છેલ્લાં દોઢ વર્ષમાં મારા એટલા બધા પ્રવાસો વધી ગયા કે, ઈશા યોગ કેન્દ્ર ખાતે મેં માંડા એક થી દોઢ મહિનો વિતાવ્યો હશે. સામાન્ય રીતે તો હું, છેલ્લાં એક વર્ષથી, એક થી બીજા અને ત્રીજા શહેર અથવા એક દેશ થી બીજા દેશ, બસ એવું જ ચાલતું રહ્યું છે.

તમારા દરેક માટે ભાગ લેવાની તક છે, તમારી ક્ષમતાને આધારીત

વિશ્વ હાલ જે રીતે મુક્ત છે. તે ક્યારે આ પહેલા મુક્ત ન હતું અને આ ન તો, તમારા કે મારા કે ઈશા કે સદગુરુ માટે પણ મુક્ત થયું છે આધ્યાત્મિકતા માટે. યુથ અને ટ્રુથની ચળવળ સાથે, અમારી પહોંચ પચ્ચીસ ગણી વઘી ગઈ છે. દેશમાં જે લોકો અંગ્રેજી બોલી, વાંચી કે સમજી શકે છે. તેમાંથી મોટાભાગના લોકો અમારા યુથ અને ટ્રુથ વિશે જાણે છે. અઝરબૈજાન જેવા દેશમાં પણ લોકો અમારા વિશે જાણે છે અને અમારા વિડીઓ પણ જુએ છે. મહત્ત્વની વાત તો એ છે કે, ત્યાંના યુવાનો અને ખાસ કરીને  બાર થી પંદર વર્ષના બાળકો આધ્યાત્મિક પ્રવચનો સાંભળે છે.

તાજેતરમાં જ અમે ભારતીય સેનાની એક ટુકડી માટે તાલીમ કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેના માટે અમે અમારી એક ખાસ ટીમ તૈયાર કરી હતી. ભારતીય સેનાની ટૂકડીએ અંગમર્દન અને અન્ય કેટલીક રીતો શીખી. જે તેઓ સેનાના અધિકારીઓ અને અન્ય સૈનિકોને શીખવી શકે. જ્યારે હું સિયાચીન અને તેની આસપાસના વિસ્તારમાં ફરજ બજાવતા આપણા સૈનિકોને મળ્યો, ત્યારે મેને લાગ્યું કે, તેઓ અતિ કઠોર આબોહવા, ભૌગોલીક પ્રદેશ અને પરિસ્થિતિમાં કામ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આપણા સૈનિકો માટે અમુક ખાસ પ્રકારની પદ્ધતિઓ તૈયાર કરી. જે તેઓને ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક સાબિત થશે. જે તેઓના માટે રહેશે. માટે જ અમે સૈના પ્રમુખ અને અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી, અને સૈનાના જવાનો માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  

Hatha Yoga Training Program for the Indian Army | Full On, Everyone!Hatha Yoga Training Program for the Indian Army | Full On, Everyone!Hatha Yoga Training Program for the Indian Army | Full On, Everyone!

 

અન્ય એક દિવસે, મારે ભારતીય ઓર્થોપેડિક એસોસિએશનની આઇઓએસીઓએનના (IOACON )વાર્ષિક સંમેલનમાં સંબોધન કરવાનું હતું. જેમાં પાંચ હજારથી વધુ  ડોકટરો ભાગ લીધો હતો. આ પહેલા હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતે ન્યુરોસાયન્ટિસ્ટ, અધ્યાપકો ( એનેસ્થેસિયા), સાથે એક સત્ર પણ કર્યું હતું. આ તો માત્ર થોડા ઉદાહરણો છે કે હવે, તબીબો પણ આ મુદ્દે રસ દાખવે છે. જે આ પહેલાં ન હતા દાખવતા.

Dr. Rajasekaran in Conversation with Sadhguru at IOACON Conference | Full On, Everyone!

 

જ્યારે અમે આટલા પ્રયત્નો કરી રહ્યાં છીએ. ત્યારે અમારા થી કોઈપણ જાતના કચાસ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. માટે જ અમે થોડાંક મહિનાઓથી અંગ્રેજી ન જાણનાર લોકો પણ અમારા ભાષણો માણી શકે, તે માટે અમે ભારતની પ્રાદેશીક ભાષાઓ અને વૈશ્વિક ભાષાઓમાં પણ અમારા પ્રવચનોનું ભાષાંતર કરવાની પ્રવૃત્તિને વેગ આપ્યો છે. અમે ઑનલાઇનના માધ્યમથી ઇનર એન્જિનિયરિંગ દરેક લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. સાથે સદગુરુની એપ પણ અપગ્રેડ કરવા જઈ રહ્યાં છીએ. જેથી વધુને વધુ લોકો અમારી સાથે જોડાય અને અમારી વાંચન સામગ્રીની મજા માણી શકે.

