Wisdom
FILTERS:
SORT BY:
તમે પોતે જે જીવન છો તેના પર જો તમે ધ્યાન આપો, તો તે તમારી અંદર ખીલી ઉઠશે.
જો તમને તમારી આસપાસના લોકોની પરવાહ હોય, તો તમારે પોતાને એક એવા વ્યક્તિ બનાવવા જોઈએ જેમની સાથે હોવું તેમને ગમે.
આપણે પુનરાવર્તન વાળું જીવન જીવવા નથી માંગતાં. આપણા જીવનની વાર્તા પોતે લખવા માંગીએ છીએ.
પ્રેમને પ્રતિસાદની જરૂર પડે છે - નહીંતર, તે લાંબો સમય નહિ ટકે. ભક્તિને કોઈની મદદની જરૂર નથી - તમે બસ તમારી મેળે જ એમાં રહો છો.
તમારી પાસે જે પણ હોય - તમારો પ્રેમ, તમારો આનંદ, તમારું કૌશલ્ય - તે અત્યારે દેખાડો. તેને બીજા જન્મ માટે બચાવી રાખવાનો પ્રયત્ન ન કરો.
જો તમે તમારી અંદર રહેલા સર્જનના સ્ત્રોતને અભિવ્યક્ત થવા દો, તો તમે આનંદિત જ હશો.આનંદ બધી દુષ્ટતા સામેનો શ્રેષ્ઠ વીમો છે.તમે જેના પણ સંપર્કમાં આવો, તેને આનંદિત બનાવવાની તૃપ્તિને જાણો એવી કામના.ખૂબ પ્રેમ અને આશીર્વાદ,
વ્યક્તિઓને રૂપાંતરિત કર્યા વિના તમે દુનિયાને રૂપાંતરિત ન કરી શકો.
નિશ્ચલતામાં, સમય નથી હોતો.
એક ગુરુ સાથે હોવું એ સગવડ વિષે નહિ પણ સીમાઓને તોડવાના એક સતત સાહસ વિષે છે.