ૐ નમઃ શિવાય એક મંત્ર છે જે આપણા તંત્ર ને શુદ્ધ કરે છે અને એકાગ્રતા લાવવામાં મદદ કરે છે. સદ્‍ગુરુ આ મંત્રના ઉચ્ચારણનો અર્થ શું થાય તે જુએ છે અને શા માટે તે ઓમ નમઃ શિવાયએમ નહિ પણ અઉમ નમઃ શિવાયએ રીતે બોલવો જોઈએ એ વિષે વાત કરે છે.

ઈશાના બ્રહમચારીઓ દ્વારા ગવામાં આવેલ ૐ નમઃ શિવાય વૈરાગ્ય આલ્બમના ભાગ રૂપે ઉપલબ્ધ છે અને તેને વિનામુલ્યે ડાઉનલૉડ કરી શકાય છે. ઉપરાંત તે isha chants app પર પણ ઉપલબ્ધ છે.

ૐ નમઃ શિવાય ના ઉચ્ચારણની સાચી રીત

સદ્‍ગુરુ: ૐ ધ્વનિનુંઓમ;’ એવું ઉચ્ચારણ ના થવું જોઈએ. તેને આ રીતે ઉચ્ચારવો જોઈએ- અઉમ્

પ્રથમ મોઢું ખોલો – અને આ... બોલો અને પછી ધીમે ધીમે તમારું મોઢું બંધ કરતા તે …’ બોલાય છે અને છેલ્લે મ્...’. આવા ઉચ્ચારો એની મેળે જ થશે છે. તમારે પ્રયાસ કરવો પડે તેવું નથી. જો તમેં તમારું મોઢું ખોલો અને શ્વાસ છોડો તો તે આ...બનશે. અને જેવું તમે તમારું મોઢું બંધ કરો છો તે ધીમેઊ...બને છે અને સપૂર્ણ બંધ કરતા તે મ્...બને છે. આ...”, “ઊ...અને મ્...અસ્તિત્વ માટેની મૂળભૂત ધ્વનિઓ છે. જો તમે આ ત્રણ ધ્વનિઓને સાથે ઉચ્ચારશો તો તમને શું મળે છે? “અઉમ્.તેથી, આપણે કહી શકીએ કેઅઉમ્એ સૌથી મૂળભૂત મંત્ર છે. તેથી આ મંત્રનુંઓમ નમઃ શિવાય નહિ પણ અઉમ્ નમઃ શિવાય,’ એવું ઉચ્ચારણ કરવું જોઈએ.
યોગ્ય સભાનતાથી આ મંત્રનું પુનરાવર્તન એ દુનિયા ના મોટેભાગના આધ્યાત્મિક માર્ગોમાં મૂળભૂત સાધના બની રહી છે. મોટેભાગના લોકો મંત્રના ઉપયોગ વગર તેમનામાં ઊર્જાના યોગ્ય સ્તરને પામવા અસમર્થ હોય છે. મેં જોયું છે કે નેવું ટકા કરતા વધુ લોકોને તેમની જાતને સક્રિય કરવા હંમેશા મંત્રની જરૂર હોય છે. તેના વગર તેઓ ટકી શકતા નથી.

Isha Chants – Free Mobile App
Vairagya - mp3 download

પંચાક્ષર

આ મૂળમંત્રૐ નમઃ શિવાયને ઘણી સંસ્કૃતિઓમાં મહામંત્ર માનવામાં આવ્યો છે. ૐ નમઃ શિવાયનો જુદા જુદા પરિમાણોમાં અભ્યાસ કરી શકાય છે. જેને પંચાક્ષર કહેવામાં આવે છે. આમાં પાંચ મંત્રો છે. આ પાંચ અક્ષરો પ્રકૃતિના પાંચ તત્વો ને રજુ કરે છે અથવા તો તે તંત્રમાં પાંચ મુખ્ય કેન્દ્રોને પણ રજુ કરે છે. આ પાંચ કેન્દ્રોને સક્રિય કરવાનો આ માર્ગ છે. આ પૂરી સિસ્ટમના શુદ્ધિકરણ માટેનો ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે.

આ મંત્રને ઘણાં અલગ અલગ પરિમાણોમાં જોઈ શકાય છે. અત્યારે, આપણને આ મંત્રને એક શિદ્ધિકારક પ્રક્રિયા તરીકે વાપરવો છે અને સાથે જ આપણે તેને ધ્યાનની અવસ્થાઓ જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તેને માટે એક આધારશિલા તરીકે પણ વાપરવો છે. ૐ નમ: શિવાયએ કોઈ ખરાબ મંત્ર નથી. તમે એનું ઉચ્ચારણ કરી શકો છો. પ્રશ્ન માત્ર એટલો જ છે કે, શું તમે તેને માટે તૈયાર છો?” આ મંત્ર કોઈ વ્યક્તિ માટે નથી. તમે કોઈનું આવહન નથી કરી રહ્યાં. તમે પોતાને વિલીન કરવા માંગો છો, કારણ કે શિવ વિનાશકર્તા છે. જો તમે એક વિનાશકર્તાનું આવાહન કરીને એવી અપેક્ષા રાખશો કે એ તમને બચાવશે તો એ એક ભૂલ છે.

જો તમારી અંદર એક ખાસ પ્રકારની તૈયારી નથી તો સારુ એ રહેશે કે તમે આ મંત્રનું ઉચ્ચારણ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો, એનું ઉચ્ચારણ ન કરો.

આપણે આ મંત્રને જુદાજુદા પરિમાણો માં આ જ ક્ષણે વિચારી શકીયે છીએ .અમે આ મંત્ર નો શુદ્ધિકરણ ની પ્રક્રિયા તરીકે અને સાથેસાથે તેને બધીજ એકાગ્રતા માટે ના પાયા સ્વરૂપે ઉપયોગ કરવા માંગીએ છીએ ઓમ નમઃ શિવાય એ ખરાબ શબ્દ નથી.તમે તેનો ઉચ્ચારણ કરી શકો છો.પ્રશ્ન એટલો જ છે કે તમેતેના માટે તૈયાર છો? તે કોઈના વિષે નથી. તેમે કોઈને બોલાવી રહ્યા નથી. તમે તમારી જાત ને રૂપાંતરિત કરવા માંગો છો કેમ કે શિવ એ સંહારક છે. જો તમે સંહારક બોલાવતા હોવ અને પછી એવી આશા રાખતા હોવ કે તે તમને બચાવશે,તો આ એક ભૂલ છે.

જો તમારી અંદર એક ખાસ પ્રકારની તૈયારી નથી તો સારુ રહેશે કે તમે આ મંત્રનું ઉચ્ચારણ નહિ કરો પરંતુ ધ્યાનપૂર્વક સાંભળો.

તંત્રીની નોંધ: મંત્રોની ની અગત્યતા જાણવા સદ્‍ગુરુ સ્પોટ ઉપર Becoming A Mantra ઉપર ક્લિક કરો. તમે અહીં અન્ય સંગીત અને અન્ય મંત્રો મેળવી શકો છો.