પ્ર: સદગુરુ, શું તમે પ્રકૃતિ સાથે લય હોવા વિશે થોડું વધારે વાત કરી શકો છો?

સદગુરુ: તમે જાણો છો કે તાલમેલ શું છે. ઘણી બધી રીતે “તાલમેલ”તમારી સાથે થઈ શકે છે. ખરેખર, જો તમે કાળજીપૂર્વક સાંભળો, તો અસ્તિત્વમાંની દરેક વસ્તુમા તાલમેલ હોય છે. પ્રેક્ષકોની દ્રષ્ટિએ, ઊંડા સ્તર પર નહીં, જો તમે કાળજીપૂર્વક સાંભળો તો તેમાં તાલમેલ હોય છે. જંતુઓ આસપાસ ગણગણાટ કરતા હોય છે - તેમાં તાલમેલ હોય છે. જો તમે ધોરીમાર્ગ પરના અવાજને કાળજીપૂર્વક સાંભળો તો તેમાં પણ તાલમેલ હોય છે. જો કોઈ ધ્વનિ કોઈક વસ્તુમાંથી ઉત્સર્જન કરે છે તેમાં ચોક્કસ તાલમેલ હોય છે. જો દરેક ધ્વનિ જે તમે સાંભળો છો તેમાં તાલમેલ હોય, તો દેખીતી રીતે તે પડઘા માં તાલમેલ છે, જે ધ્વનિનું કારણ બને છે. જો પડઘાની તાલમેલ હોય તો પછી જે વસ્તુમાંથી પડઘા પડે એમાં પણ તાલમેલ હોય છે, અને જો વસ્તુની તાલમેલ હોય તો પછી વસ્તુનો જે સ્ત્રોત છે તેમાં પણ તાલમેલ હોય છે. પ્રશ્ન એ છે કે, તમે કયા તાલમેલ માં છો.

તમે કયા તાલમેલ માં છો?

તમે આ સંગીત સાથે જોઈ શકો છો. જ્યારે આપણે મોટા થઇ રહયા હતા, ત્યારે આપણું ઘર શાસ્ત્રીય સંગીતથી ગુંજતું હતું. તે હવાનો એક ભાગ હતો જે આપણે શ્વાસ લેતા હતા. મારા પિતા પણ શાસ્ત્રીય સંગીતના મોટા પ્રમાણમાં પ્રશંસક હતા, પરંતુ અમે રોલિંગ સ્ટોન્સ/પશ્ચિમી સંગીત સાંભળીને મોટા થયાં છીએ, જે તેમને સહન ન થતું હતું. તે સમાચારપત્ર લઈને બેસતા અથવા કોઈ પુસ્તક વાંચતા, અને અમે ધીમે ધીમે પશ્ચિમી સંગીત ચાલુ કરતા. તે સમાચારપત્ર માં દિવસના સમાચાર માં મગ્ન થઇ જતા અને અમે ધીમે ધીમે અવાજ વધારતા. અમે જાણતા હતા કે તેઓને આ સંગીત પસંદ નથી પરંતુ તેમના પગ અજાણતાંમાં થપથપાત કરતા. પછી અમે તેમને પકડીને કેહતા, "તમારા પગ તરફ જુઓ, તમને આ ગમે છે! તમને આ ગમે છે! "તાલમેલની પ્રકૃતિ એ છે કે તે શરીરને હિલચાલ આપે છે. અને અન્ય પ્રકારના સંગીત પણ છે જ્યાં તમારું શરીર સ્થિર રહે. ખાસ કરીને ધ્રુપદ સંગીત એ પ્રકૃતિનું છે. સામાન્ય રીતે, ધ્રુપદ માં કોઈ શબ્દો નથી હોતા, તેમાં માત્ર આ નો અવાજ સતત વાગ્યા કરે. તેઓ “આ આ” ને છ કલાક સુધી કરી શકે છે - ફક્ત એકજ અવાજ! જો તમે સાંભળતા રહો, તો તમે સરળતાથી સ્થિર બેસી શકો છો કારણ કે સંગીત ને એવી રીતના ડિઝાઈન કર્યું છે કે તમે સ્થિર બેસી શકો છો.

તાલમેલ ઘણા વિવિધ સ્તરો પર હોઈ શકે છે. જો તે શરીરની તાલમેલ હોય, તો તે એક રીતે હોય છે. જો તમે મનની તાલમેલને સ્પર્શ કરો, તો તે ચોક્કસ રીતે હશે. જો તમે આંતરિક ઉર્જાની તાલમેલને સ્પર્શ કરશો તો તે એક અલગ રીતનો હશે. જો તાલમેલ સૌથી ઊંડા કેન્દ્રને સ્પર્શ કરે છે, જો તમને અસ્તિત્વના ચોક્કસ પરિમાણની તાલમેલ મળે, તો તમે કુદરતી રીતે ધ્યાનમગ્ન થઇ જાઓ છો. એક રીતે, તે એજ છે જે તમે બધી ક્રિયાઓ અને ધ્યાનના માધ્યમથી કરવાના પ્રયત્નો કરો છો. તે માત્ર એક પ્રયાસ છે તાલમેલમાં પ્રવેશવાનો - સ્થિરતાની તાલમેલમા, જે પરમની તાલમેલ છે. જો તે સ્થિર છે, તો તાલમેલ ક્યાં છે? તે તાલમેલ એ અનાધિ છે . દરેક અવાજની શરૂઆત અને અંત હોય છે. પરંતુ સ્થિરતામાંથી જન્મેલા અવાજની શરૂઆત અને અંત હોતી નથી.

