FILTERS:
SORT BY:
બાળકોએ જ્ઞાતિ, સંપ્રદાય કે વર્ગના ચોકઠામાં ફિટ થવાની જરૂર નથી. તેમણે તેમના પોતાના સ્વભાવમાં ખીલવાનું છે.
જો તમે ભૂતકાળના અનુભવોને તમારા ભવિષ્ય પર હાવી થવા દો, તો તમે એ સુનિશ્ચિત કરશો કે ભવિષ્ય જેવું કંઈ રહે જ નહિ - બસ ભૂતકાળ જ ફરી ફરીને સામે આવતો રહે.
એકવાર તમે પસંદ, નાપસંદ અને વિવશ આદતોની ઘરેડમાં ફસાઈ જાઓ, પછી તમે માણસ હોવાની મૂળભૂત સ્વતંત્રતાને ગુમાવી દીધી છે.
યોગ્યતા તમને ખાલી પ્રવેશ આપે છે. છેવટે તે તમારી આવડત છે જે ખરેખર કામ આવે છે.
તમારી આસપાસના લોકો માટે તમે જે સૌથી મોટું યોગદાન આપી શકો તે છે એક શાનદાર માણસ બનવું.
કુશળતા કોઈ બીજા કરતા વધુ સારા હોવા વિષે નથી. તેનો અર્થ છે પૂરી સહજતા સાથે તમારી શ્રેષ્ઠ ક્ષમતાએ કામ કરવું.
આનંદ એક સ્વાભાવિક ઘટના છે. દુઃખ તમારું બનાવેલું છે.
જો તમે પૂરતું ધ્યાન આપો, તો અસ્તિત્વમાં બધું જ શાનદાર છે; બધું જ દિવ્યતાનો એક દરવાજો છે.
જ્યારે તમે તમારી અંદર આનંદિત હોવ, ત્યારે તમારા કાર્યો સ્વાભાવિક રીતે બીજાની સંભાળ લેનાર, સૌમ્ય અને ઉદાર બની જાય છે.
આ દિવાળી ખાલી આપણી આસપાસના પ્રકાશની ઉજવણી જ નહિ પણ પરમ સ્પષ્ટતા એટલે કે આત્મપ્રકાશ તરફના એક પગલાંની ઉજવણી બને તેવી કામના. પ્રેમ અને આશીર્વાદ,
જીવન એક પ્રક્રિયા છે, એક સમસ્યા નહિ. સવાલ બસ એ જ છે કે તમે પોતાને આ પ્રક્રિયા માટે તૈયાર કર્યા છે કે નહિ.
તમે જેવું બીજા ઈચ્છે છે તેવું હોવા માટે સમર્પિત ન હોવા જોઈએ. તમે જે રીતે હોવા માંગો છો તેવા હોવા માટે સમર્પિત હોવા જોઈએ.