Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
આપણું શિક્ષણતંત્ર તથ્યોને થોપવામાંથી સત્યની ખોજ તરફ આગળ વધે તે જરૂરી છે.
જો આપણે આપણા પરિવાર, સમાજ, દેશ અને દુનિયામાં સંતુલન જોઈતું હોય તો આપણે વ્યક્તિઓમાં સંતુલન લાવવાની જરૂર છે.
ધ્યાન એક ગુણ છે, એક કાર્ય નહિ.
જીવન કોઈ ઉપયોગ કરવાની વસ્તુ નથી. તે જેવી રીતે છે તે રીતે જ શાનદાર છે.
સાચી કરુણા આપવા કે લેવા વિષે નથી. સાચી કરુણા બસ જે જરૂરી છે તે કરવામાં છે.
જીવન એક એવું રહસ્ય છે જેને માણવાનું છે, સમજવાનું નહિ. નવરાત્રિનો ઉત્સવ આ મૂળભૂત સમજ પર આધારિત છે.
જો તમે જાણતા હોય કે તમારા મનમાં સ્પષ્ટતા કઈ રીતે લાવવી, તો તમે જોશો કે આખું અસ્તિત્વ ખુલ્લું છે.
કંટાળો આ જીવન જે બહ્માંડિય ઘટના છે તેની સાથે સામેલ ન થવાને કારણે આવે છે.
યોગ પરમાનંદનું રસાયણ બનાવવાનો એક રસ્તો છે. એકવાર તમે પોતાના સ્વભાવથી જ પરમ આનંદમાં હોવ, પછી તમે બહારની પરિસ્થિતિઓને સહજ રીતે સાંભળી શકો છો.
જેમ આપણી જીવિત લોકો પ્રત્યે જવાબદારી છે તેમ જ આપણી મરેલા લોકો પ્રત્યે જવાબદારી છે. મૃત્યુ પછીના અમુક મર્યાદિત સમય સુધી મરેલાઓને અસર કરવાની સંભાવના રહેલી હોય છે.
છેવટે તો, તમે કેવા છો તે જ દુનિયામાં પ્રગટ થશે.
જેમણે પોતાને નર્ક જેવા બનાવી દીધા છે તે લોકો સ્વર્ગમાં જવા માંગે છે. જેમણે પોતાને સ્વર્ગ જેવા બનાવ્યા છે તેઓ ગમે ત્યાં જાય, તેઓ ઠીક જ હશે.