ઘણીવાર, ભારતીય સંસ્કૃતિની ઘણી પ્રણાલીઓ પાછળ અંધશ્રદ્ધાનું લેબલ ચોંટાડી દેવામાં આવે છે, પણ આ પ્રણાલી પાછળ ગુઢ તાર્કિક બાબતો જોડાયેલી હોય છે. આ પોસ્ટ ઉપરાંત યોગી અને રહસ્યમયવાદી સદગુરુ દ્વારા વિવિધ લેખો લખાયેલા છે. જેમાં તેઓ સમજાવે છે કે, કેવી રીતે ભારત અને આપણી સંસ્કૃતિના રિવાજો હંમેશા આધ્યાત્મની શોધ કરતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

 

સદગુરુ: દરેક લોકો માટે પોતાની સંસ્કૃતિ પ્રાદેશિક કારણોસર અને ભાવનાત્મક રીતે મૂલ્યવાન હોય છે. પણ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વના પાસામાં, વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે  જીવ(માનવ)ની મુક્તિ અને સુખાકાર માટે છે. કોઈ અન્ય સંસ્કૃતિએ મનુષ્યના ઉદ્ધાર માટે આટલું ઊંડાણ અને સમજણ સાથે જોવામાં નથી મળતી. જે રીતે ભારતીય સંસ્કૃતિમાં માનવ કલ્યાણ માટે, જે રીતો વિકસાવવા માટે વિજ્ઞાન પદ્ધતિનો સહારો લીધો છે, તે અન્ય કોઈ સંસ્કૃતિમાં આવરી લેવામાં આવ્યો નથી. અમને ખ્યાલ છે, તમે અમુક ચોક્કસ રીવાજો પાળો છો. જે એક જીવ સાથે થશે. આને સ્પષ્ટતાપૂર્વક મુકવા માટે હું કહીશ કે, અમારી પાસે એક પ્રબુદ્ધ થવાની પદ્ધતિના રૂપમાં તકનીક છે.

ભારતીય સંસ્કૃતિ વિશે

આ લેખમાં, સદગુરુ ઐતિહાસિક સંદર્ભ અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને સાંપ્રત સમયની સાથે સુસંગત કરી. તેમના જ્ઞાન અને સમજશક્તિના આધારે રજૂઆત કરે છે.

ભારતીય સંસ્કૃતિ – અનેકતામાં એકતા

ભારતીય સંસ્કૃતિ અત્યંત જટિલ છે. સમજમાં ન આવે તેવી અંધાધૂંધી સાથે ફેલાયેલી લાગે. પણ આ અવાસ્તવિક અરાજકતાના પાછળ ઘણાં વૈજ્ઞાનિક કારણો, સમજ અને હજારો વર્ષો જૂની આત્મસુઝ છુપાયેલી છે. 

વર્ણ વ્યવસ્થા

ભારતમાં વર્ણ વ્યવસ્થા આજે જે દેખાય છે, તે બિનજરૂરી, અયોગ્ય અને અનૌપચારિક છે. શા માટે વ્યક્તિને તેના જન્મ અથવા તેના વ્યવસાયના આધારે વહેચવો? પણ આ સદા કાળથી ચાલતુ નથી આવતું. સદગુરુ જુએ છે કે શા માટે વર્ણ વ્યવસ્થાની રચના કરવામાં આવી હતી. આ સાથે તેઓ શોધે છે કે વર્ણ વ્યવસ્થા પ્રણાલીને નાબૂદ કરવાથી તેની સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યાઓનો ઉકેલ આવશે.

યુવાનો અને ભારતીય સંસ્કૃતિ

લાંબા સમયથી ફરિયાદ ચાલી રહી છે કે, ભારતીય યુવાઓ અમેરિકન અને યુરોપીયન સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે. ભારત અર્થતંત્ર, ભોજન, સંસ્કૃતિ સાથે વૈશ્વિક પર્યાવરણના સંદર્ભે ઝડપથી વિકાસ કરી રહ્યુ છે. ઉપરાંત આપણા યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને  ભારતની સમૃદ્ધિ ભૂલવી જોઈએ નહીં?

પવિત્ર સ્થાનો

મંદિરો શા માટે બાંધવામાં આવ્યા?

