Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમારે સંપૂર્ણ થવા માટે કંઈ કરવાની, કંઈ વિચારવાની કે કંઈ અનુભવવાની જરૂર નથી. તમે જેમ છો તેમ એક સંપૂર્ણ જીવન છો.
એક માણસ તરીકે, એ ન વિચારો કે જીવન તમને ક્યાં લઈ જશે. એ વિચારો કે તમે તેને ક્યાં લઈ જવા માંગો છો.
તમારી બુદ્ધિની ધાર બીજાને ચાલાકીથી હરાવવામાં નથી. તે જીવનને તે જેવું છે તેવું જ જોવામાં છે.
તમારા વિચારો અને લાગણીઓ તમારા બનાવેલા છે. તમારો તેમની સાથેનો લગાવ અને ગૂંચવણ પણ તમારા બનાવેલા છે.
જ્યારે તમે તમારી નશ્વર પ્રકૃતિનો સામનો કરો ત્યારે જ પરે જવાની ઝંખના એક સાચી શક્તિ બને છે. નહીંતર, આધ્યાત્મિક પ્રક્રિયા બસ મનોરંજન છે.
ગણેશ, કે ગણપતિ, ખાલી ખૂબ જ બુદ્ધિશાળી જ નથી - તેઓ વિઘ્નહર્તા છે. અને સૌથી મહત્ત્વનું કે, એ સુનિશ્ચિત કરો કે તમારા જીવનમાં તમે પોતે એક વિઘ્ન નથી.
તમારી પૂરેપૂરી સંભાવના સુધી વિકસિત થઈ જવું - આવું કશું હોતું નથી. એક માણસ તરીકે, તમે એક અસીમિત સંભાવના છો.
જો તમે ઈચ્છતા હોવ કે બધા તમારા પ્રેમમાં પડે, તો તમારે તે બધા સાથે પ્રેમમાં પડવું જોઈએ.
તમારા અભિપ્રાયો એક દીવાલ છે - ખાલી બીજા માટે જ નહિ, તમારા માટે પણ. એક બંધ મનનો મતલબ છે સંભાવનાઓ બંધ છે.
બે પ્રકારના લોકો હોય છે: એક એવા જે વસ્તુઓ કરી બતાવે છે, અને બીજા એવા જે જ્યારે તે સારી રીતે થાય ત્યારે તેને માણે છે, અને ન થાય ત્યારે ફરિયાદ કરે છે.
જ્યારે તમે આદતવશ વસ્તુઓ કરો ત્યારે તે સહેલું લાગે છે. પણ જાગરૂક કાર્ય વિના કોઈ વિકાસ નથી.
જો તમે દરરોજ એક સીમાને તોડો, તો ભલે તમારી ગમે તેટલી સીમાઓ હોય, એક દિવસ તમે મુક્ત હશો.