Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
એ જુઓ કે તમે કેટલો સમય જીવન નિર્વાહના પાસાંઓમાં અને કેટલો સમય સર્જનાત્મક પાસાંઓમાં વિતાવો છો. સમય પૈસા નથી - સમય જીવન છે.
પરફેક્ટ થવાની કોઈ જરૂર નથી. મહત્ત્વનું એ છે કે તમે વધુ સારા થવા માટે સતત પ્રયત્નશીલ છો.
તમારી મીઠાઈ ખાવાની ઈચ્છા સાથે ન લડો - જો તમે પોતે મીઠા થઈ જશો, તો મીઠાઈનું આકર્ષણ જતું રહેશે.
પ્રકૃતિએ તમને એક અલગ વ્યક્તિ હોવાની ભાવના આપી છે, પણ જીવન અલગ-અલગ રીતે ઘટિત નથી થતું. જીવન અખંડ રીતે ઘટિત થઈ રહ્યું છે.
માણસોને તેમનું ગાંડપણ છુપાવવા માટે મનોરંજનની જરૂર પડે છે. જો તેઓ પૂરેપૂરા સ્વસ્થ હોત, તો તેઓ બસ બેસીને એક ફૂલને ખીલતું જોઈ શકતા હોત.
કોઈ વસ્તુને ન શોધો. જીવનના અર્થને ન શોધો. ભગવાનને ન શોધો. ખાલી ધ્યાન આપો - બસ આટલું જ.
અંધકારનો નાશ કરવો એ પ્રકાશનો સ્વભાવ છે. તમને અને તમે જેમના સંપર્કમાં આવે તે બધાને રોશન કરવા માટે તમારો આંતરિક પ્રકાશ વધે તેવી કામના.તમને ધમાકેદાર દિવાળીની શુભકામના.પ્રેમ અને આશીર્વાદ,
જ્યારે તમે ખરેખર પોતાને શરીર અને મનની સીમાઓથી પરે અનુભવો, ત્યારે કોઈ ડર રહેશે નહિ.
આધ્યાત્મિક પ્રક્રિયાનું મૂળ છે બધી માન્યતાઓને છોડવી: 'હું જે જાણું છું, તે જાણું છું. હું જે નથી જાણતો, તે નથી જાણતો.'
જો તમે આજે દુનિયાને જુઓ, તો જુઠ્ઠાણું મુખ્ય વસ્તુ બની ગયું છે - અને સત્ય હાંસિયામાં ચાલ્યું ગયું છે. તેને પલટવાનો સમય આવી ગયો છે.
સફળતા અને નિષ્ફળતા, સ્વાસ્થ્ય અને બીમારી, જીવન અને મૃત્યુથી પરે એકબીજા પ્રત્યે સમર્પિત હોવું - તે તમને એક પરિવાર બનાવે છે.
જો તમે દુનિયાને તમને જે ગમે છે અને જે નથી ગમતું તેમાં વિભાજીત કરી નાખો, તો તમે સત્યનો બોધ મેળવવામાં અસમર્થ બની જશો.