ભારત મંદિરોનો દેશ છે. સદગુરુ જુએ છે કે, કેવી રીતે સહસ્ત્રાબ્દીથી મંદિરો માનવ ચેતનાને જાગ્રત કરવાના સાધન તરીકે કામ કરી રહ્યાં છે, અને તેના સર્જન પાછળના વિજ્ઞાનની પણ શોધ કરે છે.

 પ્રાણપ્રતિષ્ઠા શું છે?

સદગુરુ પ્રાણપ્રતિષ્ઠાની પ્રકૃતિ અંગે વર્ણન કરતા કહે છે કે, આ જીવન-પરિવર્તન વિજ્ઞાનને માનવતા માટે પ્રાસંગિક બનાવે છે.

સ્થાપત્ય અને આધ્યાત્મિકતા

સદગુરુ ભૂમિતિ અને સ્થાપત્યની પ્રકૃતિની શોધ અને વર્ણન કરે છે, અને ઇશા યોગ કેન્દ્રમાં ખાસ કરીને ધ્યાનાલિંગ ગુંબજ અંગે સ્પષ્ટા કરે છે.

હિન્દુ જીવનમાં મુર્તિઓ

મૂર્તિઓ હિન્દુ જીવનશૈલી અને પૂજાનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. સદગુરુ જુએ છે કે, આ ફક્ત દેવી દેવતાઓનું આકૃતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક રીતે એક શક્તિશાળી ઊર્જાનું કેન્દ્રો છે.

જ્યોતિર્લિંગ – એક અદભૂત  સુખાકાર પ્રાપ્ત કરવાનું સ્થળ

સદગુરુ, આપણી સુખ શાંતિ માટે 12 જ્યોતિર્લિંગ અને તેમના સ્થાનકોનું મહત્વ સમજાવે છે.

કેદારનાથ મંદિર- આધ્યાત્મિકતાનું અદભૂત સ્વરૂપ

દેશના બાર જ્યોતિર્લિંગ પૈકીનું મહત્ત્વનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિર છે. જે સનાતન કાળ એટલે કે હજારો વર્ષોથી યોગીઓ અને રહસ્યવાદીઓ માટે  ઊર્જા સક્રિય કરવાનું સ્થાન બન્યું છે.

બદ્રીનાથ મંદિર – પ્રસિદ્ધિ અને ઐતિહાસિક

બદ્રીનાથ મંદિરની પ્રચલિત દંતકથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ શિવ અને પાર્વતીને કેવી રીતે છેતર્યા હતા. સાથે આદિ શંકરાચાર્યે એક હજાર વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરી હતી. તેની વિગતો પુરાણોમાં અંકિત છે.

ચિદમ્બરમ મંદિરનું નિર્માણ કેમ અને કેવી રીતે થયું

સદગુરુ, ચિદમ્બરમ મંદિરનું નિર્માણ કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યું. સાથે આધુનિક યોગના પિતા, પતંજલીનો અને આ મંદિરના સંબધ અંગે વાત કરે છે.

કૈલાશ પર્વત- મહાન રહસ્યમય ઉર્જાનો અપાર સ્ત્રોત

સદગુરુ કૈલાશ પર્વત વિશે કહે છે, કે રહસ્યમય જ્ઞાનનો મહાન સ્ત્રોત છે.

મુક્તિદાયીની કાશી નગરી

કાશી, અને વારાણસીને ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક વિકાસના સ્થાન તરીકે ઓળખાય છે.  માટે એક અસાધારણ સ્થાન ગણાવામાં આવ્યું હતું. સદગુરુ અમુક માન્યતા અને વિધિઓ પાછળનું વિજ્ઞાન જુએ છે.

શું મહિલાઓ પુજારી થઈ શકે?

ભારતમાં મોટાભાગના મંદિરોની પુજાની સાથે સામાન્ય વહિવટ કામગીરી પુજારીઓ દ્વારા થાય છે. પુજારણ દ્વારા નહી. આ પૂર્વાગ્રહ છે કે વિજ્ઞાન ? સદગુરુ જવાબ છે.

રોજિંદા જીવનનું વિજ્ઞાન

સાચી દિશામાં ઊંઘો

તમારા વડિલોની મજાક ઉડાવી હશે, જ્યારે તેઓ માથુ ઉત્તરમાં રાખીને ન ઊંઘવું અથવા અન્ય બાબતો પર, પણ તેઓ કદાચ તમને અમુક બાબતોથી અવગત કરાવવા માંગતા હશે.

