Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જંગલો, નદીઓ અને પહાડો આપણા કરતા ઘણું મોટું જીવન છે, અને ઘણી રીતે આપણા જીવનના સ્ત્રોત અને પોષણ છે. તેમને સલામત રાખવા માટે આપણે જે કંઈ કરીએ તેમાં થોડી સાવચેતીની જરૂર છે.
માણસ હોવાનો મતલબ છે તમે જેના પણ સંપર્કમાં આવો તેમના માટે જાગરૂક રીતે તમે કરી શકો તેટલું શ્રેષ્ઠ કરવું.
એકવાર તમે એ વિષે જાગરૂક થાઓ કે તમે નશ્વર છો, પછી તમે કોઈ વસ્તુ વિષે બહુ ગંભીર નહિ બનો, પણ બને તેટલી તીવ્રતાથી જીવવા માટે ઉત્સુક બનશો.
દ્વિધા સારી છે - તેનો અર્થ એ છે કે તમે સત્યની ખોજ કરી રહ્યા છો. શંકાશીલ હોવું એક બીમારી છે.
Happiness starts with you – not with your relationships, job, or money.
આપણે જીવન પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ - આપણા વિચારો, ભાવનાઓ, અહંકાર, વિચારધારાઓ કે માન્યતાઓ પ્રત્યે નહિ. કેમ કે જીવન સૌથી વધુ મૂલ્યવાન છે.
હોળી એ સમજવા વિષે છે કે મૂળભૂત રીતે જીવન એક ઉલ્લાસપૂર્ણ પ્રક્રિયા છે. આ દિવસે, હું ઈચ્છું છું કે તમે વધુમાં વધુ જીવંત બનો કેમ કે જીવંત હોવું સૌથી કિંમતી વસ્તુ છે.
માણસો તેમની પોતાની યાદો અને કલ્પનાઓથી પીડાય છે; એટલે કે તેઓ તેનાથી પીડાય છે જેનું અસ્તિત્વ નથી.
જો તમને પ્રેરણા જોઈતી હોય તો એક પુસ્તક વાંચો. પણ જો તમે ખરેખર આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માંગતા હોવ, તો તેનો એકમાત્ર રસ્તો છે અંદરની તરફ વળવું.
માણસોને રૂપાંતરિત કર્યા વિના, દુનિયામાં કોઈ રૂપાંતરણ નહિ થાય.
તમે જેને પણ મળો, તેમની સાથે એ રીતે વાત કરો જાણે કદાચ આ છેલ્લી તક હોય. તે તમારા જીવનને રૂપાંતરિત કરી દેશે.
શિસ્તનો અર્થ નિયંત્રણ નથી થતો. તેનો અર્થ છે જે જરૂરી હોય તે જ કરવાની સમજ હોવી.