વીરેન્દ્ર સેહવાગ:- નમસ્કારમ સદગુરુ. હું આપણી ભારતીય જતી વ્યવસ્થાનું સત્ય જાણવા માંગુ છું. આપણે અધિક સમાવેશ અને બરાબરી કેવી રીતે લાવી શકીએ છે?

સદગુરુ:- નમસ્કારમ વીરૂ. આપણે આ સમાઝવાણી જરૂર છે કે આ જાતિ વ્યવસ્થા વાસ્તવમાં કામના ભાગલાઓ ના લીધે શરૂ થઈ. દુર્ભાગ્ય પણે, થોડા સમયમાં આ ભાગલાઓ ભેદભાવ થી ભરાઈ ગયા અને લોકો એકબીજા વિરુદ્ધ થઈ ગયા. એક સમાજે કામ કરવા માટે, એ જરૂરી છે કે વસ્તીમાં ચોક્કસ સંખ્યામાં લોકો અલગ અલગ કુશળતા અને કારીગરી કરે, કોઈ વહીવટનું ધ્યાન રાખે, કોઈ સમાજ માટે શિક્ષા અને આધ્યાત્મિક પ્રક્રિયા ને જુએ. આ રીતે તેમણે ચાર મૂળભૂત વિભાજન કર્યા.

પ્રાચીન કાળમાં લોકો ઘરે જ કામ સીખતા હતા

આની સાથે જ આપણે એ સમઝવું જોઇએ કે પ્રાચીન સમય માં જ્યારે કોઈ એંજીન્યરિંગ કે મેડિકલ સ્કૂલ ન હતા. જો તમારા પિતા સુથાર હતા તો તમે સુથારકામ શિખતા હતા અને સારા સુથાર બનતાં હતા. તો જાતી વ્યવસ્થા ને ધ્યાનમાં રાખીને કુશળતાને પીઢિ દર પીઢિ આગળ વધારવામાં આવતી હતી. 

આપણે એ સમઝવું જોઇએ કે પ્રાચીન સમય માં જ્યારે કોઈ એંજીન્યરિંગ કે મેડિકલ સ્કૂલ ન હતા.કુશળતાને પીઢિ દર પીઢિ આગળ વધારવામાં આવતી હતી. 

પણ અફસોસ એ વાતનો છે કે આચનક એક સોની પોતાને લુહાર થી ચઢિયાતો સમઝવાનું શરૂ કરી દે છે- એમ જોઈએ તો  સમાજ માં એક લુહાર નું કામ સોની કરતાં  ઘણું વધુ ઉપયોગી છે, પણ કોઈ ને કોઈ રીતે એક પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સમઝવા લગે છે, અને પેઢીઓની સાથે શ્રેષ્ઠા સ્થાપિત થતી જાય છે. આ શ્રેષ્ઠતાને સ્થાપિત કરવાના પ્રયત્નમાં દરેક પ્રકારની શોષણકારી પ્રક્રિયા શરૂ થઈ, અને એ એવી જગ્યાએ પહોચી ગઈ, જ્યાં જાતી વ્યવસ્થા લગભગ રંગભેદની જેમ અભિવ્યક્ત થવા લાગી,કા તો તે અભિવ્યક્ત થઈ ગઇ છે.

હવે એવું નથી રહ્યું કે કુશળતા ફક્ત પરિવારની અંદર જ આગળ વધે. આ સંદર્ભમાં હવે જાતિ વ્યવસ્થા નથી રહી. 

પાછલા ઘણા વર્ષો માં લોકો સાથે ભયંકર વસ્તુઓ કરવામાં આવી છે.અત્યારે પણ ભારતના કેટલાય ગામડાઓમાં નીચી જાતિના ગણાતા લોકો, જેને તમે દલિત કહો છો, કેટલાય ગામડાઓ માં એમની પાસે પાયાના માનવઅધિકાર પણ નથી. જોકે છેલ્લા પચ્ચીસ -ત્રીસ વર્ષોમાં માં ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ હજી પણ આપણા દેશમાં એવી ઘણી ભયાનક વસ્તુઓ થયા કરે છે જે આપણે નહિ ઈચ્છીએ કે એ થાય.  

જાતિ વ્યવસ્થા મુશ્કેલીના સમય માં સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે.

આનું એક જ સમાધાન છે..... પહેલી વાત, આ વ્યવસ્થા આજના સમય માં પ્રાસંગિક નથી, કારણ કે કુશળતાને ઘણી રીતે લોકો સુધી પહોચાડી શકાય છે. આપણી પાસે શૈક્ષણિક સંસ્થા છે. આપની પાસે તકનીકી સંસ્થા છે, માટે હવે એવું નથી રહ્યું કે કુશળતા ફક્ત પરિવારની અંદર જ આગળ વધે. પણ એક સંદર્ભ હજી પણ છે અને એ છે સામાજિક સુરક્ષા નો.

લોકો પોતાના વર્ગ અને જાતિનું ધ્યાન રાખે છે. તેઓ કાયમ પોતાના જાતિના લોકોની મુશ્કેલીમાં મદદ કરે છે. આ રીતની સામાજિક સુરક્ષા ઉપલબ્ધ છે.  તો જ્યાં સુધી આપણે એક રાષ્ટ્રવ્યાપી સામાજિક સુરક્ષા વ્યવસ્થા નહીં લાવીએ, ત્યાં સુધી જતી વ્યવસ્થા કેટલાક અંશ સુધી કાયમ રહેશે.

આ ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે એક રાષ્ટ્રવ્યાપી સામાજિક સુરક્ષા વ્યવસ્થા અને એવી શિક્ષા વ્યવસ્થા બનાવએ કે જે દરેકને પોતાની ક્ષમતા  પ્રમાણે  કુશળતા પ્રદાન કરે. આવું થવા થી મારા હિસાબે જાતિ વ્યવસ્થા પોતાની જાતે જ સમાપ્ત થઈ જશે.

ફક્ત જાતિ વ્યસ્થાને ખાતાં કરવાના પ્રયાસ અને એના વિરુદ્ધ કામ કરવા થી કોઈ પરિણામ નહીં નીકળે. લોકો હજી પણ જાતિ વ્યાસથાથી એટ્લે જોડાએલા છે કારણ કે તે સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આ ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે એક રાષ્ટ્રવ્યાપી સામાજિક સુરક્ષા વ્યવસ્થા અને એવી શિક્ષા વ્યવસ્થા બનાવએ કે જે દરેકને પોતાની ક્ષમતા  પ્રમાણે  કુશળતા પ્રદાન કરે. આવું થવા થી મારા હિસાબે જાતિ વ્યવસ્થા પોતાની જાતે જ સમાપ્ત થઈ જશે.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image