Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમારા ભવિષ્યની ચિંતા ન કરો. જો તમે તમારું વર્તમાન સારી રીતે કરશો, તો ભવિષ્ય ખીલી ઉઠશે.
મારા માટે, જીવન તમે શું કરો છો તેના વિષે નથી. તે તમે તે કેવી રીતે કરો તેના વિષે છે.
તમે જે પણ કરો, બસ જુઓ કે - શું તે બસ તમારા માટે છે, કે બધાની સુખાકારી માટે છે. આ સારા કર્મો અને ખરાબ કર્મો વિષેની બધી મૂંઝવણ દૂર કરે છે.
જરૂરી ઊર્જા વિના જાગરૂક હોવું ખૂબ જ અઘરું છે. એટલા માટે જ સાધના કે યોગિક અભ્યાસ - ઊર્જાને જગાડવા માટે.
જો પરિસ્થિતિઓ નક્કી ન કરે કે તમે કેવા છો, પણ તમે નક્કી કરો કે પરિસ્થિતિ કેવી હોવી જોઈએ - તો તે સફળતા છે.
જો તમે પસંદ કરો તો તમે આ ક્ષણે આનંદિત હોય શકો છો. તમારે બસ આ પસંદગી કરવાની છે.
જો તમે જાગવામાંથી સુવામાં જાગરૂક રીતે જઈ શકો, તો તમે જીવનમાંથી મૃત્યુમાં પણ જાગરૂક રીતે જઈ શકશો.
એક મનુષ્ય એક બીજ જેવો છે. કાં તો તમે જેમ છો તેમ રહી શકો, અથવા તો તમે ફૂલો અને ફાળો વાળા એક શાનદાર ઝાડમાં વિકસિત થઈ શકો.
ધરતી માતાના ખોળામાં, આપણે બધા પોષિત થઈ રહ્યા છીએ. તો સ્વાભાવિક રીતે આપણામાં તેના પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ.
તમારું મન એક અગનગોળા જેવું છે. જો તમે તેને સાધી લો તો તે સૂર્ય જેવું બની શકે છે.
જ્યારે તમે પોતાને તમે ઈચ્છો તે રીતે બનાવી શકો છો, ત્યારે તમે તમારા ભાગ્યને પણ પોતે ઈચ્છો તે રીતે બનાવી શકો છો.
વસંતની સુંદરતા એ છે કે, ફળ હજી આવવાના બાકી છે, પણ ફૂલ એક વાયદો અને એક સંભાવના છે.