Wisdom
FILTERS:
SORT BY:
એકાગ્ર, સક્ષમ અને પ્રોત્સાહિત યુવાઓનું નિર્માણ કરવાથી, ભારત દુનિયાએ ક્યારેય ન જોયો હોય તેવો મહાન ચમત્કાર બનશે.
માનવાનો અર્થ છે જે તમે ખરેખર નથી જાણતા તે ધારી લેવું. ખોજવાનો અર્થ છે એ જોવું કે તમે નથી જાણતા.
તમે પોતે જે જીવન છો તેના પર જો તમે ધ્યાન આપો, તો તે તમારી અંદર ખીલી ઉઠશે.
જો તમને તમારી આસપાસના લોકોની પરવાહ હોય, તો તમારે પોતાને એક એવા વ્યક્તિ બનાવવા જોઈએ જેમની સાથે હોવું તેમને ગમે.
કર્મને સારા અને ખરાબ સાથે કોઈ સંબંધ નથી. તે બસ કારણ અને તેના પરિણામ વિષે છે.
જીવનનું રહસ્ય છે દરેક વસ્તુને ગંભીર થયા વિના જોવી, પણ પૂરેપૂરી રીતે સામેલ થવું. એક રમતની જેમ. સામેલ થવું, પણ ફસાવું નહિ.
તમારી પાસે જે પણ હોય - તમારો પ્રેમ, તમારો આનંદ, તમારું કૌશલ્ય - તે અત્યારે દેખાડો. તેને બીજા જન્મ માટે બચાવી રાખવાનો પ્રયત્ન ન કરો.
આપણે પુનરાવર્તન વાળું જીવન જીવવા નથી માંગતાં. આપણા જીવનની વાર્તા પોતે લખવા માંગીએ છીએ.
તમારા જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે, કાં તો તમે તેમાંથી વધારે મજબૂત થઈને બહાર આવી શકો, કાં તો તમે તેનાથી તૂટી શકો. આ પસંદગી તમારી પાસે છે.
સર્જનનું દરેક પાસું - રેતીના એક કણથી પર્વત સુધી, એક ટીપાંથી સમુદ્ર સુધી - એક એવી બુદ્ધિમત્તાની અભિવ્યક્તિ છે જે મનુષ્યની તાર્કિક બુદ્ધિ કરતાં બહુ પરે છે.
વ્યક્તિઓને રૂપાંતરિત કર્યા વિના તમે દુનિયાને રૂપાંતરિત ન કરી શકો.