Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
એકવાર તમે અસીમતાનો અનુભવ કરો, પછી તમારા જીવનની સંભાવનાઓ પણ અસીમિત બની જશે.
યોગ ખાલી એક કસરત નથી. તે એક પ્રક્રિયા અને સિસ્ટમ છે જેના થકી મનુષ્યો તેમની સર્વોચ્ચ ક્ષમતાને ખોજી શકે છે.
ગણેશ બુદ્ધિમત્તાનું મૂર્ત સ્વરૂપ છે. આજનો દિવસ તમારા મગજને વિકસાવવા માટે છે, તમારા પેટને નહિ.
જો આપણી પાસે પૂરતાં વૃક્ષો હોય તો પૂરતો વરસાદ થશે અને નદીઓ પૂરજોશમાં વહેશે.
મનુષ્ય જીવનની ગુણવત્તા ખરેખર ત્યારે જ રૂપાંતરિત થશે જ્યારે આપણે આપણી અંદર રૂપાંતરિત થઈએ.
ખાલી દુઃખમાં જ જીવન બહુ લાંબું છે - આનંદમાં તે બહુ ટૂંકું છે.
જો તમને જે કંઇ પણ આપવામાં આવે તેમાંથી તમે કૈક સુંદર બનાવી શકો છો, તો તે બુદ્ધિમત્તા છે.
જો તમે ખરેખર મારો જન્મ અને તમારો જન્મ ઉજવવા માંગતાં હોવ, તો આ યોગને તમારા અને બીજા લોકોના જીવનમાં એક વાસ્તવિકતા બનાવો.
મોટાભાગના લોકોનું જીવન તેમની આસપાસની સામાજિક વ્યવસ્થાની તાબે થયેલું છે. યોગ તેમાંથી છૂટવા વિષે છે.
જે માણસો પોતે બનાવેલી સીમાઓને નહિ તોડે તેઓ તેમાં ફસાયેલા રહેશે.
તમારું શરીર અને મન બસ તમે ભેગો કરેલો સામાન છે. જે તમે ભેગું કરો તે તમારું હોઈ શકે, પણ તે ક્યારેય તમે ન હોઈ શકો.
ભક્તિ એટલે તમે બીજાની સુખાકારીને તમારી સુખાકારીથી ઉપર રાખો છો.