ગૌતમ:હું જાણવા માંગું છું કે રાષ્ટ્રગીતને લઈને આ પ્રકારનો વિવાદ કેમ ઉભો થયો.મારી જાતે માનું છું કે, આ દેશે તમને ઘણું આપ્યું છે અને બાવન સેકન્ડ માટે ઊભા રહેવા અંગે કોઈ ચર્ચા ન થવી જોઈએ. હું આ વિશેનું સત્ય જાણવા ઈચ્છું છું.

સદગુરુ: નમસ્કારમ ગૌતમ! શું એ વિચિત્ર નથી લાગતું કે દુર્ભાગ્યથી, આજે આપણા દેશમાં આપણે આ પ્રકારનો પ્રશ્ન પૂછવો પડે છે?

આપણે આ સમજવું જોઈએ કે એક દેશ  શું હોય છે? દેશ એ કોઈ ભગવાને આપેલી વસ્તુ નથી. તે એક વિચાર છે, જેના પર આપણે સૌ સંમત થયાં છીએ. દેશ તેના બંધારણના સ્વરુપમાં આકાર પામ્યો છે અને તેના પ્રતિક રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતના સ્વરુપમાં આપણે મળ્યા છે. તો પ્રશ્ન એ છે કે જો આપણે એક  દેશ તરીકે કામ કરવા ઈચ્છતાં હોઈએ, જો આપણે એક દેશ તરીકે રહેવા ઈચ્છતાં હોઈએ, જો આપણે એક  દેશ તરીકે પ્રગતિ કરવા ઈચ્છતા હોઈએ, જો આપણે દેશ તરીકે સર્વશ્રેષ્ઠ થવા ઈચ્છતાં હોઈએ, તો  દેશ પ્રત્યે ગૌરવ અને પ્રજાધર્મની લાગણી હોવી જરુરી છે.

તમે છેલ્લે ક્યારે પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો હતો? તમે છેલ્લે ક્યારે સ્વાતંત્ર્ય દિનના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો? તમે અન્ય કોઈ સ્થળે છેલ્લે ક્યારે રાષ્ટ્રગીતનું ગાયુ હતું?

હું એવી વ્યક્તિ નથી, જે રાષ્ટ્રવાદ વિશે વાત કરું. ના. હું માનવતાવાદીછું. હું માનવ અસ્તિત્વની વૈશ્વિકતામાં માનું છું. પરંતુ અત્યારે લોકોના જે સૌથી વિશાળ સમૂહ અથવા તો વસ્તીનો સૌથી મોટો ભાગને તમે સંબોધિત કરી શકો છો, તે એક દેશ છે.

ભારત એક દેશ તરીકે 1.3 અબજ લોકોની વસ્તી ધરાવે છે. તે પોતાની  રીતે  જ એક વિશ્વ છે. જો આપણે રાષ્ટ્રવાદની મજબૂત ભાવનાનું નિર્માણ ન કરી શકીએ, તો આપણે સમૃદ્ધ નહીં થઈ શકીએ, આપણે વિશ્વના કલ્યાણમાં યોગદાન નહીં આપી શકીએ, આપણું કોઈ મહત્વ નહીં થઇ શકે.

તો રાષ્ટ્રગીત એ તેનું કેવળ એક પાસું છે. શું મારે ઊભા થવું જોઈએ કે નહીં?  જો તમારા પગ ન હોય, તો તમારે ઊભા થવાની જરુર નથી. પણ જો તમારા પગ ન હોય, તો પણ તમારે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ માટે થોડો આદર દર્શાવવો જોઈએ, કારણ કે તે રાષ્ટ્રત્વનાં પ્રતિકો છે. તેના થકી જ દેશ સંગઠિત થાય છે. જો તમે ગૌરવ સાથે તમારું રાષ્ટ્રગીત ગાઈ ન શકતાં હોવ, તો રાષ્ટ્રીયતાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો?

આઝાદી પછી જ્યારે દેશ પ્રત્યે ભારોભાર સંવેદના અને જુસ્સો છલકાતાં હતાં, તે જ સમયે આ પ્રક્રિયા થવી જોઈતી હતી. કમનસીબે આપણે આવું થયું કર્યું.

હવે શું મારે ખાસ કરીને સિનેમા હોલમાં ઊભા થવું જોઈએ? હું શા માટે  સિનેમા હોલમાં ઊભું થાઉં? હું તો મનોરંજન મેળવવા માટે અહીં આવ્યો છું! ઠીક છે, આવા લોકોને હું એ પ્રશ્ન પૂછવા માંગું છું કે, તમે છેલ્લે ક્યારે પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો હતો? તમે છેલ્લે ક્યારે સ્વાતંત્ર્ય દિનના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો? તમે અન્ય કોઈ સ્થળે છેલ્લે ક્યારે રાષ્ટ્રગીતનું ગાયુ હતું? કદાચ હાઈ સ્કૂલમાં, જ્યારે તમને તેમ કરવાની ફરજ પાડવામાં આવી હતી, ત્યારે.