કુદરતની પુકાર!

કુદરતની તાલમેલ જોઈએ - અંગ્રેજી શબ્દ "પ્રકૃતિ" નો મૂળભૂત અર્થ પૃથ્વી, વૃક્ષો અને તેના જેવી વસ્તુઓનો છે. ના, પ્રકૃતિ ઘણા જુદા જુદા સ્તર પર હોય છે. તમે "પ્રકૃતિ" શબ્દનો ઉપયોગ પ્રાણી પ્રકૃતિ, માનવ પ્રકૃતિ, વિવિધ પ્રકારની પ્રકૃતિ તરીકે પણ કરો છો. પ્રકૃતિ શરીરની, મનની, લાગણીની, ઉર્જાની અને સર્જકની પણ હોય છે.

 

સજાગતાથી શરીરનું પુનર્વસન કરવું

તમે પોતાની જાતે ઉભા નથી થયા, પરંતુ તમે જાતે પીગાળી શકો છો. જો તમે તમારી જાતને પીગાળી શકો છો તો પછી તમે જાણતા હોવ કઈ રીતના જાતે ઉભા થવું. જે શીખી લે છે આ સિસ્ટમને વ્યવસ્થિત રીતે વિખેરતા, એવી જ રીતના શીખે છે તેને પાછું ભેગું કરતા. જો કોઈ ચોક્કસ તીવ્રતાની સ્થિતિમાં અથવા જાગૃતિમાં જાય છે, તેના અસ્તિત્વના યંત્રવિજ્ઞાનને જાણ્યા વગર, તો તે સારા માટે જાય છે. પરંતુ જો સજાગતામાં છોડે છે, પોતાની સિસ્ટમને વિખેરીને, તાલમેલ ના જટિલ સ્તરોને સમજીને જેના થી તેનું સર્જન થયું છે, જો તે ઇચ્છે છે તો તે પોતે પાછું પણ મૂકી શકે છે.

જ્યારે યોગી આ સ્થિતિમાં પહોચે છે ત્યારે તેને નિર્માણકાય માનવામાં આવે છે, જે પોતાના શરીરનું પુનર્વસન કરે છે. તે માતાના ગર્ભાશયથી એક બાળક ની જેમ પાછો નથી આવતો, તે જે રીતે ઈચ્છે છે તે રીતે પાછો આવે છે. શિવ ગયા અને ફરીને ફરીને પાછા આવ્યા. એમણે પોતાને વિખેરીને ફરીથી પોતાનું સર્જન કર્યું, ક્યારેક જુદી જુદી રીતના. કેટલીકવાર જ્યારે એમની પત્નીને મળવા માંગતા, ત્યારે પોતાને સુંદર બનાવી દેતા. કેટલીકવાર તે અન્ય પ્રકારના લોકો ને મળવા માંગતા, તેથી પોતાને ઉગ્ર બનાવી દેતા. એમણે પોતાની ચામડીનો રંગ બદલ્યો, પોતાની જાત વિશે બધું બદલી નાખ્યું, કારણ કે અભેદ્યતામાં થી અસ્તિત્વ સુધી એમણે પોતાની જાતને વિખેરીને પુનર્વસન કર્યું.

જ્યારે તમે કુદરતની તાલમેલ ની વાત કરો છો, ત્યારે આપણે ફક્ત પૃથ્વીની તાલમેલ વિષે વાત નથી કરતા. પૃથ્વી એક મહત્વનું પરિબળ છે પરંતુ તે જ બધું નથી; તે અસ્તિત્વમાં ફક્ત એક નાનું બિંદુ છે. અહીં રહેવા અને આપણા જીવનના કેટલાક પાસાંઓનું પાલન કરવા, પૃથ્વી સાથે તાલમેલમાં હોવું મહત્વનું છે. સાથેજ, અસ્તિત્વના અન્ય પરિમાણો જાણવા માટે, જો તમે જાણો કે કેવી રીતના સ્થિરતાની તાલમેલમાં જવું અને સજાગતાથી બહાર આવવું, તમે જ્યારે ઇચ્છો ત્યારે ત્યાં જઇ શકો અને જ્યારે ઇચ્છો ત્યારે બહાર આવી શકો. જો તમે કેન્દ્રક સુધી જઈ શકો છો અને જ્યાં છો ત્યાં પાછા આવી શકો, જો આ સ્વતંત્રતા મેળવી લીધી હોય, તો તમે ગમે તે રીતે તાલમેલની સંપૂર્ણ શ્રેણીને સ્પર્શ કરી શકો છો.