સદગુરૂ, વિભૂતિ બનાવવાની રીતો, વિભૂતિ નો ઉપયોગ અને શરીર ઉપર એ ક્યાં લગાડી શકાય એના વિષે વિસ્તૃત વિશ્લેષણ કરે છે.

 

સદગુરૂ: વિભૂતિ અથવા પવિત્ર ભસ્મ ના ઉપયોગ નાં અનેક પાસાંઓ છે. સર્વ પ્રથમ, એ  ઉર્જા (શક્તિ) નું સ્થાનાંતર કરવા નું અથવા તો સંચારિત કરવાનું એક સશક્ત માધ્યમ છે, અને શરીર ની ઉર્જા ને દિશા-નિર્દેશ તેમજ નિયંત્રિત કરવા માં મદદ કરવા માટે સક્ષમ છે. એ સિવાય, એને શરીર ઉપર લગાડવા નું એક સાંકેતિક મહત્વ છે. જીવન ના નશ્વરપણા ના સ્વભાવ ને એ સતત યાદ કરાવે છે – એ તમારા શરીર ઉપર હમેશાં નશ્વરપણું ધારણ કરવા જેવું છે.

સામાન્ય રીતે, યોગીઓ સ્મશાન-ભૂમિ માંથી લીધેલી રાખ નો જ વિભૂતિ તરીકે ઉપયોગ કરે છે. જો એ રાખ નો પ્રયોગ ન થઈ શકે, તો એ પછીનો શ્રેષ્ઠ વિકલ્પ છે, ગાય નું છાણ વાપરો. અન્ય પદાર્થો પણ વપરાય છે, પણ મુખ્ય સામગ્રી, એનું બંધારણ, ગાયનું છાણ જ હોય છે. અને જો આ ભસ્મ નો ઉપયોગ પણ ન થઈ શકે, તો આગલો વિકલ્પ છે, ભાત (ચોખા) ની ભૂસી માંથી એ બનાવવાનો. આ ઈશારો છે કે શરીર મુખ્ય પદાર્થ નથી, એ ફક્ત ચોખા ની ભૂસી જેવું છે.

આપણે પવિત્ર ભસ્મ નો ઉપયોગ શા માટે કરીએ છીએ?

કમનસીબે, ઘણી જગ્યા એ આ એક નિંદનીય ધંધો બની ગયો છે, જ્યાં તેઓ પવિત્ર ભસ્મ ના નામે ફક્ત એક ચોક્કસ જાતના સફેદ પથ્થર નો ભૂકો જ આપે છે. પણ જો એ ખરેખર યોગ્ય રીતે બનાવવામાં આવે અને તમે જો જાણતા હો કે એને કેવી રીતે અને ક્યાં લગાડવાની છે, તો વિભૂતિ તમને ખૂબ વધારે ગ્રહણશીલ બનાવે છે; અને તમે તમારા શરીર ના જે ભાગ ઉપર વિભૂતિ લગાડો છો, એ ભાગ વધુ સંવેદનશીલ બની પ્રકૃતિ તરફ ઊર્ધ્વગતિ કરે છે. એટલે, સવારે ઘરની બહાર પગ મૂકતાં પહેલાં, શરીર ના અમુક ચોક્કસ ભાગો ઉપર વિભૂતિ લગાડો, તમારી આસપાસ ની દિવ્યતા ને પામવા માટે, નહીં કે દુષ્ટતા ને. એ ક્ષણે તમારા શરીર નો કયો ભાગ ગ્રહણશીલ છે, એના આધારે તમે અનેક પ્રકારે તેમજ તમારા અસ્તિત્વ નાં વિવિધ પરિમાણો માંથી, જીવન પ્રાપ્ત કરી શકો. તમે અનુભવ્યું હશે – એક સમયે, તમે કઇંક જોયું અને એક નિશ્ચિત પ્રકારે એનો અનુભવ લીધો. બીજા સમયે, તમે એ જ વસ્તુ ફરીથી જોઈ, અને એક સાવ જ અલગ પ્રકારનો અનુભવ લીધો. તમારી જીવન ગ્રહણ કરવાની રીતથી ફેર પડે છે. એટલે તમારે તમારા ઉચ્ચ પાસાંઓ ને ગ્રહણશીલ બનાવવાનાં છે, નીચલાં પાસાંઓ નહીં.

તમારી આસપાસ ની દુષ્ટતા નહીં, પણ દિવ્યતા ને પામવા માટે, તમે અમુક ચોક્કસ ભાગો ઉપર વિભૂતિ લગાડો.