મુદ્રાઓ પાછળનું વિજ્ઞાન

સદગુરુ મુદ્રાઓના વિજ્ઞાન અંગે કહે છે કે, માનવના હાથની ક્ષમતાને " નિયંત્રણ પેનલ" તરીકે કામ કરે છે.

નમસ્કારનો અર્થ શું છે?

ભારતીય સંસ્કૃતિમાં શુભકામન પાઠવવા માટે નમસ્કાર કે નમસ્તેની એક રીત છે. સદગુરુ આ મુદ્રા પાછળનું વિજ્ઞાન અને મહત્વ સમજાવે છે.

જ્યોતિષ વિદ્યા સાર્થક છે?

સંશયવાદીઓ કહે છે ના અને  વિશ્વાસ કરનારા હા કહે છે. પરંતુ ખરેખર જ્યોતિષવિદ્યા કામ કરે છે? સદગુરુ જુવે છે કે, વૈદિક જ્યોતિષવિદ્યામાં તારાઓ અને ગ્રહો આપણા જીવન પર પ્રભાવ પાડી શકે છે કે નહીં.

ભારતીય શાસ્ત્રીય સંગીત - વિજ્ઞાન અને મહત્ત્વ

આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિજ્ઞાન અને તેની અસરને જોઈ શકીએ છીએ, સદગુરુ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત પંડિત જસરાજ સાથે મુલાકાત કરી.

દિપનું મહત્ત્વ

સદગુરુના કહેવા પ્રમાણે દિપ કે દિવા એ માત્ર દિવા નથી. તે સૌમ્ય દેખાતા તેલના દીવા અત્યંત મહત્ત્વના છે. તેનો ઉપયોગ પ્રકાશ અને સૌંદર્ય જોવા કરાય છે. તમે આ પ્રકાશથી તમારા ઘરમાં હકારાત્મકત ઊર્જાને કેવી રીતે બનાવી શકો, તે અંગે કહે છે.

ભા-ર-ત!

ભારત નામની શક્તિ

સદગુરુ અને કિરણ બેદી "ભારત"ના નામ અને અર્થનું અન્વેષણ કરે છે, અને માત્ર ભારતના પ્રથમ સમ્રાટ પરથી નામ નથી ઉતરી આવ્યું. પરંતુ અસ્તિત્વના સૂરો સાથે આપણી લય શોધવા માટે એક વૈજ્ઞાનિક સાધન છે.

ભારત એક લયબદ્ધ રાષ્ટ્ર

સદગુરુ અને કિરણ બેદીએ રાષ્ટ્રને સફળ બનાવવા અંગેની ચર્ચા ચાલુ રાખે છે અને ભારતનો ભવ્ય ઈતિહાસ પાછો લાવવા શું કરવું જોઈએ. તેની ચર્ચા કરે છે.

હિન્દુસ્તાન

સદગુરુ આ પ્રાચીન રાષ્ટ્ર પર એક પ્રસ્તૃતી રજુ કરે છે, જે "સાધકોનું રાષ્ટ્ર છે, જ્યાં સંપત્તિ કે સુખાકારી માટે નહી, પરંતુ મુક્તિ મેળવવાની લોકોની કામના હોય છે."

ભારત નિર્માણ

2 જી, કોલ, આઇપીએલ અને છેલ્લા અમુક વર્ષોમાં વિવિધ કૌભાંડો સામે આવ્યાં છે. સદગુરુ દેખે છે કે, ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા શું કરવું જરૂરી છે. 

રહસ્યવાદી ભારત

ભગવાન તમારી અંદર છે!

ભગવાન તમારા જીન્સમાં (ડિએનએ) છે! સદગુરુ કહે છે કે, ભારતીય  સંસ્કૃતિમાં ગોત્ર અને કુલ પદ્ધતિ પાછળ વિજ્ઞાન છે, જેમાં આનુવંશિક ઊંડી સમજણ દર્શાવવામાં આવી છે.

બ્રહ્મચર્યનું મહત્વ શું છે?

બ્રહ્મચર્ય કાયમથી આધ્યાત્મિક પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે. સદગુરુ બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી વિશે કહે છે.

કુંભ મેળા – એક મહાન મેળાવડો

સદગુરુ કુંભ મેળા પાછળના વિજ્ઞાન અને મહત્વને જુએ છે, જે દુનિયામાં સૌથી મોટો મેળો છે. જ્યાં લાખો લોકો એક સ્થાને ભેગા થાય છે.