જ્યારથી હું પરત આશ્રમ ફર્યો છું, ત્યારથી સતત બેઠક પર બેઠક ચાલી રહી છે. હું પ્રાદેશિક કોઓર્ડિનેટર, પેનલના સભ્યો અને અમારા ઇનર એન્જીનિયરિંગ ઈશાંનગાસ્ સાથે બેઠક કરી રહ્યો છું. મેં તેઓને કહ્યું છે કે વિશ્વ પહેલાં આ રીતે ક્યારેય તૈયાર ન હતું. લોક સુધી પહોંચવાનો આ શ્રેષ્ઠ સમય છે. હાલ નહીં તો ક્યારે નહીં, ફરી આ પ્રકારનું માહોલ નહી મળે. આ જ ઉત્તમ ક્ષણ છે. હું આગળ વધીં રહ્યો છું. પરંતુ એક સંસ્થા તરીકે ઇશા સંસ્થા પણ પોતે વિકાસ કરી રહી છે. અમે આશ્રમ ખાતે એક અઠવાડિયાની લાંબી તાલીમ આપવાનું આયોજના કરી રહ્યા છીએ. જ્યાં સ્વયંસેવકો વિવિધ પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપે. જેથી આશ્રમ પ્રતિભા અને થનાર આયોજન સફળ અને સક્ષમ બનાવી શકાય.

Sadhguru meeting Isha Regional Coordinators | Full On, Everyone!

 

Sadhguru meeting Isha Trustees | Full On, Everyone!

 

Sadhguru meeting Inner Engineering Ishangas | Full On, Everyone!

 

અહીં થયેલા પરિવર્તન હું જોઈ રહ્યો છું, આપણા સુરક્ષાકર્મીઓમાં પણ બદલાવ દેખાય છે. આ પરિવર્તન માત્ર આ સ્થાન પર રહેવાના કારણે જ આવ્યો છે. હું આશા રાખુ છું કે દરેક લોકો આ આશ્રમને પોતાનું સમજે અને આશ્રમની પ્રગતીમાં યથાશક્તિ ફાળો આપે. સાથે હું આશા રાખું કે અમારા ઈનર એન્જિનીયરીંગના શિક્ષકો જીવંત ઉદાહરણો બને. એક ક્ષણ માટે નહીં, પણ સંપૂર્ણ રીતે તેઓ સમર્પિત હોવા જોઈએ. આ માટે દરેકમાં એક જ્યોત પ્રજવલીત થવી જોઈએ. જેના કારણ કે આપણું સપનું સાકાર થાય. મને આનંદ થયો કે બીજા દિવસે હથ યોગના શિક્ષકોએ તાલીમાર્થીઓમાંની એ તીવ્રતા અને જ્યોત પેદા કરી શક્યા.

Sadhguru with the Isha Hatha Yoga Teacher Trainees | Full On, Everyone!

 

અન્ય એક પાસા પર હું ભાર મૂકી રહ્યો છું. અને તે છે એકતા. ઈશા કેન્દ્રમાં આ ભાવના ક્યારેય નાશ ન થવી જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં. મને એવું લાગે છે કે આજે આપણે કૈલાશ થી કંકર લાવવા માટે સક્ષમ છીએ પણ જો આપણી એકતા રહેશે તો, આવતીકાલે શક્ય છે આપણે અહીં (ચેન્નઈ) કેલાશ ખડકી દઈએ. જો આપણે આ આધ્યાત્મિક આંદોલન જીવંત અને ભવિષ્યની પેઢીઓ માટે ઉપલબ્ધ રાખવું હોય અને તેની સંપૂર્ણ શુદ્ધતા જાળવવી રાખવી હોય તો, આપણે સૌ કોઈએ સંપૂર્ણપણે પ્રામાણિકતા સાથે વર્તવું પડશે.

એક બીજા સાથે રહીએ અને બદલીએ દુનિયા.

હું આશા રાખુ કે, ઈશામાં દરેક જણ ઈશાના સંદેશાને સૌ વર્ષ આગળ લઈ જાય. આપણે શું પ્રાપ્ત કરવું છે? આપણે કેવી રીતે દુનિયામાં આપણો ફાળો આપવો છે? ઇશા સંસ્થાનની સંસ્કૃતિની મહાનતા  અને શુદ્ધતા જળવાઈ રહે તે આપણે શું સુનિશ્ચિત કરીશું? આ બધુ તમારી આદ્યાત્મિક ઉન્નતિ અને તમારી ક્ષમતાઓ વધારવા માટેનો ઉત્તમ સમય છે.

વિશ્વ ક્યારેય આ પહેલા આટલું આધ્યાત્મિકતા માટે તરસ્યું ન હતું.. હું આશા રાખુ છું કે, તમે દરેકનો સ્વીકાર કરો અને આ ગ્રહ પર શક્ય હોય એટલા લોકો સુધી પહોંચો.

દરેક માટે આ એક તક છે, કે તેઓ તેમની ક્ષમતા આધારે આ પ્રક્રિયામાં જોડાઈ શકે છે. સંપર્કમાં આવો અને વિશ્વને રૂપાંતરિત થતા જુઓ. હાલની પેઢીને અદભૂત અને સક્ષમ બનાવો. જે ક્યારે ન હતી. ચાલો આપણે આ શક્ય કરી બતાવીએ.

Love & Blessings