Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જ્યારે તમે અસ્તિત્વ સાથે પૂરેપૂરા તાલમેલમાં હોવ, બસ ત્યારે જ તમે તેને તે રીતે જાણો છો જેવું છે તે ખરેખર છે. નહીંતર, તમે તેને તમારું મન જે રીતે તેનો અર્થ કરે તે રીતે જાણો છો.
સુખાકારીની ખોજમાં, આપણે આ ધરતી પર ઘણી ગાંડપણ ભરી વસ્તુઓ કરી છે. જો તમે સુખાકારીની ખોજમાં હોવ - તો અંદરની તરફ વળવું એ એકમાત્ર ઉપાય છે.
તમારું જીવન તમે જે ભેગું કરો છો તેનાથી નહિ, પણ અનુભવની ગહનતાથી શાનદાર બને છે.
દુનિયામાં મોટાભાગના લોકો કામમાં નથી - તેઓ કોઈને કોઈ વસ્તુમાં અટવાયેલા છે.
જો તમારી માનવતા મરી ગઈ હોય, તો તમને ઘણી બધી નૈતિકતાની જરૂર પડે છે. જો તમારી માનવતા જીવંત અને છલકાતી હોય, તો તમે સ્વાભાવિક રીતે તમારા માટે અને તમારી આસપાસના બધા માટે જે સૌથી સારું હોય તે કરશો.
જે તમે જાણો છો તે સાવ થોડુંક જ છે. જે તમે નથી જાણતા તે એક અસીમિત સંભાવના છે.
જો તમે તર્કની સીમાઓમાં બંધાઈને કામ કરો છો, તો તમે જીવનના સર્કસમાં એક જોકર બનીને રહેશો.
આ ગુરુ પૂર્ણિમાએ,પોતાને તમારા આંતરિક કલ્યાણ માટે સમર્પિત કરો. તમારી સાધના કરો, ધ્યાન કરો, અને તમારા મનને એક ચમત્કાર બનાવો.તમારા ગુરુની કૃપા તમારી સાથે છે.ખૂબ પ્રેમ અને આશીર્વાદ,
તમે જીવનમાં ભલે ગમે તેટલી વસ્તુઓ એકઠી કરો, અંતે તેને સાથે લઈ જવાનો કોઈ રસ્તો નથી. વસ્તુઓ એકઠી કરવામાંથી જીવનના સાચા વિકાસ તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે.
એક વસ્તુ જેના માટે દરેક માણસ પ્રયાસ કરી શકે છે તે છે - આ દુનિયાને તમે આવ્યા હતા ત્યારે તે જેવી હતી તેના કરતાં થોડી વધારે સારી સ્થિતિમાં છોડવી.
સંપૂર્ણ અહોભાવની એક ક્ષણ તમારું આખું જીવન રૂપાંતરિત કરી શકે છે.
જો તમારું કામ કૈક એવું બનાવવા વિષે છે જેની તમને ખરેખર દરકાર છે, તો કામ અને જીવન વચ્ચે સંતુલન લાવવાની કોઈ જરૂર નથી - જીવન કામ છે અને કામ જીવન છે.