ છો તો તમારું જીવન સુખી હશે. જો તમે ખુશ છો, ત્યારે તમે જીવનના બધા પાસાંને શોધવાના પ્રયત્ન કરશો. એટલા માટે કોઈ આશ્ચર્યની વાત નથી કે ઘણા લોકો પોતાના પરિવારના લોકોની અપેક્ષા, પોતાના કુતરાઓથી વધારે પ્રેમ કરે છે. પણ જેટલો પ્રેમ તમે કુતરા થી કરો છો, એટલો જ કોઈ મનુષ્ય સાથે પણ કરી શકો છો, કારણ કે પ્રેમ તમારા કુતરા, મિત્ર કે પરિવારને વિષે નથી, એ તમારા વિષે છે. પ્રેમ તમારી અંદર હોય છે. જો તમે પ્રેમપૂર્ણ છો તો તમારૂ જીવન ખુશીપૂર્ણ હશે. જો તમે ખુશ છો, તો તમે જીવનના દરેક પાસાંને શોધવાના પ્રયત્ન કરશો. નહિતર દુખ ભરેલા વિચાર, ભાવનાઓ અને શરીર જ તમને કાયમ વ્યસ્ત રાખશે. જો તમે તમારું મન, શરીર અને ભાવનાઓને સુખી અને પ્રેમપૂર્ણ રાખશો તો તમને જીવનમાં કોઈ દુખ નહીં રહે. જ્યારે તમને દુખનો કોઈ દર નહીં રહે, ત્યારે તમે આ જીવનને સમપુરન્તા સાથે જીવી શકો છો.