ડર શું છે અને શા માટે તે આવી પાંગળી લાગણી છે? અહીં યોગી અને રહસ્યવાદી સદગુરુ તરફથી જીવન ને રૂપાંતરિત કરતો લેખ, જ્યાં તેઓ ડરને કેવી રીતે દૂર કરવું અને જીવનનો સંપૂર્ણ અનુભવ કેવી રીતે કરવો તે બતાવે છે.

 

સદગુરુ: ડર ફક્ત એટલા માટે છે કે તમે જીવન સાથે નહીં, પણ તમે તમારા મનમાં જીવી રહ્યા છો. તમારો ડર હંમેશાં હવે શું બનશે તે વિષે હોય છે. તેનો અર્થ એ છે કે તમારો ડર હંમેશા તે વિષે હોય છે જે અસ્તિત્વમાં નથી. જો તમારો ડર અસ્તિત્વમાં નથી, તો તમારો ડર સો ટકા કાલ્પનિક છે. જો તમે વાસ્તવિકતામાં નથી રેહતા, તો તેને ગાંડપણ કહેવાય છે. તેથી, લોકો ગાંડપણના માત્ર સામાજીક સ્વીકૃત સ્તરોમાં હોઈ શકે છે, પરંતુ જો તમે ડરતા હોવ અથવા જો તમે ગમે તે વસ્તુથી પીડાતા હોવ, જે અસ્તિત્વમાં નથી, તો તે ગાંડપણ ગણાય, છે કે નહિ?

લોકો હંમેશા પીડાતા હોય છે કાં તો ગઈકાલે જે થયું અથવા તો કાલે શું થઈ શકે છે. તેથી તમારી પીડા હંમેશાં તે વિષે હોય છે જે અસ્તિત્વમાં નથી, ફક્ત એટલા માટે કે તમે વાસ્તવિકતામાં સ્થાયી નથી હોતા, તમે હંમેશાં તમારા મનમાં જીવો છો. મન એ - એનો એક ભાગ યાદશક્તિ છે અને તેનો બીજો ભાગ કલ્પના છે. તે બંને એક રીતે કલ્પનિક છે, કારણ કે તે બંને વર્તમાનમાં અસ્તિત્વ નથી ધરાવતા. તમે તમારી કલ્પનામાં ખોવાઈ ગયા છો, તે તમારા ડરનો પાયો છે. જો તમે વાસ્તવિકમાં સ્થાયી હશો, તો ત્યાં કોઈ ડર હશે નહિ.

ડર તમારી આજુ-બાજુ સીમાઓ મુકવાનું કામ કરે છે. ડર ના કારણે તમે હંમેશાં સીમાઓ બનાવો છો. જો તમે સીમાઓને મૂકીને તમારા જીવનના વિસ્તારને મર્યાદિત કરો છો, તો તમે સલામત રહી શકો છો પરંતુ સમસ્યા એ છે કે તમે જીવનથી પણ સલામત થઇ જશો. તમે પોતે જીવનથી સલામત છો. તે સાચું રક્ષણ છે!

 

ભ્રમથી ભરેલું મન

તમારે નક્કી કરવાનું છે કે તમે અહિયાં જીવનનો અનુભવ કરવા આવ્યા છો કે જીવનને ટાળવા માટે. જો તમે જીવનનો અનુભવ કરવા આવ્યા છો, તો એક વસ્તુ જે જરૂરી છે તે છે તીવ્રતા. જો તમારી પાસે તીવ્રતા નહિ હોય તો તમે જીવનનો અપૂરતું અનુભવ કરશો. તમે જે ક્ષણે પોતાને સલામત કરવા ડરનો ઉપયોગ એક સાધન તરીકે કરો છો, ત્યારે તમારી તીવ્રતા ઘટતી જશે. અને જો એકવાર તે ઘટશે, તો જીવનનો અનુભવ કરવાની તમારી ક્ષમતા જતી રેહશે. તમે મનોવૈજ્ઞાનિક કેસ બની જશો. તમારા મનમાં જે થઇ રહ્યું હશે એજ બધું હશે. તમે ક્યારેય અસાધારણ વસ્તુ અને આનંદને અનુભવશો નહીં કારણ કે જ્યારે તમે ડરમાં હોવ છો, ત્યારે તમને ત્યજી દેવાની ભાવના હોતી નથી. તમે ગાઈ નથી સકતા, તમે નાચી નથી શકતા, તમે હસી નથી શકતા, તમે રડી નથી શકતા, તમે જીવનમાં કંઇપણ કરી શકતા નથી. તમે ફક્ત અહીં જ બેસી શકો છો અને જીવન અને જીવનના બધા જોખમો વિષે શોક કરી શકો છો.

