Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
અહીં જીવવા સિવાય બીજું કંઈ કરવાનું નથી - તમારી પાસે એકમાત્ર પસંદગી એ છે કે છીછરી રીતે જીવવું કે ગહન રીતે.
જેમણે સુરક્ષિત હોવાની જરૂરિયાતને ગુમાવી દીધી છે બસ તેઓ જ ખરેખર સુરક્ષિત છે.
શરીર અને મન ગહન રીતે જોડાયેલા છે. જ્યારે શરીર સ્થિર થાય છે ત્યારે મન સ્વાભાવિક રીતે તેને અનુસરે છે.
માણસ હોવાનો મતલબ છે કહેવાતા પ્રકૃતિના નિયમોથી પરે જવાની ક્ષમતા ધરાવવી અને કૈક એવું કરી બતાવવું જે આપણા કરતાં વિશાળ છે.
વિજયાદશમી અસ્તિત્વના ત્રણ મૂળભૂત ગુણો એવા તમસ, રજસ અને સત્ત્વ પર વિજય મેળવવા વિષે છે. આ દિવસ તમારા માટે વિજયનો દિવસ બની રહે એવી કામના.
પ્રેમ કોઈક વિષે નથી. પ્રેમ એક કાર્ય નથી. પ્રેમ તમારા હોવાની રીત છે.
ડર એ અજાગરૂક હોવાનું પરિણામ છે. ડરમાં હોવું એ આપણને બચાવતું નથી. બસ જાગરૂક રહીને જ આપણે ખરેખર જીવનનું નિર્માણ કરી શકીએ.
આત્મજ્ઞાન પ્રકાશ વિષે નથી - તે પ્રકાશ અને અંધકારથી પરેની એક દ્રષ્ટિ વિષે છે.
જો તમે પોતાના શરીર અને મન સહીત, તમારા બધા સાધનો પ્રત્યે આદર ભાવ રાખો, તો દરેક કામ એક આનંદપૂર્ણ અને સફળ પ્રક્રિયા બની રહેશે.
જે દેવીની કૃપા પ્રાપ્ત કરે છે તે જીવ ધન્ય છે. તમે એવું જીવન જીવશો જે તમારી કલ્પના, સામર્થ્ય અને યોગ્યતાથી ઘણું આગળ છે.
સ્ત્રી ગુણ જીવનનું એક શક્તિશાળી પરિમાણ છે. સ્ત્રી ગુણની ઊર્જા કે શક્તિ વિના, અસ્તિત્વમાં કોઈ જ વસ્તુ હોય ન શકે.
નવરાત્રિ પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ છે ઉજવણીની ભાવના. જીવનનું રહસ્ય આ છે: ગંભીર થયા વિના પૂરેપૂરી રીતે ભાગ લેવો.