Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ધ્યાનલિંગના ગર્ભગૃહમાં થોડી મિનિટો માટે બસ મૌનમાં બેસવાથી જેઓને ધ્યાનની ખબર નથી તેઓ પણ ગહન ધ્યાનનો અનુભવ કરી શકે છે.
જીવન સમાવેશી છે. એ બસ તમારું મન છે જે અલગ કરે છે.
કેટલું કામ કરો છો તે નહિ પણ તમારા અનુભવની ઊંડાઈ જીવનને સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવે છે.
પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ તમે જે છો તેના બે પાસાં છે. જો તમે તેમાંથી એક પાસાં સાથે વધારે પડતા ઓળખાયેલા હશો તો તમે એક અડધું જીવન હશો.
જો તમે એ વિષે જાગરૂક હોવ કે તમે નશ્વર છો, તો તમે જે તમારા અને તમારી આસપાસના બધા માટે એકદમ જરૂરી હોય તે સિવાય કંઇ નહિ કરો.
તમે જે રીતે ખાઓ છો તે ખાલી તમારું શારીરિક સ્વાસ્થ્ય જ નહિ પણ તમે જીવનને કઈ રીતે અનુભવો છો તે પણ નક્કી કરે છે.
જો તમે તમારા મન, શરીર અને જીવન ઊર્જાઓ પર થોડી વધુ મહારત મેળવી લો, તો તમે તમારા ભાગ્યના વિધાતા બની શકો છો.
એક આગેવાન હોવાનો અર્થ કોઈ પરિસ્થિતિ પર વર્ચસ્વ જમાવવું એવો નથી. તેનો અર્થ છે લોકોને તે કરવા માટે સશક્ત કરવા જે કરી શકવાની તેમણે કલ્પના પણ ન કરી હોય.
યોગ શબ્દનો અર્થ છે જોડાણ. તેનો મતલબ છે કે તમે વ્યક્તિત્વની સીમાઓને જાગરૂક રીતે તોડીને બાકીના બ્રહ્માંડ સાથે સ્પંદિત થાઓ છો.
સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ હંમેશા એક આફત છે.
માટી બસ ખેતી વિષે નથી; તે જીવન વિષે છે. માટીમાંના સૂક્ષ્મજીવો જીવનનો પાયો છે. જો તેઓ નહિ ખીલે, તો આપણો ખીલવાનો કોઈ રસ્તો નથી.
જે વ્યક્તિ સાચા-ખોટા, ગમા-અણગમાની દુનિયામાં ફસાયેલો છે, તે ક્યારેય પ્રેમના તાણાંવાણાં નહિ જાણે.