FILTERS:
SORT BY:
હંમેશા ચડવા માટે એક વધારે પગથિયું હોય છે. એટલે જ જીવન જીવવા યોગ્ય છે.
જો તમારી બુદ્ધિમત્તા તમારા માટે કામ કરતી હોત, તો તમે પોતાને દુઃખી ન કરતાં હોત. તમારી અંદર તમે શ્રેષ્ઠ સ્થિતિનું નિર્માણ કરતાં હોત - બહાર, તમારાથી શક્ય તેટલું શ્રેષ્ઠ કરતાં હોત.
તમે જેટલી ગહન રીતે સામેલ થયેલા હોવ, જીવનનો અનુભવ તેટલો જ ગહન હોય છે.
કાલ કેવી હશે એ તમે આજે જીવન વિષે કેવી રીતે વિચારો, અનુભવો અને તેનો બોધ કેવી રીતે મેળવો તેના પરથી નક્કી થાય છે.
સંગીત જીવનની એક ખોજ અને જીવનને સમૃદ્ધ કરનાર હોવું જોઈએ. જો તે યાંત્રિક બની જાય, તો મશીનો તે કરવા લાગશે - મશીન યાંત્રિક વસ્તુ હંમેશા વધુ સારી રીતે કરી શકશે.
જીવનની પૂરેપૂરી ક્ષમતાને ઉજાગર કરવી એ તમે કેટલું લાંબું જીવો છો તેના કરતાં વધારે મહત્ત્વનું છે.
જ્યારે દુનિયામાં માહિતી બધા પાસે ઉપલબ્ધ છે ત્યારે, શિક્ષણ એક પ્રેરણા બનવું જોઈએ, માહિતીનો સંગ્રહ નહીં.
તમારી અંદર બે મૂળભૂત શક્તિઓ સતત કાર્યરત હોય છે: પોતાને બચાવી રાખવાની વૃત્તિ અને વિસ્તરિત થવાની ઝંખના. એકવાર તમે પોતાને બચાવવાની વૃત્તિથી પરે જાઓ, પછી તમારા શરીરનો દરેક કોષ સહજ સ્થિતિમાં આવી જશે.
જો તમે તમારા માટે જે મહત્ત્વનું છે તેના પ્રત્યે ખરેખર સમર્પિત હોવ, તો આખી દુનિયા તમને સહાય કરશે.
આ દુનિયામાં આપણે કોણ છીએ તે સમય અને પરિસ્થિતિઓ પર આધારિત છે. પણ આપણી અંદર આપણે કેવા છીએ તે ક્યારેય તેમના પર આધારિત ન હોવું જોઈએ.
જીવનથી મોટો કોઈ હેતુ નથી.
જ્યારે તમે ગુસ્સા, નફરત અને દ્વેષથી મુક્ત હોવ, ત્યારે તમે જેને પણ સ્પર્શો તેને પ્રેમથી સ્પર્શો છો.