Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ હંમેશા એક આફત છે.
માટી બસ ખેતી વિષે નથી; તે જીવન વિષે છે. માટીમાંના સૂક્ષ્મજીવો જીવનનો પાયો છે. જો તેઓ નહિ ખીલે, તો આપણો ખીલવાનો કોઈ રસ્તો નથી.
જે વ્યક્તિ સાચા-ખોટા, ગમા-અણગમાની દુનિયામાં ફસાયેલો છે, તે ક્યારેય પ્રેમના તાણાંવાણાં નહિ જાણે.
બધું એક જ સ્રોતમાંથી આવે છે. તમે ત્યારે જ પૂરેપૂરા સહજ થઈ શકો જ્યારે તમે પોતાને અસ્તિત્વના એક ભાગ તરીકે અનુભવો છો, એક અલગ વ્યક્તિ તરીકે નહિ.
કેટલું કામ કરો છો તે નહિ પણ તમારા અનુભવની ઊંડાઈ જીવનને સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવે છે.
પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ તમે જે છો તેના બે પાસાં છે. જો તમે તેમાંથી એક પાસાં સાથે વધારે પડતા ઓળખાયેલા હશો તો તમે એક અડધું જીવન હશો.
નવી, પડકાર વાળી પરિસ્થિતિઓ સંભાવના છે, સમસ્યા નહિ. સમસ્યા તો ત્યારે હશે જ્યારે તમારી સાથે કંઇ નવું ન થતું હોય.
આપણી કલ્પનાઓ, જીવન ઊર્જાથી સશક્ત થઈને વાસ્તવિકતા તરીકે પ્રગટ થાય છે.
જો તમે તમારા મન, શરીર અને જીવન ઊર્જાઓ પર થોડી વધુ મહારત મેળવી લો, તો તમે તમારા ભાગ્યના વિધાતા બની શકો છો.
એક આગેવાન હોવાનો અર્થ કોઈ પરિસ્થિતિ પર વર્ચસ્વ જમાવવું એવો નથી. તેનો અર્થ છે લોકોને તે કરવા માટે સશક્ત કરવા જે કરી શકવાની તેમણે કલ્પના પણ ન કરી હોય.
તમે જેના પણ સંપર્કમાં હોવ તે બધી વસ્તુઓ - તમારો શ્વાસ, કામ, લોકો, ધરતી અને આ બ્રહ્માંડ - ભક્તિ તે બધા સાથે એક થઈ જવાનો એક રસ્તો છે.
બહાર કોઈ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, તમને અન્ય લોકો અને શક્તિઓના સહયોગની જરૂર પડે છે. એક આંતરિક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, તમને બસ પોતાની જ જરૂર પડે છે.