Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
અંધકારનો નાશ કરવો એ પ્રકાશનો સ્વભાવ છે. તમને અને તમે જેમના સંપર્કમાં આવે તે બધાને રોશન કરવા માટે તમારો આંતરિક પ્રકાશ વધે તેવી કામના.તમને ધમાકેદાર દિવાળીની શુભકામના.પ્રેમ અને આશીર્વાદ,
જ્યારે તમે ખરેખર પોતાને શરીર અને મનની સીમાઓથી પરે અનુભવો, ત્યારે કોઈ ડર રહેશે નહિ.
મારો એક માત્ર ઈરાદો એ છે કે તમે એક પૂર્ણ વિકસિત જીવનમાં ખીલો - જીવન બસ તે વિષે જ છે.
જો તમે તમારા પોતાના શરીર અને મન, જે એકઠા કરેલા ખોરાક અને છાપોનો સંગ્રહ છે, તેની સાથેની ઓળખ છોડી દો, તો તમે અંદરની સ્થિરતાને જાણશો. ધ્યાનમય બનવા માટે બસ તેની જ જરૂર છે.
સફળતા અને નિષ્ફળતા, સ્વાસ્થ્ય અને બીમારી, જીવન અને મૃત્યુથી પરે એકબીજા પ્રત્યે સમર્પિત હોવું - તે તમને એક પરિવાર બનાવે છે.
જો તમે દુનિયાને તમને જે ગમે છે અને જે નથી ગમતું તેમાં વિભાજીત કરી નાખો, તો તમે સત્યનો બોધ મેળવવામાં અસમર્થ બની જશો.
જ્યારે તમારી માનવતા પૂર જોશમાં વહેતી હોય ત્યારે તમે તમારી આસપાસના જીવન સુધી હાથ લંબાવો છો. આ નૈતિકતા નથી - માણસના હૃદયનો સ્વભાવ જ આવો છે.
સમસ્યા જીવન સાથે નથી. સમસ્યા એ છે કે તમે તમારા મનનો હવાલો તમારા હાથમાં નથી લીધો.
પ્રકૃતિએ તમને એક અલગ વ્યક્તિ હોવાની ભાવના આપી છે, પણ જીવન અલગ-અલગ રીતે ઘટિત નથી થતું. જીવન અખંડ રીતે ઘટિત થઈ રહ્યું છે.
એક પરિસ્થિતિ ત્યારે જ તણાવપૂર્ણ બને છે જ્યારે તમે તેના પ્રત્યે વિવશ રીતે પ્રતિક્રિયા આપો છો.
રહસ્યમય અનુભવોની ખોજ ન કરો. રૂપાંતરણની ખોજ કરો.
જ્યારે પણ તમે સમય જુઓ, ત્યારે યાદ કરો કે, જીવન ચાલ્યું જાય છે. આ જ સમય છે જે ખરેખર મહત્ત્વનું છે તેના પર ધ્યાન આપવાનો.