ઇંડિયન ઇકોનોમિક કોનક્લેવ 2018

એરીઆના હફિંગ્ટન: સૌથી પહેલા તો, મને અત્યંત હર્ષની લાગણી થાય છે. કારણ કે હું અહીં સદગુરુ સાથે આ ઈકોનોમિક કોનક્લેવમાં આવી છું.લાંબી વાત છે પણ હું ટૂંકમાં કહીશ, વાત છે વર્ષ 2007માં હફિંગ્ટન પોસ્ટને ઉભું કરવામાં હું વ્યસ્ત અને ખુબ જ તણાવમાં હતી. જેના કારણે હું સરખી ઉંઘ પણ લઈ શકતી ન હતી. સતત કામના કારણે થાક અને ચિંતમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારે મારા માટે સૌથી સારી વાત હતી કે મને આમાંથી બહાર કાઢવા સદગુરુ આવ્યા.

હું તમને હજારો માણસો બતાવી શકું છું. જે લોકોએ રોજ ફક્ત 15 થી 20 મીનીટનું ધ્યાન કરી અનેક લાભ મેળવ્યા છે. જેમાં અચાનક તેઓ પહેલા ઉંધતા હતા. તેના કરતા તેમની ઉંઘનો સમય 1 થી 4 કલાકનો વધી ગયો. ચોક્કસ રૂપે તમે જે ખોરાક લો છો. તેની અસર તમારા વિચાર અને વર્તન પર થાય છે. તમે તંદુરસ્ત શરીર, ખુલ્લું મન, પ્રેમાળ હ્રદય અને ઉર્જાથી ભરેલા હશો તો તમે કાયમ આરામ અને સુખદ લાગણીનો અનુભવ કરશો. જો તમે આ તમામ બાબતોનું ધ્યાન રાખો છો, સમય સમય પર તેનું ચિંતન કર્યા કરો છો. તો તમે તમારા શરીરમાં નાટ્યાતમક રીતે સુધારાનો અનુભવ દેખશો.

 

ઇનર એંજીન્યરિંગ કંપલિશન કાર્યક્રમ; બેંગલુરુ

 

સદગુરુઃ ઑનલાઇન ક્લાસમાં શા માટે આપણે સમગ્ર વાત કે વધારાની વાત કરી શકાતા નથી? કારણ કે આપણે શું કરવા માગીએ છીએ. અહીં આપણે કોઈપણ જાતના તત્વજ્ઞાનની તરફેણ નથી કરવાના, કે નવી વિચારધારા નથી શીખવવાના, ન કે તમને નવો ધર્મ આપવાનો છે. ઉપરાંત તમને કોઈ વિશેષ જ્ઞાન પણ આપવા અહીં બેઠા નથી. આ તો, એક પ્રકારનું ટ્રાન્સમિશન કે પ્રસારણ છે.

 

આપણે જે કંઈ પણ કરવા ઈચ્છીએ છીએ. તે માત્ર તમારી સાથે વાતચિત કરી શક્ય થતું હો તો, અમે તમારી સાથે ઑન લાઇન વાત કરવાનું ચાલુ રાખ્યું હોત! પણ અમુક એવી બાબતો છે. જેના માટે શબ્દો ઓછા પડે અથવા શબ્દોની મર્યાદા આવે. માટે અમે તેમને અહીં બોલાવ્યા છીએ.

 

તમે મને માત્ર જોતા નથી. કારણ હું તમારી સામે સાક્ષાત છું. તમે મારી સામે છો. જ્યારે તમે અહીં બેસો છો, ત્યારે તમારા જીવનના એક ભાગ અહીં બેસે છે, કારણ કે, આપણે જીવંત લોકો સાથે કામ કરીએ છીએ. આ માટે તમે તૈયાર છો? તમે અહી આવો છો અને તમારા જીવનની એક ક્ષણ પણ ધડકે છે તો, તેના પછીનો દિવસ તમારા માટે અદભૂત દિવસો રહેશે.

જો કોઈપણ વ્યક્તિ શારીરિક રીતે નિપુણતા પ્રાપ્ત કરી લે તો, તે વ્યક્તિનું 15 થી 20 ટકા ભાગ્ય તેના હાથમાં હશે. આનાથી આગળ જો વ્યક્તિ મન પર ચોક્કસ રીતે કાબુ મેળવી લે તો, 50 થી 60 ટકા તેનું ભાગ્ય તેના હાથમાં આવી હશે, જો જીવન શક્તિ પર તમારુ પ્રભુત્વ સ્થપાસે તો, સો ટકા તમારું ભાગ્ય તમારા હાથમાં હશે. પણ પ્રશ્ન એ છે કે તમે કેટલો ભાગ સંભાળી શકો છો.