વિભૂતિ – ક્યાં અને કેવી રીતે લગાવીએ

વિભૂતિ, પવિત્ર રાખ હોય છે, આધ્યાત્મની શોધ કરનાર વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. સદગુરુ વિભૂતિ તૈયાર કરવાની રીત બતાવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને શરીર પર તેને ક્યાં ભાગ પર લગાવવી જોઈએ તે જણાવે છે.

રુદ્રાક્ષ- જેવા વિશે તમારે જાણવું જરૂરી છે

એક રુદ્રાક્ષ એલિગોર્પસ ગૅનિટરસ વૃક્ષનું બીજ છે. જે આધ્યાત્મિક અને સંયમી જીવન જીવતા લોકો માટે તેનું વિશેષ મહત્ત્વ અને ભૂમિકા હોય છે. સદગુરુ રુદ્રાક્ષના વિવિધ પ્રકારો અને તેમના લાભો અંગે જણાવે છે. જેમાં પંચમુખી અને એક મુખીનો સમાવેશ થાય છે.

 

સાપ અને રહસ્યવાદ

સદગુરુ રહસ્યવાદ અને સાપ વચ્ચે સબંધ અંગે વાત કરે છે, અને કહે છે. આ રહસ્યમય જીવ છે જે અનંત શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે.

સાધુઓ, સંતો અને યોગીઓ વચ્ચે તફાવત શું છે?

સદગુરુ સાધુઓ, સંતો અને યોગીઓ વચ્ચેના તફાવત પર પ્રશ્નનો જવાબ આપે છે, અને જ્યાં આ બધામાં જ્ઞાન સમાય છે.

કલી યુગ – ક્યારે મહાવિનાશ થશે અને તે પછી શું?

સદગુરુ ચાર યુગ (સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલીયુગ) ના વિજ્ઞાન અંગે સમજાવે છે, અને 70 વર્ષોમાં કલી યુગની સમયરેખા અને માનવ ચેતનામાં આવતા બદલાવની ગણતરી કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો

ત્યોહારોનું મહત્ત્વ

તહેવારો ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. સદગુરુ સમજાવે છે કે, કેવી રીતે તહેવારોની ઉજવણી જીવનના ગહન પાસાઓને ઉજાગર કરી શકે છે.

મકર સંક્રાતિનું મહત્ત્વ

આપણે મકર સંક્રાતિ તહેવારનું મહત્વ જોઈએ તો, આ દિવસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતા દિવસો લાંબા થાય છે.

પોંગલ ઉત્સવ

સદગુરુ, પોંગલના મહત્વ અંગે કહે છે, કે, તમિળ તારીખીયા પ્રમાણે સદગુરુ, પોંગલનું મહત્વ જુએ છે, જે તમિલ કૅલેન્ડરમાં થાઇના મહિનામાં ઉજવાય છે.

મહાશિવરાત્રી કેમ મનાવાય છે?

મહાશિવરાત્રી ભારતમાં એક મહત્ત્વનો તહેવાર છે. સદગુરુ સમજાવે છે, એક પથ્થર( શીવલિંગ)  કેવી રીતે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પેદા કરી શકે તે જુએ છે.

સદગુરુ દ્વારા તમિળ નવા વર્ષનો સંદેશ

સદગુરુ તમિલ લોકોના નવા વર્ષના તહેવારના મહત્વ અંગે વાત કરે છે, આપણે જે ખોરાક  લઈએ છીએ તે આ પૃથ્વી પર ઉગે છે અને તેની સાથે જોડાયેલા રહીએ છીએ.

સદગુરુનો ઉગાદી સંદેશ

સદગુરુ આપણેને એક ખાસ ઉગાદી સંદેશ આપે છે, નવા વર્ષ પાછળનું વિજ્ઞાન પ્રગટ કરે છે.

શ્રી રામ નવમીઃ સ્વ પર ગર્વ કરવાનો તહેવાર

સદગુરુ જુએ છે કે શા માટે સમગ્ર ભારતમાં રામની પૂજા કરવામાં આવે છે, અને તેમના જીવનથી આપણે શું શીખવું જોઈએ.

ગુરુ પૂર્ણિમા

અષાઢ મહિનામાં (જૂન-જુલાઇ) પૂનમએ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે, આ તહેવાર આદિ ગુરુ અથવા પ્રથમ ગુરુ, શિવ અથવા સપ્તત્રુષીઓના યોગ અને તેમના પ્રથમ સાત શિષ્યોની યાદમાં આ તહેવારની મનાવાય છે.

