Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
નિષ્કર્ષો તમને સ્પષ્ટતા વિના આત્મવિશ્વાસ આપે છે. સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ એક આફત છે.
આપવામાં તૃપ્તિ રહેલી છે.
તમારો જીવનનો અનુભવ કેટલો ગહન છે, અને તમે જે કરો છો તેમાં તમે કેટલા અસરકારક છો - જીવનમાં બસ આ જ મહત્ત્વનું છે.
પ્રામાણિકતા અમુક મૂલ્યો અને નૈતિકતાનો સંગ્રહ નથી. તે તમે જે રીતે છો, જે રીતે વિચારો છો અને જે રીતે કોઈ વસ્તુ કરો છો તેની વચ્ચેનો સુમેળ છે.
માટી એક જીવંત અસ્તિત્વ છે - તે આપણી સંપત્તિ નથી. તે એક વારસો છે જે આપણને મળ્યો છે. આપણે તે વારસો ભવિષ્યની પેઢીઓને જીવંત માટીના રૂપમાં સોંપવાનો છે.
જે વ્યક્તિ પોતાની અંદર સતત આરામમાં છે તે અંતહીન પ્રવૃતિઓ કરવા સક્ષમ છે.
એવું ન વિચારો કે તમારા પૈસા, સંબંધો કે પરિવાર એક વીમો છે. એકમાત્ર સાચો વીમો છે એ જાણવું કે કેવી રીતે પોતાને દરેક સ્તરે ઠીક રાખવા. તે છે યોગ.
જો તમે એવું વિચારતા હોવ કે બધા તમારો ફાયદો ઉઠાવવા માંગે છે, તો તમે સંકોચાઈ જશો. વિશ્વાસ મહત્ત્વનો છે.
મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે બધા ધ્યાનલિંગને અનુભવો. તમે ભલે દુનિયામાં જ્યાં પણ હોવ, જો તમે સંભાવના પ્રત્યે ખુલ્લા છો, તો આધ્યાત્મિક મુક્તિનું બીજ તમારું છે.
અજ્ઞાન આનંદ છે - જ્યાં સુધી વાસ્તવિકતા તમારી સામે ન આવે ત્યાં સુધી.
તમારું પોતાનું મન અંદરથી તમને દિવસમાં હજાર વખત પીડા આપી શકે છે. તે એક દુઃખનું નિર્માણ કરતું મશીન કે પછી એક ચમત્કાર બની શકે છે - પસંદગી તમારી છે.
તમારે જે પહેલું પગલું લેવાનું છે તે છે એનો સ્વીકાર કરવો કે, ભલે જે પણ થાય, તમારું જીવન તમારી જવાબદારી છે.