 

હવે શું મારે ખાસ કરીને સિનેમા હોલમાં ઊભા થવું જોઈએ? હું શા માટે  સિનેમા હોલમાં ઊભું થાઉં? હું તો મનોરંજન મેળવવા માટે અહીં આવ્યો છું! ઠીક છે, આવા લોકોને હું એ પ્રશ્ન પૂછવા માંગું છું કે, તમે છેલ્લે ક્યારે પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો હતો? તમે છેલ્લે ક્યારે સ્વાતંત્ર્ય દિનના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો? તમે અન્ય કોઈ સ્થળે છેલ્લે ક્યારે રાષ્ટ્રગીતનું ગાયુ હતું? કદાચ હાઈ સ્કૂલમાં, જ્યારે તમને તેમ કરવાની ફરજ પાડવામાં આવી હતી, ત્યારે.

દેશ એ એક કરાર છે, જેને આપણે સ્વીકાર્યો છે અને જ્યારે આપણે એમ કહીએ કે અમે આ દેશના વતની છીએ, ત્યારે  આપણે એ અંગે સંમત છીએ કે કેટલીક ખાસ બાબતોનું સન્માન  અને આદર કરીશું અને તેમના માટે ઊભા રહીશું!

ત્યાર પછી તમે આ દેશ પાસેથી સતત મેળવતા જ રહ્યા છો, આ દેશનો લાભ જ ઊઠાવતા રહ્યા છો! તમે આ દેશમાં કોઈ યોગદાન આપવા નથી માંગતા. તમારે સમજવું જોઈએ કે ભારતીય લશ્કર દસ લાખ કરતાં વધુનું સંખ્યાબળ ધરાવે છે, અને સાથે જ  તેની બીજી શાખાઓ નેવી અને એર ફોર્સ પણ  છે. આ દસ લાખ કરતાં વધુ સૈનિકો જીવન ની બાજી લગાવીને રોજ આપણી સરહદો પર ઊભા રહે છે. રોજ તમને મૃત્યુની ખબર સાંભળવા મળે છો. તેમને કહી દો કે અમને આ દેશની કોઈ પરવા નથી, જેથી તેઓ પણ ઘરે જઈને પોતાનું  જીવન જીવી શકે. જો તમને જ આ દેશની કંઈ પડી નથી, તો શા માટે તેમણે દેશની સુરક્ષા માટે જીવના જોખમે ત્યાં ઊભા રહેવું જોઈએ?

 

આ દેશના દરેક યુવાન અને પ્રત્યેક નાગરિકના હૃદયમાં તથા દિમાગમાં રાષ્ટ્રતાની ભાવના મજબુત થાય, તે મહત્વપૂર્ણ છે. 
કમનસીબે આઝાદી પછી આપણે આ ભાવના જગાવવામાં નિષ્ફળ નીવડ્યાં છીએ. આ કાર્ય આઝાદી બાદ તરત જ હાથ ધરાવું જોઈતું હતું, કારણ કે દેશ ફક્ત આપણા હૃદય અને દિમાગમાં અસ્તિત્વ ધરાવતો હોય છે. આઝાદી પછી જ્યારે દેશ પ્રત્યે ભારોભાર સંવેદના અને જુસ્સો છલકાતાં હતાં, તે જ સમયે આ પ્રક્રિયા થવી જોઈતી હતી. કમનસીબે આપણે આવું થયું કર્યું. લોકોએ પોતાની ઓળખ જોડી લીધી છે પોતાના ધર્મથી , પોતાની જ્ઞાતિથી, તેમના પંથથી, તેમના લિંગથી અને તેમની ક્લબ અને બાકી વસ્તુઓથી જ, અને સૌથી ઉપર વ્યક્તિગતપણાની ભાવના થકી પોતાની જાત થી.  
શું આપણે દેશ માટે ઊભા રહેવું જોઈએ? સોએ સો ટકા! તો શું રાષ્ટ્રગીત એ દેશ માટે ઊભા રહેવાનાં પગલાંનો એક ભાગ છે? હા! બાવન સેકન્ડ્સ. શું આ વિશે  કોઈ ચર્ચા છે?
આ પ્રશ્ન ઉઠાવી રહેલાં લોકો એવાં લોકો છે, જેમના એક હાથમાં પોપ-કોર્નનું છલોછલ ભરેલું કેન હોય છે અને બીજા હાથમાં કોકાકોલા હોય છે. અને દેખીતી રીતે જ તેઓ કશુંક ઢોળ્યા વિના ઊભા નથી થઇ શકતા, આ દલીલનો મુદ્દોછે. આ દલીલ બંધ કરો! જો આપણે એ ચાલીસ કરોડ લોકોની વિશે ચિંતિત હોઈએ, જેઓને આ દેશમાં પૂરતું પોષણ નથી મળતું, તો આપણે આ દેશને રાષ્ટ્રતાની દ્રઢ ભાવનાથી સાંકળીએ તે જરુરી છે. તે વિના દેશનું અસ્તિત્વ નહીં રહે, કારણ કે દેશ એ ભગવાને આપેલી વસ્તુ નથી. દેશ એ એક કરાર છે, જેને આપણે સ્વીકાર્યો છે અને જ્યારે આપણે એમ કહીએ કે અમે આ દેશના વતની છીએ, ત્યારે  આપણે એ અંગે સંમત છીએ કે કેટલીક ખાસ બાબતોનું સન્માન  અને આદર કરીશું અને તેમના માટે ઊભા રહીશું!
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org