FILTERS:
SORT BY:
એક ઈરાદો રાખવાથી વસ્તુઓ થઈ નહિ જાય. તેનાથી ખાલી દિશા નક્કી થશે. તમારે હજુ યાત્રા તો કરવી જ પડશે.
કોઈપણ સંબંધ સંપૂર્ણ નથી હોતો – તે હંમેશા પરિવર્તનશીલ હોય છે. તમારે તેને દરરોજ સારી રીતે નિભાવવો પડે છે.
ખાલી પૈસા કમાવા વિષે ન વિચારો - સારી રીતે જીવવા વિષે વિચારો. સારી રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે જે તમારા માટે ખરેખર મહત્ત્વનું છે તે કરવું.
જ્યારે તમે તમારી અંદર આનંદિત હોવ, ત્યારે તમારા કાર્યો સ્વાભાવિક રીતે બીજાની સંભાળ લેનાર, સૌમ્ય અને ઉદાર બની જાય છે.
જીવનના બાહ્ય પરિમાણો તમને સુખ સુગવડ આપી શકે. બસ અંદરનું પરિમાણ જ તૃપ્તિ લાવી શકે.
તમે જેવા છો તે તમારું બનાવેલું છે. એકવાર તમને આ સમજાય જાય, તો ઓછામાં ઓછું તમારે પોતાની જાતને તમને પોતાને ગમે તેવી બનાવવી જોઈએ.
બાળકોએ જ્ઞાતિ, સંપ્રદાય કે વર્ગના ચોકઠામાં ફિટ થવાની જરૂર નથી. તેમણે તેમના પોતાના સ્વભાવમાં ખીલવાનું છે.
જો તમે ભૂતકાળના અનુભવોને તમારા ભવિષ્ય પર હાવી થવા દો, તો તમે એ સુનિશ્ચિત કરશો કે ભવિષ્ય જેવું કંઈ રહે જ નહિ - બસ ભૂતકાળ જ ફરી ફરીને સામે આવતો રહે.
ડર, ગુસ્સો, દુઃખ, હતાશા, અને નિરાશા બધા એવા મનની ઉપજ છે જેનો હવાલો તમે તમારા હાથમાં નથી લીધો.
જો તમે તમારા પોતાના સ્વભાવથી જ આનંદિત હોવ, તો તમે તમારાથી બને તેટલું શ્રેષ્ઠ કરશો, અને બસ તે જ મહત્ત્વનું છે.
તમારી આસપાસના લોકો માટે તમે જે સૌથી મોટું યોગદાન આપી શકો તે છે એક શાનદાર માણસ બનવું.
કુશળતા કોઈ બીજા કરતા વધુ સારા હોવા વિષે નથી. તેનો અર્થ છે પૂરી સહજતા સાથે તમારી શ્રેષ્ઠ ક્ષમતાએ કામ કરવું.