મહાઅમાવસ્યા અથવા પિતૃપક્ષનું મહત્ત્વ

આપણી સંસ્કૃતિમાં મહાઅમાવસ્યા અથવા પિતૃપક્ષ મહત્ત્વ ઘણું છે. આ દિવસે આપણે આપણા પૂર્વજોને માન આપી તેમના પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ. સદગુરુ આ વિધિઓ પાછળનું વિજ્ઞાન સમજાવે છે.

 

દશેરા - શા માટે આપણે ઉજવીએ છીએ?

ભારતીય પરંપરા પ્રમાણે દશેરા અથવા વિજયાદશમી સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ અંગે સદગુરુ સમજાવે છે કે, આ દશ દિવસોમાં દરેક દિવસ ખાસ છે. કેવી રીતે આપણે જીવનમાં સફળતા અને વિજય મેળવી શકીએ. ધર્મનો અર્ધમ પર વિજયનો તહેવાર એટલે વિજયાદશમી.

આયુધા પૂજાનું મહત્ત્વ શું છે?

ભારતીય પરંપરા પ્રમાણે આપણા અસ્ત્ર અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. જેને આયુધા પૂજા કહેવામાં આવે છે. આપણા જીવનમાં ભક્તિ અને આદરની ભાવના લાવવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..

નરક ચતુર્થી – અનિષ્ટનો નાશ કરવો

નરક ચતુર્દશીની પાછળ સદગુર દંતકથા કહે છે, જ્યારે કૃષ્ણે નરકા નામના રાક્ષસનું વધ કર્યું હતું. આ તહેવાર અંગે તેઓ કહે છે કે, આજે પણ આ દંતકથા પ્રાસંગીક છે.

દિવાળી – પ્રકાશ અને અંતર ઉજાસનો પર્વ

સદગુરુ કહે છે કે, દિવાળી, પ્રકાશનો તહેવાર, નકારાત્મક અંધકારને દૂર કરી સકારાત્મક પ્રકાશ તરફ જવાનો તહેવાર. જીવનનામાં સનાતન પ્રકાશ કેવી રીતે લાવીએ.

કાર્તિક મહિનાનું મહત્ત્વ

સદગુરુ કાર્તિક મહિનાનું મહત્વ સમજાવે છે અને કહે છે, શા માટે આ મહિને દીવડા આટલા મહત્ત્વના છે.

ભારતીય સંસ્કૃતિ: માનવ જીવના કલ્યાણ માટે જ છે

સદગુરુ: આ આધ્યાત્મિક વિચારો પર શ્રદ્ધા રાખીને કામ કરતી પદ્ધતિ વિશે નથી. મન અને શરીરને સુદ્રઢ બનાવવા ચોક્કસ અને વ્યવસ્થિત પ્રથાઓ કે રીવોજો છે. હું જ્યાં પણ મુસાફરી કરું છું, સાથે જે લોકોને જુદા જુદા જૂથોને હું મળું છું, મેં ઉચ્ચસ્તરના વૈજ્ઞાનિકો, વિદ્વાનો અને ખૂબ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને અન્ય વિવિધ પ્રકારના લોકો સાથે વાતચીત કરી છે, પરંતુ મને હંમેશાં લાગે છે કે, ભારતના લોકો જગતના અન્ય લોકો કરતા વધુ તીવ્ર અને કુશળ છે. દેશ સહેલાઈથી ટેકનોલોજીમાં હરણ ફાળ ભરી રહ્યો છે. જ્યારે દરેક વ્યક્તિમાં સંઘર્ષ  છે. કારણ કે સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા બુદ્ધિને ચોક્કસ રીતે ધારદાર કરે છે. આ સિદ્ધાંત ભૂતકાળમાં ખૂબ જ ભવ્યતા અને હોશિયારીથી પ્રસ્તુત કરવામા આવ્યો હતો. પણ બસો વર્ષની ગરીબીને કારણે, તે સમય સાથે ખોવાઈ ગયું છે. દરેક પેઢીને તેને ફરી આકારમાં લાવવા માટે મુક્તિ અને કલ્યાણ માટે અસરકારક સાધન બની રહે.

કોઈ અન્ય સંસ્કૃતિએ આટલો ગહન અને તાર્કિક બાબતો અને વિજ્ઞાનીક પદ્ધતિઓનો સ્વીકાર કર્યો છે.

