તમને હંમેશાં લાગતું હશે કે સફળતા કઈંક અલગ વસ્તું છે. તો સમય આવી ગયો છે. કંશુંક નવું ટ્રાય કરવાનો. અહીં આપને સફળતાના 10 મહામંત્રો આપવામાં આવે છે. જો તમને આ મંત્રો પ્રમાણે અનુસરો અથવા પાલન કરશો તો, આપને ચોક્કસ લાભ થશે.

#૧ નસીબને ભુલી જાવ, ઉદ્દેશની સાથે જીવો

સદગુરુ: અમુક વસ્તુઓ સંયોગથી મળતી હોય છે. પણ તમે સંયોગની રાહ જોતા રહ્યાં તો, મરણ પથારીઓ પડ્યાં હશો પણ તોય તમને તે નહીં મળે. કારણ કે તેમાં સમય લાગે છે. પણ અહીંયા કોન્ટમ સિદ્ધાંત કહે છે કે, જો તમે દિવાલ પર ચાલવાનો પ્રયત્ન કરો, તો તમે વાસ્તવમાં "અસંખ્ય"વાર ચાલી ગયા હોવ છો. કારણ કે ત્યાં કણોનું એક પલ્સેશન હોય છે અને તમે ચાલી શકો છો. આ બસ એટલું કે તમે સમયમાં એક અરબ ભાગમાં પહોંચતા પહેલા તમારુ ખંડીત મન હશે. જ્યારે તમે સંયોગથી જીતો છો, ત્યારે તમારામાં ભય અને ચિંતાની લાગણી હોય છે. જયારે તમે તમારી ક્ષમતા અને શક્તિથી જીત મેળવો છો તો, તમને કોઈ ફરક નહી પડતો, કારણ કે, જે થઈ રહ્યું હોય છે તેના પર તમારુ નિયંત્રણ હોય છે. આમ તમે જીવનમાં સ્થિર થાઓ છો.

# ૨  

સદગુરુ: પ્રતિબદ્ધ વ્યક્તિ માટે, નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ નથી. જો તમે દિવસમાં 100 વખત પડો છો, તો 100 વખત તમને કંઈક શીખવા મળે છે. જો ખરેખર તમે તમારી જાતની કાળજી લો છો, તો, તમારે મનને સંગઠીત કરવાની જરૂર છે. એકવાર તમારું મન સંગઠિત થઈ જશે. ત્યારે તમારી લાગણીઓનું કાબુમાં આવી જશે. કારણ કે, જે રીતે અનુભવો છો, તે રીતે જ અનુભવશો. એકવાર તમારા વિચાર અને લાગણીનું સંગઠન થઈ જશે તો, શક્તિ અને શરીરનું સંગઠન થઈ જશે. એકવાર આ બઘુ એક દિશામાં ગોઠવાયેલુ હશે તો, તમે જે ઇચ્છો છો તે તમે કરી શકશો. તમારામાં અસાધારણ ક્ષમતા પેદા થશે. તમારામાં સર્જનાત્મકતાનો વિકાસ થશે.

#૩ સ્પષ્ટતાપૂર્ણ કામ કરો.

સદગુરુ: મનુષ્યને તેની જરૂરિયાતો માટે સ્પષ્ટતા છે, પણ આત્મવિશ્વાસ નથી. જો તમે લોકોની ભીડમાંથી પસાર થશો તો, તમારી દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જરૂરી છે. જેથી તમે લોકોને જોઈ શકો છો કોણ ક્યાં છે, આમ તમે કોઈની પણ સ્પર્શ કર્યા વિના ભીડમાંથી નીકળી શકો છો. જો તમારી દ્રષ્ટિ સ્પષ્ટ નથી તો, પણ તમે આત્મવિશ્વાસથી ભરપુર હશો તો, તમને કોઈ વાંધો નહી આવે. લોકો માને છે કે આત્મ વિશ્વાસ સારો વિકલ્પ છે. ધારો કે તમે તમારા જીવનમાં આવા તમામ મોટા નિર્ણયો લો છો: તમે પોતે એક સિક્કો છો. આ સિક્કાને ફ્લિપ કરો. તેમાં રાજા કે કાંટા આવશે તેમાં 50% શક્યતા બંનેની છે. જો તમારી પણ આવી માનસિક સ્થિતિ હોય અને તમે સ્પષ્ટ ન હોવ તો, તમે હવામાનની આગાહી કરનાર અથવા જ્યોતિષી તરીકે, પૃથ્વી પર કામ કરી શકશો. અન્ય કોઇ નોકરી કે વ્યવસાય તમારા માટે નથી.

