સદગુરુ: અહીં, નિલગિરી પર્વતમાળાની તળેટીમાં ઉપસ્થિત રહેવું ઘણું જ સરસ છે. મારા જીવનનો પહેલો અર્ધો ભાગ એમને જ જોવામાં વિત્યો છે કારણ કે, મારે મારા ભારણને હળવું કરવું હોતું’તું. હવે જવલ્લે જ મને અહીં આવવા મળે છે.

એક તબક્કે આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ એક પર્વત જેવા-સ્થિર અને અડગ બની જવું એવો થાય છે. જ્યારે કોઇનો પાયો એકદમ સ્થિર હોય છે, ત્યારે ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે. જો પૂર્ણ સ્થિરતા હોય તો જ એક ઉલ્લાસપૂર્ણ જીવન શક્ય છે. નહિતર, ઉલ્લાસ તમને ગાંડપણ તરફ દોરી જઈ શકે છે. તેથી જ કેટલા બધા લોકો જે થોડાઘણા રચનાત્મક, થોડા ઉલ્લાસપૂર્ણ હોય છે, તે એકદમ તરંગી અને પાગલ બની રહે છે. કારણ કે સ્થિરતા વિના તમે સાથે સાથે નૃત્ય નથી કરી શકતા. એટલે જ તો શિવ એટલે ‘સ્થિરતા અને નૃત્ય બંને એકી સમયે’. ક્યાંતો તમે એમને એકદમ સ્થિર અવસ્થામાં બેઠેલા જોશો અથવા તો સ્ફોટક નૃત્ય કરતાં જોશો. એવો વિસ્ફોટ જે વિનાશક નથી એ ત્યારે જ શક્ય છે જ્યારે સ્થિરતા હોય.

સામાન્ય રીતે જે લોકો સ્થિરતા વિષે વાતો કરે છે એ લોકો એક કબજિયાતયુક્ત અસ્તિત્ત્વ ધરાવે છે.

લોકો પોતાના જીવનને સંયમ વડે કે કાપીકૂપીને સ્થિર બનાવવાના પ્રયત્ન કરે છે. આ જ રીતે તમને સ્થિરતા આણવા તમારી દાદીઓએ આ જ માર્ગ બતાવ્યો હશે: “તમારી જાત પર સંયમ રાખો અને સ્થિર થઈ જાઓ.” હા, જો તમે મૃત હશો તો તમે સ્થિર થઈ જશો. હું તમને એવું વચન આપું છું. સામાન્ય રીતે જે લોકો સ્થિરતા વિષે વાતો કરે છે એ લોકો ઘણું જ કબજિયાતયુક્ત અસ્તિત્ત્વ ધરાવે છે. તમને ખબર છે કબજિયાત અથવા બંધકોષ શું છે તે- કબજિયાત અથવા બંધકોષ થવો એટલે થોડા થોડા પ્રમાણમાં વસ્તુ થવી તે. તેમનો હરખ, તેમનો પ્રેમ, આનંદ બધું જ અહીં-તહીં થોડા થોડા પ્રમાણમાં થાય છે. તો સ્થિર થવાનો અર્થ એ નથી કે તમે તમારા જીવનને કાપીકૂપીને ન્યુનત્તમ બનાવીને જીવો. એનું કાંઇ પરિણામ નથી. સ્થિરતા એટલે તમે બધું જ ચોક્ખેચોક્ખું- સ્પષ્ટ રીતે જુઓ છો.

એટલે જ કહે છે કે આદિયોગી એકી સમયે સ્થિર પણ હતા અને નૃત્ય સ્ફોટક નૃત્ય પણ કરતાં હતા. એમને માટે આ શક્ય બન્યું કારણ કે એમને બે કરતાં વધુ આંખો હતી. ત્રણ જ આંખો એવું જરૂરી નથી માત્ર બે કરતાં વધારે હતી. એનો અર્થ એ છે કે લોકો જો છે એના કરતાં ઘણુંબધું જુએ છે. એ ઘણું બધું જોઈ શકવાના કારણે જ સ્થિર થઈ શક્યા. જો તમે એની એક જ બાજુને જોશો તો તમે સ્થિર નહીં થઈ શકો. તો આખો પ્રયત્ન જ સ્પષ્ટ રીતે જોઈ શકવા માટેનો છે. દર્શન એટલે જોવું. આ આખી સંસ્કૃતિ હંમેશથી આ વિષે કહેતી હતી. તમે મંદિરો સંદેશાઓની આપ-લે કરવા નથી જતાં, તમે માત્ર દર્શન કરવા- વધુ સ્પષ્ટ રીતે જોઈ શકવા માટે જાવ છો.