શ્ચાત્ય સમાજ રાજકીય બાબતે સ્વતંત્રતા અને મુક્તિની વાત કરે છે. પણ મુક્તિએ આપણું મૂળભૂત મૂલ્ય છે. આપણી સંસ્કૃતિનું મહત્વ એ છે કે, દરેક રીતે, આપણે પોતાની જાતને મુક્તિ માટે પોતાને પ્રેરીત કરીએ છીએ. આથી દેશવાસીઓનો એકમાત્ર ધ્યેય મુક્તિ છે. પશ્ચિમના લોકો શારીરિક અને સામાજિક વાતાવરણની સ્વતંત્રતાની વાત કરે છે, પણ વાસ્તવિક જીવન સંદર્ભમાં, ત્યાં કોઈજાતની સ્વતંત્રતા નથી. કેમ કે, ત્યાં ભગવાન નક્કી કરશે. અહીં, ભગવાન કંઈપણ નક્કી નથી કરતો. આપણે કહીએ છીએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે કર્મ આધારીત છે.

આનો અર્થ એ કે થાય કે, જે કાંઈ થયું તે તમારા કારણ થયું છે. તમે તમારા જીવનના નિર્માતા છો. આ બધું આપણે સતત કરીએ છીએ. આ રીતે આપણે યુદ્ધમાં હાર કે જીત મળતા આપણે કર્મને પ્રાધાન્ય આપીએ છીએ. અન્યથા જ્યારે તમે કહો છો, "તમારું જીવન તમારું કર્મ છે," અમે કહી રહ્યાં છીએ ત્યારે તમારા જીવનના તમે નિર્માતા છો. કોઈ ભગવાન તેના પર અસર કરતો નથી. અને તમારા જીવનનો અંતિમ ધ્યેય, સ્વતંત્રતા છે - પૂર્વગ્રહ, ભય અને મૃત્યુના ભયથી દૂર શુદ્ધ સ્વતંત્રતા પામવી છે.

તમે તમારા પરિવારના મુક્તિ માટે કામના કરો છો, તો તમારે તે રીતે કામ કરવું પડશે. જો તમારા માટે જરૂર નથી, તો તમે સીધા જ કામ કરતા રહો. પણ આ સંસ્કૃતિમાં એકવાર જન્મયા પછી જ મુક્તિ જ એકમાત્ર લક્ષ્ય છે. આ રીતે આ સંસ્કૃતિના દરેક પાસા સરળ વાતની સાથે વ્યવસ્થીત રીતે ગોઠવાયેલા  હતા. તમે તમારી અંતિમ સ્વતંત્રતા તરફ આગળ વધવા માંગતા હોવ તો તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ?

ભારતીય સંસ્કૃતિ: વ્યૂહાત્મક રીતે રચાયેલું છે

ઉદાહરણ તરીકે, જે લોકો અમારી ઇશા વિદ્યા શાળાઓમાં પ્રથમ વખત પ્રવેશ મેળવે છે. ત્યારે તેઓ  બાળકોને જમીન પર બેસે છે. આ રીતે ફર્નિચરના પૈસા બચાવવા માટે નથી. પલંઠી વાળને બાળક જમીન પર બેસે છે ત્યારે તેને, શરીર વિજ્ઞાન અને તમારા મન વિકાસના પુષ્કળ લાભો મળે છે. આવી રીતે જ, જીવનના દરેક પાસાને ખૂબ જ વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવે છે.

આ કારણે સંસ્કૃતિનું સંવર્ધન થવું જોઈએ - કારણ કે આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા છે માટે નહી. પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે માટે. આ પ્રકારના જટિલ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમને મુક્તિ તરફ લઈ જતા માર્ગને સ્થાપિત કરવા માટે હજારો વર્ષનો સમય લાગ્યો છે. શું તમે બેઠા હોવ કે, ઊભા હોવ તો શું, તમારુ ભલુ આપોઆપ થઈ જાય છે. સંગીત, નૃત્ય આ બધું તમને મુક્ત કરવાની દિશામાં ઉન્મુખ છે. શાસ્ત્રીય સંગીત અથવા નૃત્યમાં ઊંડે ઉતરનારા લોકો કુદરતી રીતે આધ્યાત્મિક તરફ ચાલ્યા જાય છે અને અન્ય કોઈ માર્ગ પણ નથી.

