પ્રશ્નકર્તા: સદગુરુ, મારી ઇચ્છા છે કે હું સરળતાથી લાંબા સમય સુધી બેસી શકું, પણ હું મારા શરીરને સ્થિર રાખી શકતો નથી. હું આ મર્યાદાને કેવી રીતે દૂર કરી શકું?

સદગુરુ: સ્થિર બેસવા માટે, ચોક્કસપણે તમારા શરીરને નિયમનની જરૂર છે - હઠ યોગ થી એ શક્ય બને છે. પરંતુ જો તમારું શરીર સારી પરિસ્થિતિમાં હશે, તો પણ તમે સ્થિર બેસી શકશો નહી, સિવાય કે તમે અન્ય કેટલાક પાસાંઓનો ઉકેલ કરો.

યોગ ના આઠ અંગો છે-યમ અને નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહર, ધારણા, ધ્યાન, અને સમાધિ. આ પગલાઓ નથી - તે અંગો છે. જો તમારી પાસે આઠ અંગો હોય, કયું પેહલા મુકવું તમારી જરૂરિયાત અનુસાર એ તમારી પસંદગી છે. શું કોઈ નિયમ છે કે કયું અંગ પેહલા મુકવું? કારણ કે તમે ભારતથી છો – એટલે એવું વિચારશો નહીં કે તમારે હંમેશાં તમારો જમણો પગ પેહલા મુકવો. જીવનના કેટલાક પાસાં છે જ્યાં પહેલા તમારો જમણો પગ મુકો એ વધારે સારું છે, અને ઘણા પાસાઓ માં તમારા ડાબા પગને પ્રથમ મૂકવો વધુ સારું છે. કયો પગ પ્રથમ મુકવો તે પ્રવૃત્તિ પર આધારિત છે. એ જ રીતે, યોગનો કયો અંગ પ્રથમ ઉપયોગ કરવો તે તમે ક્યાં છો તેના પર આધાર રાખે છે.

જો તમારે સ્થિર બેસવું હોય, તો માત્ર તમારા શરીર પર કામ કરવું પૂરતું નથી - તમારે તમારા મન પર પણ કામ કરવું પડશે.

માનવતાના ઇતિહાસમાં લાંબા સમય સુધી, શારીરિક પાસું સૌથી મજબૂત અને સૌથી મોટો અવરોધ હતો. તેથી, લોકોને પ્રથમ હઠ યોગનો અભ્યાસ કરાવતા હતા. થોડા સો વર્ષ પહેલાં, માત્ર 5-10% લોકો માનસિક સમસ્યાઓ ધરાવતા હતા. બીજાઓ ને માત્ર શારીરિક સમસ્યાઓ હતી. આજે પણ, ગામોમાં, મોટા ભાગના લોકોમાં માત્ર શારીરિક સમસ્યાઓ હોય છે, માનસિક સમસ્યાઓ હોતી નથી. પરંતુ સામાન્ય રીતે, છેલ્લી થોડી પેઢીઓમાં, લોકો શારીરિક સમસ્યાઓ કરતા વધુ માનસિક સમસ્યાઓ ધરાવે છે, કારણ કે તેઓ તેમના મગજનો ઉપયોગ શરીર કરતાં વધારે કરે છે. આ માનવતા માટે એક મોટો સુધારો છે. 100 અથવા 200 વર્ષ પહેલાં, લોકો તેમના શરીરનો ઉપયોગ તેમના મન કરતા વધારે કરતા હતા.

હું એક છટાદાર રહસ્યવાદી હોવાથી, હું એવા લોકો ને જોવ છું જે હાલમાં અહિયાં છે. જેમ તેમની સમસ્યાઓ ભૌતિક કરતા માનસિક વધુ હોય છે, અમે સામાન્ય રીતે ક્રિયાઓ અને ધ્યાન સાથે ચાલુ કરીએ છીએ, જે મુખ્યત્વે ઊર્જા અને મનના સ્તરે કામ કરે છે, અને માત્ર પછી હઠ યોગ પર આગળ વધીએ છે.

જો તમારે સ્થિર બેસવું હોય, તો માત્ર તમારા શરીર પર કામ કરવું પૂરતું નથી - તમારે તમારા મન પર પણ કામ કરવું પડશે. ખાસ કરીને આ પેઢી માટે, સમગ્ર સિસ્ટમ - મન, લાગણીઓ, શરીર અને ઊર્જા ને સ્થાયી કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વનું છે. આ એક ખોટી માન્યતા છે કે આજના લોકો પાછલી પેઢી ના લોકો કરતાં વધુ તેજસ્વી છે. એ તો માત્ર એવું છે કે આજકાલ અવ્યવસ્થિત ઉપયોગના કારણે લોકોના મન વધારે નિયંત્રણમાં નથી.