મૂળભૂત રીતે લોકો જે છે તે જોવામાં અક્ષમ છે તેનું સીધું સીધું કારણ એ છે તેઓએ તેઓની ઓળખાણ ઘણી બધી વસ્તુઓ સાથે જોડી દીધી છે. શરીરથી શરૂ કરીને બીજી ઘણીબધી વસ્તુઓ. જ્યારે તમે કોઈ વસ્તુથી ઓળખાવા લાગો છો ત્યારે તમારા સમગ્ર મનને લાગે છે કે આ વસ્તુને રક્ષણ કરીને જાળવી રાખવી જોઈએ અને તે એની પર જ કામ કરે છે. “તો, હું મારી રાષ્ટ્રીય ઓળખાણ, ધાર્મિક ઓળખાણ કે જાતીય ઓળખાણોને કઈ રીતે તોડી શકું છું?” તમારે આ રીતે વર્તવાની જરૂર નથી. જો તમે તમારા પોતાના જ શરીર સાથે જોડાયેલી ઓળખાણને તોડી નાખો તો બધું જ જતું રહેશે. તમારી બધી ઓળખનું મૂળ એ જ છે. બીજું બધું માત્ર તમારી શારીરિક સીમાઓ શાથે જોડાયાએલી ઓળખનું પરિવર્ધન છે.

કમનસીબે આ વિશ્વ લોકોને સતત વિશ્વાસ કરવા કહી રહ્યું છે કે તમારા મનમાં જે કાંઇ ચાલી રહ્યું છે તે ખૂબ જ અગત્યનું છે. હું આખા વિશ્વને મારી સાથે સહમત થવા પ્રયત્ન કરી રહ્યો છું કે જે તમારા મનમાં ચાલે છે એ સાવ વ્યર્થ-કચરો છે.

જે ક્ષણે તમે શરીર વડે ઓળખાવા લાગો છો તે ક્ષણથી તમારી બીજી બધી ઓળખાણો તમારી એ ઓળખાણોનો ગુણાકાર માત્ર છે અને આ ગુણાકાર ઘણો જ ઝડપથી થાય છે. તમે જે કરી રહ્યા છો એમાં જેટલા સફળ હો એ ગુણાકાર એટલો જ ઝડપથી થાય છે. અને જેમ જેમ તમારી ઓળખ વધશે તેમ તેમ તમે તેટલું ઓછું ને ઓછું જોઈ શકશો. તમારા માનસિક નાટકો એ હદ સુધી વધી જશે કે એ તમને બીજું કશું જોવા જ નહીં દેશે. તમારા પોતાના જ વિચારો અને લાગણીઓ તમને ડૂબોડી દેશે. કમનસીબે આ વિશ્વ લોકોને સતત વિશ્વાસ કરવા કહી રહ્યું છે કે તમારા મનમાં જે કાંઇ ચાલી રહ્યું છે તે ખૂબ જ અગત્યનું છે. હું આખા વિશ્વને મારી સાથે સહમત થવા પ્રયત્ન કરી રહ્યો છું કે જે તમારા મનમાં ચાલે છે એ સાવ વ્યર્થ-કચરો છે. “ના સદગુરુ, હું તો દેવતાઓ વિષે વિચારી રહ્યો છું !” એ પણ કચરો છે. કદાચ થોડો ઘણો પવિત્ર કચરો, પણ છતાંય છે તો કચરો જ. કારણ કે તમારા મગજમાં નથી દેવતાઓ કે નથી દાનવો, કે નથી ફિરસ્તાઓ નથી આવી શકતા- માત્ર વિચારો જ આવે છે.

જે માણસ એક વિચારને પવિત્ર મને છે અને બીજા વિચારને કાંઇ બીજું એ મુર્ખોં છે. વિચારો એટલે એ જે અત્યારે વાસ્તવિક નથી. વિચાર એટલે તમારા મગજમાં કોહવાઇરહેલો જૂનો કચરો. તમારે જીવન ટકાવી રાખવા માટે આ-તે વિચારો કરવા પડે પણ તમારે કાંઇ નવી વસ્તુ ખોળવા વિચારો કર્યા કરવાની જરૂર નથી. આત્મજ્ઞાન પામવા માટે વિચારો કર્યા કરવાની જરૂર નથી. વિચારી વિચારીને તમે શું વિચરશો? તમે માત્ર ભૂતકાળની વાતોનો જે અલગ અલગ રીતે તમારા મનમાં જ છે એ જ વિચરશો. તમારી વાહિયાત વાતો કેટલી અલગ અલગ અભિવ્યક્તિઓ શોધી લે છે જેનું જીવનમાં કાંઇ મહત્વ જ નથી. કદાચ સમાજમાં એની થોડીઘણી મહત્તા હોય. ભારતની બહાર કેટલીક જગ્યાઓએ હું જાઉં છું ત્યારે લોકો કહે છે કે, હું વિચારોનો નાયક(લીડર) છું. અને હું કહું છું કે ,”ઓ !” મારા મગજમાં કોઈ વિચારો જ નથી.

