Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જીવન ચેતના વિષે છે - ચિંતાઓ, વિવશતાઓ કે સંઘર્ષ વિષે નહિ. આવનારા મહિનાઓ મનુષ્ય જીવનની એવી ગહનતાને લાવે જે એક ઉલ્લાસપૂર્ણ જીવન તરફ લઈ જાય એવી કામના.પ્રેમ અને આશીર્વાદ,
તમે શું કરો તે તમારા ઉપર છે, પણ તમારે તે જાગરૂક રીતે કરવું જોઈએ. મનુષ્ય હોવાનો એ જ અર્થ છે.
એકવાર તમે તમારી પૂરી ક્ષમતાએ કામ કરો પછી સફળતા સરળતાથી આવશે.
યોગ જીવનના બધા પાસાંઓમાં સંતુલન અને ક્ષમતાના વધુ ઊંચા સ્તરો પર પહોંચવા વિષે છે.
ભૂતકાળ અને ભવિષ્ય ખાલી તમારી સ્મૃતિ અને કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવે છે. તમે બસ જે અત્યારે છે તેને જ અનુભવો છો.
એક આધ્યાત્મિક પ્રક્રિયા એ જીવન સાથે છૂટાછેડા નથી, તે જીવન સાથેનો એક અતૂટ પ્રેમ સંબંધ છે.
ઈશુએ કહેલું, "ઈશ્વરનું રાજ્ય તમારી અંદર છે." યોગ તમારી અંદર જે છે તેને અનુભવવાની એક રીત છે. તમને આનંદ પૂર્ણ ક્રિસ્મસની શુભેચ્છાઓ.
તમે તમારા મન સાથે જેટલી વધુ ઓળખ બનાવો, તેટલા જ તમે 'સ્વયંથી' વધુ દૂર થઈ જાઓ છો.
ચતુરાઈ ખાલી સામાજિક રીતે કિંમતી છે. પ્રજ્ઞા પ્રકૃતિની રીત છે.
તમે તમારા પરિવાર, તમારા બાળકો, સમાજ અને તમારી આસપાસની દુનિયા માટે જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકો એ છે પોતાને વિકસિત કરવા.
જો તમે એક ઝાડ, એક પ્રાણી કે અસ્તિત્વમાંના બધાના દર્દને તમારા શરીરના દર્દની જેમ અનુભવો, તો તમે બધું સારી રીતે રાખશો.
ધ્યાનનો અર્થ છે એક બેફિકરીની અવસ્થામાં પહોંચવું. તેની પાછળનો હેતુ તમારા શરીર અને મનને નિયંત્રિત કરવાનો નથી પણ મુક્ત કરવાનો છે.