તમારી આસપાસ ની દુષ્ટતા નહીં, પણ દિવ્યતા ને પામવા માટે, તમે અમુક ચોક્કસ ભાગો ઉપર વિભૂતિ લગાડો. તમારા ભૌતિક શરીર ની અંદર, જીવન ને અનુભવવા નાં, સાત વિવિધ પરિમાણો નું પ્રતિનિધિત્વ કરનારાં, સાત મૂળભૂત કેન્દ્રો છે. આ કેન્દ્રો ચક્ર તરીકે ઓળખાય છે. ‘ચક્ર’ ઉર્જા પ્રણાલી નું એક નિશ્ચિત મિલન-કેન્દ્ર છે. આ ચક્રો ભૌતિક નહીં, ખૂબજ ગૂઢ છે. આ ચક્રો અનુભવ દ્વારા જ જાણી શકાય છે, પણ તમે જો શરીર ચીરી ને જુઓ, તો તમને એક પણ ચક્ર દેખાશે નહીં. જેમ-જેમ તમારી પરાકાષ્ઠા નો સ્તર ઊંચો જશે, તેમ-તેમ ઊર્જા સ્વાભાવિક રીતે જ એક ચક્ર થી બીજા માં ગતિ કરશે. તમે જો ઉચ્ચ ચક્રો માંથી જીવન પામો, ત્યારે તમે જે સ્થિતિ નો સામનો કરો છો, એ તમે નીચલા સ્તર નાં ચક્રો પાસેથી જીવન પ્રાપ્ત કરીને સામનો કરશો, તે સ્થિતિઓ થી, તમારી માટે જુદી હશે.

આપણે વિભૂતિ લઈ રીતે લગાડવી જોઈએ?

પરંપરાગત રીતે, વિભૂતિ તમારા અંગૂઠા અને અનામિકા વચ્ચે લેવામાં આવે છે - એ બહુ બધી લેવાની જરૂર નથી, સાવ થોડીક જ – અને બન્ને ભમર વચ્ચે, જે સ્થાન આજ્ઞા ચક્ર તરીકે ઓળખાય છે, ત્યાં, ગળા ના કાકડા ઉપર, જે વિશુદ્ધ ચક્ર કહેવાય છે, ત્યાં, અને છાતી ના મધ્ય ભાગમાં, જ્યાં પાંસળીઓ મળે છે, અને જે અનાહત ચક્ર તરીકે ઓળખાય છે, એ જગ્યાએ  લગાડવામાં આવે છે. ભારત માં એ જ્ઞાન સર્વસામાન્ય હતું કે આ ત્રણેય સ્થાન ઉપર એ લગાડવી જરૂરી છે. આ વિશિષ્ટ સ્થાનો એટલા માટે કે ત્યાં વિભૂતિ લગાડવાથી તેઓ વધુ સંવેદનશીલ બને છે.

આ એક ગહન વિજ્ઞાન છે, પણ આજે, એની પાછળ નાં વૈજ્ઞાનિક કારણો ને સમજ્યા વગર આપણે એને એક લાંબી પટ્ટી તરીકે કપાળ ઉપર લગાડીએ છીએ.

સામાન્ય રીતે, વિભૂતિ અનાહત ઉપર એટલા માટે લગાડવામાં આવે છે જેથી કરીને તમે જીવન ને પ્રેમ તરીકે પ્રાપ્ત કરો. એને વિશુદ્ધ ઉપર એટલા માટે લગાડવામાં આવે છે, જેથી તમે જીવન ને ઉર્જા તરીકે પ્રાપ્ત કરો; ઉર્જા નો અર્થ શારીરિક અથવા માનસિક સુધી મર્યાદિત નથી, મનુષ્ય માટે ઉર્જાવાન બનવાના અનેક માર્ગો છે. એનો આશય છે જીવન ની ઉર્જા ને મજબૂત અને શક્તિશાળી બનાવવાનો, જેથી કરીને તમારી આસપાસ ના જીવન ઉપર તમારી હાજરી માત્ર થી  પ્રભાવ પડે – તમારે બોલવાની કે કશું કરવાની જરૂર ન પડે, તમે જો ફક્ત બેસો, તો પણ તમે આસપાસ ની સ્થિતિ ને પ્રભાવિત કરી શકો. આવી ઉર્જા મનુષ્ય ની અંદર વિકસિત થઈ શકે છે. આજ્ઞા ઉપર વિભૂતિ એટલા માટે લગાડવામાં આવે છે જેથી કરીને તમે જીવન ને જ્ઞાન તરીકે પ્રાપ્ત કરો.

આ એક ગહન વિજ્ઞાન છે, પણ આજે, એની પાછળ નાં વૈજ્ઞાનિક કારણો ને સમજ્યા વગર આપણે એને એક લાંબી પટ્ટી તરીકે કપાળ ઉપર લગાડીએ છીએ. એક ભાત ની પટ્ટીઓ ધરાવનાર, અન્ય કોઈ ભાતની પટ્ટીઓ ધરાવનાર સાથે સહમત થતો જ નથી – આ મૂર્ખામી છે. વિભૂતિ સ્વયં શિવે, કે અન્ય કોઈ પણ ભગવાને, આપેલી વસ્તુ નથી. આ પ્રશ્ન કોઈ માન્યતા નો નથી. ભારતીય સંસ્કૃતિ માં, ગંભીરપણે એને વ્યક્તિ ની વૃદ્ધિ માટે સહાયક સાધન કે ઓજાર તરીકે જોવામાં આવી છે. યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલી પવિત્ર ભસ્મ એક અલગ જ કંપન ધરાવે છે. આની પાછળ ના વિજ્ઞાન ને પુનર્જીવિત કરી એનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે.

સંપાદક ની નોંધ: ઈશા શોપી માં ઉપલબ્ધ વિભૂતિ ખૂબજ કાળજીપૂર્વક બનાવવામાં આવે છે અને મહત્તમ લાભ માટે ક્રિયાન્વિત કરવામાં આવે છે. એ ઈશા શોપી માંથી ખરીદી શકાય છે.