FILTERS:
SORT BY:
કુશળતા કોઈ બીજા કરતા વધુ સારા હોવા વિષે નથી. તેનો અર્થ છે પૂરી સહજતા સાથે તમારી શ્રેષ્ઠ ક્ષમતાએ કામ કરવું.
આનંદ એક સ્વાભાવિક ઘટના છે. દુઃખ તમારું બનાવેલું છે.
જો તમે પૂરતું ધ્યાન આપો, તો અસ્તિત્વમાં બધું જ શાનદાર છે; બધું જ દિવ્યતાનો એક દરવાજો છે.
નેતૃત્વ ભાષણો કે વચનો વિષે નથી - તે રાષ્ટ્રના નિર્માણ વિષે છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિના, આજે આપણે જેને ભારત તરીખે ઓળખીએ છીએ તે હોત જ નહિ.
આ દિવાળી ખાલી આપણી આસપાસના પ્રકાશની ઉજવણી જ નહિ પણ પરમ સ્પષ્ટતા એટલે કે આત્મપ્રકાશ તરફના એક પગલાંની ઉજવણી બને તેવી કામના. પ્રેમ અને આશીર્વાદ,
જીવન એક પ્રક્રિયા છે, એક સમસ્યા નહિ. સવાલ બસ એ જ છે કે તમે પોતાને આ પ્રક્રિયા માટે તૈયાર કર્યા છે કે નહિ.
તમે જેવું બીજા ઈચ્છે છે તેવું હોવા માટે સમર્પિત ન હોવા જોઈએ. તમે જે રીતે હોવા માંગો છો તેવા હોવા માટે સમર્પિત હોવા જોઈએ.
આપણું જીવન એટલે સુંદર નથી બનતું કેમ કે આપણે પરફેક્ટ છીએ. આપણું જીવન એટલે સુંદર બને છે કેમ કે આપણે જે કરીએ તે દિલથી કરીએ છીએ.
એકવાર તમે પસંદ, નાપસંદ અને વિવશ આદતોની ઘરેડમાં ફસાઈ જાઓ, પછી તમે માણસ હોવાની મૂળભૂત સ્વતંત્રતાને ગુમાવી દીધી છે.
યોગ્યતા તમને ખાલી પ્રવેશ આપે છે. છેવટે તે તમારી આવડત છે જે ખરેખર કામ આવે છે.
તમે પ્રેમમાં ઊંચે ચડી ન શકો, તમે પ્રેમમાં ઉડી ન શકો, તમે પ્રેમમાં ઉભા ન રહી શકો - તમે પ્રેમમાં ખાલી પડી જ શકો. જો તમારે ભાવનાઓના જાદુને જાણવો હોય, તો તમારામાંથી કૈક પડવું જોઈએ.