Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
Become like the earth, like the tree – simply life. If you are simply life, your human consciousness will naturally find expression.
જો તમારી ખોજ પૂરતી તીવ્ર હોય, તો જ્ઞાન-પ્રાપ્તિ દૂર નથી, કેમ કે છેવટે તમે જેને ખોજી રહ્યા છો, તે તમારી અંદર જ છે.
એક પ્રતિબદ્ધ માણસ માટે, નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ નથી હોતી - બસ માર્ગમાં શીખવાના બોધપાઠ હોય છે.
મૂળભૂત રીતે, જે એક જ વસ્તુ તમે આપી શકો છો તે છે બસ પોતાને આપવા.
એકવાર તમે સતત તમારી નશ્વરતા પ્રત્યે જાગરૂક હશો, પછી તમે તમારી આધ્યાત્મિક ખોજમાં વિચલિત નહિ થાવ.
બીજા લોકો ફક્ત પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેઓ કંઇક કહી કે કરી શકે, પણ તમે પીડાવ કે નહિ તે તમારી પસંદગી છે.
સાહસી લોકો મૂર્ખતાપૂર્ણ વસ્તુઓ કરે છે. ડરપોક લોકો બહુ થોડું કરે છે. નિડર લોકો જીવનને તે જેવું છે તેમ જુએ છે અને જે જરૂરી હોય તે કરે છે.
કોઈ વ્યક્તિના વર્તનના આધારે તેમની આધ્યાત્મિક પ્રક્રિયા વિષે નિષ્કર્ષો ન બનાવો. આધ્યાત્મિક પ્રક્રિયા શરીર અને મનની રીતોથી પરે છે.
સંપત્તિને સુખાકારીમાં બદલવા માટે, તમારી અંદર એક આધ્યાત્મિક તત્વ હોવું જોઈએ. તેના વગર, તમારી સફળતા તમારી વિરુદ્ધમાં કામ કરી શકે છે.
આત્મજ્ઞાનની આકાંક્ષા ન કરો. આકાંક્ષા ઝડપથી તમારી હાલની સીમાઓથી પરે વિકસિત થવાની હોવી જોઈએ.
જ્યારે જીવનમાં વસ્તુઓ ખોટી દિશામાં જાય, ત્યારે તમે કેવા છો તે સામે આવે છે. જ્યારે વસ્તુઓ સારી દિશામાં જતી હોય, ત્યારે તો બધા શાનદાર હોવાનો દેખાડો કરી શકે છે.
જ્યારે તમે જે કરી રહ્યા છો તેના પ્રત્યે પૂરેપૂરા સમર્પિત હોવ, ત્યારે જ તમે દુનિયામાં કૈક મહત્ત્વનું બનાવી શકો.