Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
તમે તમારા મનને ચલાવતા હોવા જોઈએ - તમારું મન તમને ચલાવતું ન હોવું જોઈએ.
જો તમારી એક આંખ લક્ષ્ય પર હોય, તો તમારી પાસે તમારો રસ્તો શોધવા માટે એક જ આંખ હશે. જે જીવનમાંથી પસાર થવાની એક કાર્યક્ષમ રીત નથી.
લોકો અહીં યુઝ કરવા માટે નથી. લોકો અહીં પ્રેમ કરવા માટે અને પ્રેમ વહેંચવા માટે છે. વસ્તુઓ વાપરવા માટે હોય છે - લોકો નહિ.
એક માણસ તરીકે, તારાઓ અને ગ્રહોએ તમારો જીવનનો અનુભવ નક્કી ન કરવો જોઈએ. બસ તમારે જ તમારો આંતરિક અનુભવ નક્કી કરવો જોઈએ.
જો તમે જાગરૂક રીતે પ્રતિસાદ આપો, તો જે તમે ઈચ્છો છો તે થશે. જો તમે વિવશ રીતે પ્રતિક્રિયા આપો, તો જે બીજા ઈચ્છે છે તે થશે.
જો તમારા જીવનમાં કડવા અનુભવો થાય, તો તમારી પાસે આ પસંદગી રહેલી છે - તમે કાં તો સમજુ બની શકો, કાં તો પીડિત બની શકો.
ઉપર ઊઠો અને ચમકો. જ્યારે તમે આનંદિત અને ઉલ્લાસપૂર્ણ હોવ છો, ત્યારે લોકો આપમેળે તમારી સાથે પ્રેમમાં પડે છે.
યોગ ઊર્જાના એક સતત અને અખૂટ સ્ત્રોત સાથે પોતાને જોડવા વિષે છે.
માન્યતા બસ એક માનસિક શરાબ છે. શરાબ તમારા શરીર પર કામ કરે છે; માન્યતા તમારા મન પર કામ કરે છે.
મન એક ભયંકર માલિક છે, પણ એક શાનદાર નોકર છે. તમારે તેને તે રીતે જ રાખવું જોઈએ.
ભક્તિનો અર્થ પૂજા એવો નથી. ભક્તિનો અર્થ છે પોતાનાથી ખાલી થવું.
માતૃત્વની સુંદરતા જન્મ આપવામાં નથી, પણ બીજા જીવનને તમારા એક ભાગ તરીકે સમાવવાની ઈચ્છુકતામાં છે.