ભારતની આધ્યાત્મિક સંપતિની વિશ્વ પર અસર

સદગુરુઃ સૌથી પહેલા સામાજિક અને આર્થિક દોડધામમાં લોકો જીવનનો શું અર્થ છે, તે ભુલી ગયા છે. સારા જીવનની આશામાં જરા વિચાર કરો તમે કેટલો સમય ખર્ચી નાખ્યો છે. એ તમારે જોવું જ રહ્યું. પુછો તમારી જાતને કે ગઈકાલ થી માંડી આજ સુધી તમે આંતરીક રીતે આનંદિત થયા છો કે, વધુ સુખદ અનુભવ કરી રહ્યાં છો.

ઘણી બધી વસ્તુઓ છે. જે તમે કરી શકો છો. અથવા તો તમે તમારા પર અજમાઈશ કરી શકો છો, અમે તેમાં તમારી મદદ કરી શકીએ છીએ અથવા તમને કંઇક કરવા અમે તમારી સહાય કરી શકીએ છીએ. જે તમને પસંદ હોય. તે પસંદ કરી શકો છો. પરંતુ સૌથી મહત્વની વાત એ છે, કે તમારે તમારા જીવનની ગુણવત્તા વધારવાની છે.

જે પસાર થાય છે એ સમય નથી. એ તમારું જીવન છે.

નદી અભિયાન

પંદર થી ત્રીસ વર્ષની વચ્ચે કોઈક એવી જગ્યા છે. આપણે માનવ ચેતનામાં કોઈ ગંભીર ફેરફાર નહીં કરીએ, તો 90% માનવતા એમ જ વ્યર્થ જશે. વધુ ઉત્પાદન માટે આપણે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, પાણી શુદ્ધ કરવા માટે, આપણી હવા અને પાણીમાં ભરપુર માત્રામાં રસાયણો છે. આથી વિશેષ વિવિધ પ્રકારની દવાઓના કારણે આપણું શરીર પણ રાસાયણોથી ભરેલું છે. આ રસાયણોને આપણે કાબુમાં લેવા જ રહ્યાં. જે આજની પેઢીની જવાબદારી છે. આ ગ્રહ પર આપણો સમય છે, આપણે તેની સાથે શું કરી રહ્યા છીએ. આપણી ફરજ છે કે, કૃપા કરી ચાલો કંઈક કરીએ!

સદગુરુ: આ સમગ્ર રેલી નદીઓ માટે છે. નદીનું આગવુ મહત્વ છે. સાથે તે અર્થતંત્ર વિરુદ્ધ પર્યાવરણની વાત નથી. પણ આર્થિક રીતે સંવેદનશીલ મુદ્દો છે. આ કોઈ વિરોધ નથી, ઉપરાંત આ કોઈ આંદોલન પણ નથી. આપણે તો આ રાષ્ટ્રને એવી રીતે બનાવવું છે કે જે પ્રગતિશીલ રાષ્ટ્ર બને.

અમે અહીં એવા પ્રોજેક્ટ્સ જોઈ રહ્યા છીએ, જે મુખ્યત્વે લોક આંદોલન હશે. સરકાર અનેક પ્રકારના પ્રલોભનો કે પ્રોત્સાહન આપીને બે થી ત્રણ વર્ષ સુધી લોક આંદોલને રોકી શકશે. પણ ત્રણ વર્ષના મર્યાદિત સમયમાં લોકો ચોક્કસ પ્રકારનાં વનસંવર્ધન, પાક અને અન્ય વસ્તુઓ તરફ સ્થળાંતર કરશે.

આવક 30 ગણી વધારવી એ મોટી વાત છે. અને અમે આ પ્રોજેક્ટ્સ એક મોડ્યુલો તરીકે જોઈ રહ્યા છીએ. જો આપણે આ મોડ્યુલોને સફળતાપૂર્વક ચલાવી શકીએ તો, દેશમાં ખેડૂતોના સુખાકાર માટે ખરેખર આર્શિવાદ સમાન સાબિત થશે.

ટેકાના ભાવ આપવા, આ આપવું, તે આપવું, દેવા માફ કરવા વગેર બાબતો સારી છે. પણ તે કાયમી ઉકેલ નથી. કંઈક નક્કર કરવાની જરૂર છે. તેથી, તમારા પ્રોજેક્ટમાં સંપૂર્ણ શ્રેણીના લોકોને આવરી લે તેવો હોવો જોઈએ - મૂળભૂત રૂપે માનવ સુખાકારી સાથે જમીન અને પૃથ્વીને રક્ષણ ઉપરાંત પૃથ્વી રહેવા લાયક હોવી જોઈએ. આ વિચાર તમને વિચિત્ર લાગતો હશે. પણ આપણે ધીમે ધીમે પૃથ્વીને બરબાદ કરી રહ્યાં છે. આપણી વસ્તી દિવસે ને દિવસે એક સમસ્યા બનતી જાય છે. જો આપણે હમણાં કઈ નહી કરીએ તો, દેશ અને દેશના લોકોનું ભારે નુકસાન થશે. કારણ કે આપણે જે રીતે આપણી જમીન અને કુદરતી સંસાધનો વેડફ્યાં છે. તેનાથી ઘણું મોટું નુકસાન થયું છે. જેનો ભરપાઈનો સમય આવી ગયો છે.

Love & Grace