જે રીતે આપણી શિક્ષણ પ્રણાલીને ગોઠવવામાં આવી છે, તે નિશ્ચિતપણે મનને ચંચળતા તરફ દોરી જશે. એક બાળક કવિતા વાંચવાથી લઈને ગણિત શીખે છે - બન્ને જોડાયેલા છે, પરંતુ જોડાણ કરવા માટે કોઈ નથી. ગણિતમાંથી, તેઓ સંગીતમાં જાય છે - બન્ને જોડાયેલા છે, પરંતુ જોડાણ કરવા માટે કોઈ નથી. સંગીતથી તેઓ રસાયણશાસ્ત્રમાં જાય છે - તેઓ જોડાયેલા છે, પરંતુ જોડાણ કરવા માટે કોઈ નથી, કારણ કે સંગીત વિભાગ અને રસાયણશાસ્ત્ર વિભાગ સાથે મળી શકતા નથી.

બધું જ અસંગતતાથી શીખવવામાં આવે છે કારણ કે, અંતમાં કોઈપણ જાણવાની ઉત્કટતાથી અભ્યાસ નથી કરતો. બધાજ લોકો પરીક્ષા પાસ કરવા અને નોકરી મેળવવા માટે અભ્યાસ કરી રહયા છે. આ પોતાને શિક્ષિત કરવા માટેનો વિનાશક રસ્તો છે, અને જીવવા માટે એક દયનીય રીત છે. પરંતુ તે મહત્વનું નથી કે તે કેટલું અર્થહીન છે, પણ વિશ્વના મોટાભાગના લોકોએ એવું જ જીવવાનું પસંદ કર્યું છે.

તાજેતરમાં, હું ખૂબ ઊંચા સ્તરની બેઠક માં હતો, જ્યાં ખૂણામાં દારૂ પીરસવામાં આવી રહ્યું હતું. યજમાનએ કહ્યું, "સદગુરુ અહીં છે, ચાલો દારુ પીરસવું નથી." પરંતુ કેટલાક લોકો તેમના હાથને દારૂથી દૂર રાખી શક્યા નહીં. ત્યાં એક મંત્રી હતા મેં કહ્યું, "આખું જગત ક્યારે નશામાં આવશે?" આજકાલ, એવું બની ગયું છે કે જો તમે  માણસ હોવ, તો તમારે પીવું જ જોઈએ, નહિંતર, તમે આ જગતના નથી. જેમણે કહ્યું, "મને ખાતરી છે કે સદગુરુ જગતના માણસ છે – એમને કોઈ વાંધો નહીં હોય." 

આપણે લોકોના મનને સંપૂર્ણપણે ખોટી રીતે વિકસી રહ્યા છીએ. તો પછી આપણે કેવી રીતે તેમને શાંતિપૂર્ણ અને આનંદી બનવાની અપેક્ષા રાખી શકીએ? તે કામ કરશે નહીં. જ્યાં સુધી તમે યોગ્ય વસ્તુઓ કરશો નહીં, ત્યાં સુધી તમારી સાથે યોગ્ય વસ્તુઓ થશે નહીં. જો તમારું શરીર સરળતાથી અહીં બેસી નહિ શકે, તો દેખીતી રીતે, એની સાથે કંઇક ઠીક નથી, પછી ભલે તમે તબીબી રૂપે સામાન્ય પ્રમાણિત હોવ. હું આશ્ચર્યચકિત થયો જયારે મને ખબર પડી કે અમેરિકામાં તબીબી પાઠયપુસ્તકો મુજબ અઠવાડિયામાં બે વાર શૌચાલય જવાનું સામાન્ય માનવામાં આવે છે. યોગ સંસ્કૃતિ મુજબ, યોગીઓને દિવસમાં બે વખત શૌચાલયમાં જવું જોઈએ, કારણ કે મળમૂત્ર સિસ્ટમમાં રહેવું જોઈએ નહીં. જે બહાર જવું જોઈએ તે શક્ય હોય એટલી વહેલી તકે બહાર જવું જોઈએ. જ્યારે તમે સવારે ઊઠો ત્યારે પ્રથમ વસ્તુ તે થવી જોઈએ. અઠવાડિયામાં બે વાર એટલે સરેરાશ, તમે મળમૂત્ર તમારા શરીરમાં ત્રણ દિવસ માટે રાખો છો, અને તમે તમારા મનને ઠીક રાખવાની અપેક્ષા રાખો છો? તે ઠીક રહેશે નહીં કારણ કે તમારું મોટું આંતરડું અને તમારું મગજ સીધા જોડાયેલ છે.

મોટું આંતરડું મુલ્ધધરામાં છે, જે તમારી ઊર્જા પ્રણાલીનો પાયો છે. મુલ્ધધરા પર જે પણ થાય છે, તે સમગ્ર સિસ્ટમ માં થાય છે, એક રીતે અથવા તો બીજી રીતે - અને ખાસ કરીને તમારા મન પર થાય છે. આજે વૈજ્ઞાનિકો આવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કારણ કે તેઓ માઈક્રોસ્કોપ હેઠળ મનુષ્યના દરેક ભાગનું અભ્યાસ કરે છે. તેથી, દરેક ભાગ વિષે, તેઓ એક અલગ નિષ્કર્ષ પર આવે છે. સમગ્ર સિસ્ટમ બહારથી સમજી શકાતું નથી - તે ફક્ત અંદરથી જ સમજી શકાય છે.

તમારી સાધના કરો, વધુ પ્રાકૃતિક ખોરાકનો સમાવેશ કરી આહાર બદલો, અને તમે બે મહિના ની અંદર જોશો, તમે સ્થિર બેસી શકસો.