જો તમે તેને કાળજીપૂર્વક જુઓ, કે ડર શેના માટે છે? તમારો ડર ક્યારેય તેના વિષે નથી કે શું થયું છે. તે હંમેશાં શું થઈ શકે તે વિષે હોય છે. તે હંમેશા ભવિષ્ય વિષે હોય છે. ભવિષ્ય હજુ થવાનું બાકી છે. તે હજુ સુધી થયું નથી. તેનો અર્થ એ છે કે તે અસ્તિત્વમાં નથી. તેથી, તમારા ડર નો અર્થ એ છે કે તમે જે પીડા સહન કરી રહ્યા છો તે અસ્તિત્વમાં નથી. જો તમે જે અસ્તિત્વમાં નથી તે વસ્તુથી પીડાતા હોવ, તો શું તમને સમજુ કહેવું કે પાગલ? તમારો એકમાત્ર દિલાસો છે "દરેક લોકો મારા જેવા છે." તમારી પાસે બહુમતી છે! છતાં તે યોગ્ય નથી કારણ કે તમે જે પીડા સહન કરી રહ્યા છો તે અસ્તિત્વમાં નથી.

ડર કેવી રીતે દૂર કરવો

ડર એ જીવનની ઉપજ નથી. ડર એક ભ્રામક મનની ઉપજ છે. તમારી પીડાઓ, જે અસ્તિત્વમાં નથી તેના કારણ છે તો તમે વાસ્તવિકતામાં સ્થાયી નથી, પરંતુ તમારૂ મન સતત ભૂતકાળ નો ઉપભોગ કરે છે અને ભવિષ્યમાં ઉત્સર્જન કરે છે. તમે ખરેખર ભવિષ્ય વિશે કઈ જાણી સકતા નથી. તમે માત્ર ભૂતકાળનો ભાગ લો છો, તેના પર મેકઅપ કરો છો અને વિચારો છો કે તે ભવિષ્ય છે.

વધુમાં વધુ તમે મરી જશો, એથી વધુ કઈ નહિ થાય. ઓછામાં ઓછું, તમે મૃત્યુ પામો તે પહેલાં જીવતાં શીખો કારણ કે આમપણ તમે મરવાના તો છો જ. તમે તમારા ભવિષ્યની યોજના બનાવી શકો છો પણ તમે ભવિષ્યમાં જીવી નથી સકતા. પરંતુ આજકાલ લોકો ભવિષ્યમાં જીવે છે અને તેથી જ ડરે છે. તમે આ વિષે ફક્ત એક જ વસ્તુ કરી શકો છો, તમે વાસ્તવિકતામાં સ્થાયી રહો. જો તમે વર્તમાનમાં રહીને પ્રતિક્રિયા આપો છો અને એવી કોઈ વસ્તુની કલ્પના નથી કરતા જે અસ્તિત્વમાં નથી, ત્યારે ડરની કોઈ જગ્યા રેહતી નથી. એકવાર ભ્રમ તૂટી જાય, તો ડર ક્યાં છે? તમે એવી કોઈ વસ્તુની કલ્પના કરશો નહીં જે અસ્તિત્વમાં નથી, તમે વર્તમાનમાં રહીને પ્રતિક્રિયા આપશો.

કૃપા કરીને આને જુઓ અને સમજો, છેવટે શું થઇ શકે ? વધુ માં વધુ તમે મરી જશો, એથી વધુ કઈ નહી. તમે મૃત્યુ પામો તે પહેલાં જીવો કારણ કે આમપણ તમે મરી જશો. આપણે નથી ઇચ્છતા કે એવું થાય. આપણે ઘણાં વર્ષો સુધી જીવવાની યોજના બનાવતા હોઈએ છીએ, પણ તે શક્ય નથી, ખરું ને ? જીવન સાથે ખરેખર કોઈ  સલામતી નથી. પ્રશ્ન માત્ર એ છે કે તમે આ જિંદગી કેટલી પ્રભાવશાળી રીતે અને કેટલી સ્વતંત્રતાથી જીવી છે. જો તમે જીવયા, તો મૃત્યુ સાર્થક હશે. નહિંતર જીવન અને મૃત્યુ બન્ને રંજ બની જશે.

સંપાદકની નોંધ: ઇશા ક્રિયા એ વિનામૂલ્ય,૧૨-મિનિટનું માર્ગદર્શિત ધ્યાન છે જે તમારા શરીર અને મનને તમારા જીવન પ્રત્યેની દૃષ્ટિ સંરેખિત કરી શકે છે. દરરોજ આ સરળ અને અસરકારક પ્રક્રિયાની પ્રેક્ટિસ કરવાથી તંદુરસ્તી અને સુખાકારની પ્રાપ્તિ થાય છે.

Try Isha Kriya Online