Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
સ્ત્રી ગુણ જીવનનું એક શક્તિશાળી પરિમાણ છે. સ્ત્રી ગુણની ઊર્જા કે શક્તિ વિના, અસ્તિત્વમાં કોઈ જ વસ્તુ હોય ન શકે.
નવરાત્રિ પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ છે ઉજવણીની ભાવના. જીવનનું રહસ્ય આ છે: ગંભીર થયા વિના પૂરેપૂરી રીતે ભાગ લેવો.
ધરતી પર અડગ રીતે ઊભું રહેવું અને છતાં પણ હાથ લંબાવીને આકાશને સ્પર્શવું એ જ આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર છે.
ભલે તે સહેલું હોય કે અઘરું - તમે જ્યાં જવા માંગો છો તેના પરથી ક્યારેય ધ્યાન ભટકવા ન દો.
માણસ હોવાનો મતલબ છે કહેવાતા પ્રકૃતિના નિયમોથી પરે જવાની ક્ષમતા ધરાવવી અને કૈક એવું કરી બતાવવું જે આપણા કરતાં વિશાળ છે.
તમારા પૂર્વજોને એક સીડી બનાવો, એક જાળ નહિ. મહાલયા અમાસ તે સંભાવનાનું નિર્માણ કરે છે.
કોઈ પણ વ્યક્તિ વિષે ક્યારેય કોઈ અભિપ્રાય ન બનાવો. તેઓ આ ક્ષણે કેવા છે તે જ મહત્ત્વનું છે.
કર્મ ન તો સારા છે, ન તો ખરાબ. તે તમને આ શરીર સાથે જોડી રાખતું ગુંદ છે. જે ક્ષણે તમે તમારા બધા કર્મ ધોઈ નાખો, ત્યારે તમે ચાલ્યા જશો.
આત્મજ્ઞાન પ્રકાશ વિષે નથી - તે પ્રકાશ અને અંધકારથી પરેની એક દ્રષ્ટિ વિષે છે.
ભલે તમને ગમે કે નહિ, જીવન તમારી પાસે બધા પ્રકારનાં સર્કસ, જગલિંગ અને કસરતો કરાવશે. જો તમે તે માટે તૈયાર થયેલા હશો, તો તમે તે આનંદિત રીતે કરી શકશો.
સુખ અને શાંતિના મૂળ ન તો બજારમાં છે અને ન તો જંગલમાં, પણ આપણી અંદર છે.
તમારું બાળક સારી રીતે મોટું થાય તે માટે તમારે અત્યંત બુદ્ધિશાળી હોવાની જરૂર નથી. તમારે બસ આનંદિત, પ્રેમાળ અને પ્રામાણિક હોવાની જરૂર છે.