Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
મારા માટે, જીવન તમે શું કરો છો તેના વિષે નથી. તે તમે તે કેવી રીતે કરો તેના વિષે છે.
તમે જે પણ કરો, બસ જુઓ કે - શું તે બસ તમારા માટે છે, કે બધાની સુખાકારી માટે છે. આ સારા કર્મો અને ખરાબ કર્મો વિષેની બધી મૂંઝવણ દૂર કરે છે.
જરૂરી ઊર્જા વિના જાગરૂક હોવું ખૂબ જ અઘરું છે. એટલા માટે જ સાધના કે યોગિક અભ્યાસ - ઊર્જાને જગાડવા માટે.
મોટાભાગના લોકોમાં લાગણીઓ સૌથી શક્તિશાળી બળ હોય છે - જેઓ પોતાને બૌદ્ધિક માને છે તેમનામાં પણ.
જો તમે પસંદ કરો તો તમે આ ક્ષણે આનંદિત હોય શકો છો. તમારે બસ આ પસંદગી કરવાની છે.
જો તમે જાગવામાંથી સુવામાં જાગરૂક રીતે જઈ શકો, તો તમે જીવનમાંથી મૃત્યુમાં પણ જાગરૂક રીતે જઈ શકશો.
એક મનુષ્ય એક બીજ જેવો છે. કાં તો તમે જેમ છો તેમ રહી શકો, અથવા તો તમે ફૂલો અને ફાળો વાળા એક શાનદાર ઝાડમાં વિકસિત થઈ શકો.
કાર્યક્ષમતા હંમેશા તમારી આસપાસના લોકો પ્રત્યેના પ્રેમ અને કાળજી સાથે હોવી જોઈએ - એક મશીન જેવું બેફિકર કાર્ય નહિ.
તમારું મન એક અગનગોળા જેવું છે. જો તમે તેને સાધી લો તો તે સૂર્ય જેવું બની શકે છે.
જ્યારે તમે પોતાને તમે ઈચ્છો તે રીતે બનાવી શકો છો, ત્યારે તમે તમારા ભાગ્યને પણ પોતે ઈચ્છો તે રીતે બનાવી શકો છો.
વસંતની સુંદરતા એ છે કે, ફળ હજી આવવાના બાકી છે, પણ ફૂલ એક વાયદો અને એક સંભાવના છે.
જો તમે આખા બ્રહ્માંડના સંદર્ભમાં તમારા વિચારોને જુઓ, તો તેમનું કોઈ મહત્ત્વ નથી. જો તમને આ સમજાય, તો તમે સ્વાભાવિક રીતે તમારી વિચાર પ્રક્રિયાથી એક અંતર ઊભું કરશો.