# ૪ એવા લોકો અને વસ્તુઓનો સ્વીકારો જેને તમે નાપસંદ કરો છો.

સદગુરુ: આપણા જીવનમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓનો આપણે સામનો કરતા હોઈએ છીએ. જેના માટે વિવિધ પ્રકારે આપણે વર્તન કરતા હોઈએ છીએ. તે પ્રમાણે તમારી સંપૂર્ણ ભૂમિકા ભજવશો અને હજુ પણ તેની સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ મોટાભાગના લોકોનું વ્યક્તિત્વ જડ જેવું છે. તેઓ હંમેશા તેના પર કાયમ રહે છે અને તે લોકો જે કંઇ પણ ભોગવે છે તેના માટે ફિટ થતાં નથી.

જો તમારે આને તોડવું છે, તો તમારે કાંઈક અલગ કે ઉંધુ કરવું જોઈએ. આ એક સાધારણ વાત છે, જે તમે કરી શકો છો. કોઈ એવી વ્યક્તિને મળો જેને તમે પસંદ નથી કરતા. એ વ્યક્તિ સાથે સમય પ્રેમથી પસાર કરો. એ વસ્તુને શીખો જે તમને ગમતુ નથી. તેમ છતાં પણ તમારા જીવનમાં પ્રેમ અને ખુશીથી જીવન પસાર કરશો.

# ૫ તમારી ગણતરીઓને પડતી મૂકો

સદગુરુઃ મહાનતાની ઈચ્છા રાખવાની કોઈ આવશ્યકતા નથી. જો તમે તમારા જીવનને લઈને ચિંતન કરો તો, તમે પણ મહાન બની શકશો. તમે અમુક લોકોને જાણો છો. જેઓની સાથે મહાનતા નથી. કેમ કે તેઓ મહાન થવાનો પ્રયત્ન કરતા હતા. કારણ કે તેઓનું જીવન દર્શન હોય છે. “મારુ શું.”
 

જો તમે, "મારુ શું?" આ વિચારોમાંથી મુક્ત થઈ જાવ તો, તમે તમારી ક્ષમતા આધારે શ્રેષ્ઠ કાર્ય કરી શકશો. આમ કરવાથી આપોઆપ મહાન બની જશો. કારણ કે તમે સ્વાભાવિક રીતે અનુભવશો કે, " મારી ચારે બાજુ જીવન છે, હું આ બધા માટે શું કરી શકું છું? "આ વિચારથી જ તમે સ્વાભાવિક રીતે તમારી ક્ષમતાઓને વધારશો અને આમ કરવાથી ઘણું બધું બદલાશે!

#૬ સફળતા માટે યોગ

સદગુરુ: ખભાની ઉપરના ભાગમાં મોટા પ્રમાણમાં ચેતાકીય અને ઊર્જા પ્રણાલીઓનું સ્થાન છે. તેથી, ગરદનને સારી સ્થિતિમાં રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. આ માટે 3 થી 4 મીનીટ ગરદનની કસરત કરશો તો તમે અનુભવ કરશો કે, તમે વધુ ચેતન થયા છો. ન્યુરોનલ પુન:જન્મનું એક ઉચ્ચ સ્તર છે, સાથે યાદ શક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં સુધારો થશે.


 

સદગુરુ પાસેથી યોગના સંક્ષિપ્ત અને શક્તિશાળી મુદ્રાની પ્રેક્ટીશ તમારા મોબાઈલ પર મેળવો