તમારા પોતાના જ વડે ન અવરોધાતી એ રીતે બધી જ વતુઓને સ્પષ્ટ રીતે જોવી- જો આ એક વસ્તુ થઈ જાય તો સ્થિરતા આપોઆપ આવી જાય. ઉલ્લાસપૂર્ણ સમૃદ્ધ જીવન માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, એ જ જીવનની પ્રકૃતિ છે. દરેક વસ્તુ સમૃદ્ધ છે. એ સમૃદ્ધિને આવવા દેવા માટે સ્થિરતા જરૂરી છે. નહીંતર તમે જ તમારી સમૃદ્ધિને કાપ્યા કરશો કારણ કે જ્યારે તમે અસ્થિર હો ત્યારે એ તમારે માટે ઘણું નુક્સાનકારક છે. જો તમે અસ્થિર હો અને તમે અમુક ગતિથી જઇ રહ્યા છો તો તમે તમારી જાતને નુકસાન પહોચાડવા જઇ રહ્યા છો. તમે સાઇકલ ચલાવતા હો કે આખું બ્રહ્માંડ ચલાવતા હો, જો તમે અસ્થિર છો અને તમે વેગ પકડો છો તો તમે તમારી જાતને ખૂબ ગંદી રીતે નુકસાન પહોચડવા જઇ રહ્યા છો. તો સ્થિરતા ખૂબ જ અગત્યની છે.

કાપીકૂપીને આણેલી સ્થિરતા એ સ્થિરતા નથી, એ તો એક રીતે મૃત્યુનું નોતરું છે. એ ઘણું જ સભ્ય અને પ્રતિષ્ઠિત દેખાય છે. કારણ કે મૃત્યુ પામેલા હંમેશા ખૂબ પ્રતિષ્ઠિત હોય છે, શું તમે એ જોયું છે? તેમણે અસભ્ય એવું કાંઇ જ નથી કર્યું. મૂળભૂત રીતે દરેક વસ્તુના મૂળ તમારી દ્રષ્ટિની સ્પષ્ટતામાં રહેલાં છે. અને એ સ્પષ્ટતા ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી ‘હું શું છું?’ અને ‘મારૂ શરીર શું છે?’ એ બે વચ્ચે થોડું અંતર નહી આવે. જો આ અંતર ત્યાં ના હોય તો ઓળખાણોનો ગુણાકાર એ જ પરિણામ છે. દ્રષ્ટિ.... તમારે આ પર્વતો તરફ થોડું ધ્યાન આપવું જોઈએ- તમે એને જોઈ જોઈ ને રોજ ગાંડા થશો. મે મારી આખી જિંદગી આ કામ કર્યું હોવા છતાંય આજે પણ હું એમને જોઈને ગાંડો થઈ જાઉં છું. ક્યાંતો તમે એને નથી જોઈ રહ્યા ક્યાંતો તમે એને જોવા છતાં નથી જોઈ રહ્યા.

એક વાર શંકરન પિલ્લઇ ઈશા યોગ કેન્દ્રમાં આવ્યો અને કહ્યું કે એને એવો રૂમ જોઈએ છે જેમાથી અદ્ભૂત નજારો દેખાતો હોય. થોડું વિચારીને રિસેપ્શન પરની વ્યક્તિએ એને ચિત્રા બ્લોકમાં મોકલ્યો. બીજે દિવસે સવારે એ ઉઠ્યો અને ફરિયાદ કરી કે, “મે એક નજારા સાથેનો રૂમ માંગ્યો હતો અને તમે લોકોએ મને ક્યાં મૂકી દીધો?” તેમણે ચોખવટ કરવા પ્રયત્ન કર્યો કે એ જ સૌથી સુંદર નજારા વાળો રૂમ છે. પણ તેને કહ્યું કે, ‘આમાં નજારો ક્યાં છે? રસ્તામાં આટલા બધા પર્વતો છે !” પર્વતો કદી રસ્તામાં નથી આવતા. તમારી જાતથી પરે જુઓ- ત્યાં આટલું જ છે.