Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
પ્રેમ કોઈ વ્યવહાર નથી. તે તમારી ભાવનાઓનો ઉલ્લાસ અને ભાવનાઓની મીઠાશ છે.
બીજા લોકો જે કરી રહ્યા છે તે કરવાની કોઈ જરૂર નથી. તમારે તે જ કરવું જોઈએ જે તમારા માટે ખરેખર મહત્વનું છે.
તમે જેને સર્વોચ્ચ તરીકે જુઓ છો, તેની ખોજ કરો. આવી દ્રષ્ટિ સાથે જીવવું તેના પોતાનામાં ઉપર ઉઠાવે તેવી, મુક્ત કરે તેવી અને આનંદિત પ્રક્રિયા છે.
આધ્યાત્મિક પ્રક્રિયાની પહેલી મૂળભૂત વસ્તુ એ છે કે તમે બધી માન્યતાઓને છોડી દો છો.
જો તમે એ જોશો કે અણુથી લઈને બ્રહ્માંડ સુધી લગભગ બધું જ તમારી સમજથી પરે છે, તો તમે સ્વાભાવિક રીતે નમન કરશો અને હળવાશથી ચાલશો.
એકવાર તમારા સંબંધો તમારો આનંદ વહેંચવા વિષે હોય, કોઈકમાંથી આનંદ નીચોડવા વિષે નહિ, તો તમારે બધા સાથે શાનદાર સંબંધો હશે.
ખુલ્લા હોવાનો મતલબ છે કોઈ નિષ્કર્ષ નહિ - બસ બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી.
શાંતિ આપણી આંતરિક સ્થિતિનું એક સ્વાભાવિક પરિણામ છે.
જ્યારે તમે પોતાનાથી વધારે પડતા ભરેલા હોવ ત્યારે તમે ગ્રહણશીલ ન હોઈ શકો. તમે જેટલા ઓછા હોવ, તેટલું તમે વધારે ગ્રહણ કરો છો. તમે જેટલા વધારે હોવ, તેટલું તમે ઓછું ગ્રહણ કરો છો.
અંદરની તરફ વળવું એ એક યાત્રા નથી. ત્યાં કોઈ અંતર જ નથી.
આત્મજ્ઞાનનું બીજ બધામાં રહેલું છે. આત્મજ્ઞાન એક સાક્ષાત્કાર છે.
જે પણ તમે અજાગરૂક રીતે કરો છો, તે તમે જાગરૂક રીતે પણ કરી શકો છો, અને તે બહુ મોટો ફર્ક લાવે છે.