તે અત્યંત અગત્યની વાત છે કે, જો તમે તમારી સંસ્કૃતિનો નાશ કરશો. તો ગ્રહ પર કોઈપણ પ્રકારની આધ્યાત્મિકતા રહેશે નહીં.

આપણે આપણી જાતને એક રાષ્ટ્ર તરીકે જોતા હોઈએ છીએ, પણ આપણા ત્યાં દર 50 કે 100 કિલોમીટરના અંતરે ભાષા, ભોજન, પહેરવેશ, સંગીત અને નૃત્ય બધુ બદલાય છે. આ દેશના લોકોમાં વિવિધતા છે, પણ આ વિવિધતાને એક તાંતણે દેશની સંસ્કૃતિએ બાંધ્યાં છે. ભારતની આ સંસ્કૃતિ શું છે, જેને પ્રમાણીત કરી શકાતી નથી.

તમે દુનિયામાં કોઈ પણ ખુણામાં જાઓ છો, જો તમે કોઈ ભારતીય ત્યાં જુઓ છો, તે જે રીતે વર્તે તે રીતે તમે પણ વર્તો છો. કારણ કે તમને ખ્યાલ છે કે તે, એક ભારતીય છે! માટે અત્યંત અગત્યનું છે કે તમે જો, સંસ્કૃતિનો નાશ કરશો તો, આ ગ્રહ પર કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા રહેશે નહીં. વિશ્વમાં લોકો હશે. પણ સાંસ્કૃતિમાં  કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા નહીં હોય. આ એક એવી સંસ્કૃતિ છે જ્યાં પ્રત્યેક મનુષ્યની અંતિમ ઈચ્છા મુક્તિની હોય છે.

ભારતીય સંસ્કૃતિ: નમ્રતા સાથે નિયંત્રણ

ભૂતકાળના પ્રબુદ્ધ લોકો દ્વારા સંસ્કૃતિમાં એક ચોક્કસ નિયંત્રણ અને નમ્રતાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કારણ કે, ખાતરી કરવામાં આવી હતી કે, દિવ્યતાના નામનો ક્યારેય દૂરુપયોગ ન થાય. વ્યક્તિગત લોકો ઘણી બધી વસ્તુઓનો દૂરુપયોગ કર્યો છે. પરંતુ તેઓને ક્યારે પણ દિવ્ય મંજૂરી દ્વારા ક્યારેય સશક્ત કરવામાં આવ્યા નથી. આ કારણે, ચોક્કસ સૌમ્યતા નજર આવી છે. પરંતુ જ્યારે આ નમ્રતાને બહારના લોકો દ્વારા નબળાઈ ગણવામાં આવી, ત્યારે સંસ્કૃતિએ તેની કિંમત ચૂકવી, અને તેનું શોષણ કરવામાં આવ્યું.

હવે દુનિયાને લશ્કરી સત્તાથી આર્થિક સત્તા તરફ ખસેડવામાં આવી છે, આ સંસ્કૃતિ પોતે છે આ સાંસ્કૃતિની તાકાતને પુન: સ્થાપિત કરવા માટેનો સમય આવી ગયો છે. જો આ સંસ્કૃતિનું મૂળભૂત ધ્યાન, જે દરેક વસ્તુથી પોતાને છોડાવવાના કાર્ય પર છે, તે પાછો ફર્યો છે, અને દરેક તે માટે શારીરિક અને બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાનો છે, લોકો સહેલાઈથી કામ કરી શકે છે. આજે ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાનું સૌથી મહત્વપૂર્ણ છે

મનુષ્યમાં પ્રવેશ કરવો પડે છે. પણ એકવાર વ્યક્તિ પોતાની મુક્તિની માંગ કરે છે. ત્યારે તેના માટે બીજું કશું જ મહત્વનું નથી રહેતું , અને તેના માટે તેનામાં શક્તિ ઉતપન્ન થાય છે.

સંપાદકિય નોંધ: સદગુરુ આ દેશના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જુએ છે, અને શોધે છે કે શા માટે આ સંસ્કૃતિ ગ્રહ પરના દરેક મનુષ્યને અસર કરે છે. ચિત્રો, ગ્રાફિક્સ અને સદગુરુના પ્રેરણાદાયી વચનો સાથે, અહીં ભારત છે પ્રસ્તૃત કરવામાં આવ્યું છે, જેને તમે ક્યારેય જાણ્યું ન હતું!