Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
આપણે પુનરાવર્તન વાળું જીવન જીવવા નથી માંગતાં. આપણા જીવનની વાર્તા પોતે લખવા માંગીએ છીએ.
પ્રેમને પ્રતિસાદની જરૂર પડે છે - નહીંતર, તે લાંબો સમય નહિ ટકે. ભક્તિને કોઈની મદદની જરૂર નથી - તમે બસ તમારી મેળે જ એમાં રહો છો.
સાધના પાછળનો હેતુ ક્યાંક જવાનો નથી. તે એવી અવસ્થામાં આવવા વિષે છે જ્યાં તમે બસ અહીં હોઈ શકો. જે અહીં છે તે બધે જ છે - જે અહીં નથી તે ક્યાંય નથી.
જ્યારે અંદરની દિવ્યતાને અભિવ્યક્તિ મળે ત્યારે એક વ્યક્તિનો જન્મ દુનિયાને બદલી શકે છે. તમે દિવ્યતાને જાણો તેવી કામના. તમને એક આનંદમય ક્રિસમસની શુભકામના.
જો તમે તમારી અંદર રહેલા સર્જનના સ્ત્રોતને અભિવ્યક્ત થવા દો, તો તમે આનંદિત જ હશો.આનંદ બધી દુષ્ટતા સામેનો શ્રેષ્ઠ વીમો છે.તમે જેના પણ સંપર્કમાં આવો, તેને આનંદિત બનાવવાની તૃપ્તિને જાણો એવી કામના.ખૂબ પ્રેમ અને આશીર્વાદ,
એકવાર તમારો પ્રેમ, આનંદ અને શાંતિ કોઈ બીજા પર આધારિત હોય, પછી તમે ક્યારેય તે ગુણોને તમારા પોતાના ગુણો તરીકે નહિ જાણો.
કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે શ્વાસ લેવો, બધું જ કેવી રીતે કરવું, તમારું હૃદય કેવી રીતે ધબકવું જોઈએ, તમારી અંદરનું જીવન કેવી રીતે ધબકવું જોઈએ - જ્યારે તમે બધી જ વસ્તુ પર ધ્યાન આપો, ત્યારે તમે યોગમાં છો.
નિશ્ચલતામાં, સમય નથી હોતો.
એક ગુરુ સાથે હોવું એ સગવડ વિષે નહિ પણ સીમાઓને તોડવાના એક સતત સાહસ વિષે છે.
તમે ચાલો કે નૃત્ય કરો, કામ કરો કે રમો, રસોઈ બનાવો કે ગાઓ - તે પૂરેપૂરી જાગરૂકતા સાથે કે પૂરેપૂરી બેફિકરી સાથે કરો. બેમાંથી કોઈ પણ રીતમાં, તમે સર્જન સાથે એક છો.
જ્યારે કોઈપણ જીવ ખરેખર ઝંખે છે, ત્યારે અસ્તિત્વ જવાબ આપે છે.