#૭ શાંત અને પ્રસન્ન રહો

સદગુરુ: દુનિયામાં સફળ થવા માટે, તમારે જે મૂળભૂત જરૂર છે, શરીર અને મનની શક્તિ. જો તમે મનનો ઉપયોગ કરવા માંગતા હોવ તો, સૌથી અગત્યના ગુણો છે, સમભાવ. સમભાવ મનના જુદા જુદા પરિમાણો સુધીની પહોંચ આપે છે. જો ત્યાં સમભાવ નથી, તો તમારા મન થકી કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થશે. સાથે મહત્ત્વની બાબત એ કે, તમારી ઊર્જાનું સ્તર પણ એક મહત્વપૂર્ણ ગુણ છે. તમને શારીરિક અને આંતરિક ઉત્સાહની જરૂર છે. ફક્ત ત્યારે જ જ્યારે તમારી ઉર્જા સમૃદ્ધ હોય. ત્યારે તમારી પાસે દૈનિક જીવનના અવરોધોનો સામનો કરવા અને દૂર કરી. સફળતાના માર્ગ પર જવાની ક્ષમતા મળશે. જો સમભાવ અને ઉત્સાહ તમારા મનમાં અને શરીરમાં લાવવામાં આવે તો, સફળતા વધુ સરળતાથી તમારા હાથમાં આવી શકે છે.

#૮ તમારી અંતઃદૃષ્ટિ સાથે મેળ કરો 

સદગુરુ: અંતઃદૃષ્ટિનો અર્થ એ છે કે, તમે તમારી આસપાસના જીવનને ધ્યાનથી જુઓ છો, જેથી તમે એવી વસ્તુઓને જોઈ શકો છો, જે મોટાભાગના લોકો જોઈ શકતા નથી. જ્યાં કોઈ  અંતઃદૃષ્ટિ કે સૂઝ નથી, ત્યાં અનુસરવા અને પરિશ્રમ કરવા કશું જ નથી. મધ્યસ્થી અસાધારણ પ્રવૃત્તિમાં પરિવર્તિત થાય છે, માત્ર ત્યારે જ કોઈક વસ્તુમાં ઊંડી અંતઃદૃષ્ટિ, સુજ કે સમજ હોય.

#૯ તમારી પ્રેરણા શોધો

સદગુરુ: એક અગત્યના પરિમાણ તરફ સતત પ્રેરિત થવાનું છે. એ કારણને જુઓ કે તમે જે કરી રહ્યા છો, તે તમે કેમ કરી રહ્યા છો, અને તેના મોટા પરિમાણને જુઓ, જે તમે તમારા જીવનમાં પ્રત્યેક નાની વસ્તુના માધ્યમથી કરો છો. મનુષ્યો જે પણ ક્રિયા કરે છે, તે આ વિશ્વના કેટલાક પરિમાણોમાં યોગદાન આપે છે. તમે જે કાંઈ પણ કરો તેનો કોઈને લાભ મળે છે. તમારા યોગદાન અંગે સભાન રહેવાથી તમને સતત પ્રેરણા મળતી રહેશે.

#૧૦ ઉચ્ચકક્ષાની પ્રામાણિકતા રાખો Integrity

સદગુરુ: પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે. કારણ કે તમે ક્યાંય પણ કામ કરો છો, ત્યારે તમે લોકો સાથે વાતચીત કરો છો, ત્યારે તમે કેટલો વિશ્વાસ પેદા કરી શકો છો. જે આધાર રાખે છે કે, તમારા રોજિંદા પ્રયત્નો કેટલા સરળ અથવા અધરાં રહેશે. જો વિશ્વાસનું વાતાવરણ હોય તો, કામ કરવાની તમારી ક્ષમતામાં વધારો થશે. – અવરોધો ઊભા કરવાને બદલે તમારા માટે માર્ગ મોકળો બનશે.

સંપાદકીય  નોંધ: સદગુરુએ યોગ દિવસ માટે ખાસ તૈયાર કરેલા 5-મીનીટનાં સાધનો જુઓ, જેનો ઉપયોગ કે પ્રેક્ટિસ કોઈપણ કરી શકે છે. તમે વર્કશોપમાં પણ જોડાઇ શકો છો અથવા યજમાન પણ બની છો, સાથે સહાયક બનવા માટે ટ્રેનીંગ પણ લઈ શકો છો.

શું તમારી પાસે સફળતા અંગેના અન્ય કોઈ મંત્ર છે? જો હોય તો, કૃપા કરીને નીચેની ટિપ્પણી વિભાગમાં શેર કરો, સફળતા અને નિષ્ફળતા તમારા જીવનમાં કેવી રીતે કામ અને અસર કરે છે.