કર્ણ મહાભારતના સૌથી વધુ લોકપ્રિય અને જટિલ પાત્રોમાંનું એક પાત્ર છે. સમગ્ર વાર્તા દરમિયાન તે ઉદારતા તેમજ અપ્રિયતા બંને દર્શાવે છે. આ લેખમાં સદગુરુ તેની કડવાશ અને તેની ઢીલાશ અંગેની વાત કરે છે.

સદગુરુ :ભારતમાં જે લોકો મહાભારતથી પરિચિત છે તેમના માટે એક પૂરેપૂરી સંસ્કૃતિ એવી છે કે જ્યાં કર્ણ એક પ્રકારનો એન્ટી હીરો છે. તે બગડી ગયેલી મીઠી કેરી જેવો છે. તે એક અદભુત વ્યક્તિ હતો જે સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો કારણ કે તેણે કડવાશમાં રોકાણ કર્યું . તેની કડવાશ તેને વિનાશકારી જીવન વાર્તામાં લઈ ગઈ. તે નિષ્ઠા અને ઉદારતાની અભૂતપૂર્વ ભાવના વાળો વ્યક્તિ હતો. પણ આ બધું જ ખોવાઈ ગયું હતું. યુદ્ધમાં તેનું મૃત્યુ ખરાબ રીતે થયું.

“અકુલીન” રાજા

તે આક્રોશ વાળો હતો કારણકે તેને ખબર ન હતી તે કોનો સંતાન હતો. પણ જે લોકોએ તેને ઉછેર્યો હતો તેમણે ખૂબ જ પ્રેમથી ઉછેર્યો હતો. તેના પાલક માતા-પિતા રાધા અને અથીરથ તેને ખૂબ ચાહતા હતા અને તેઓની આવડતને પૂરેપૂરી લગાવી શ્રેષ્ઠ રીતે તેને ઉછેર્યો. તેને હંમેશા યાદ હતું કે તેની માતાએ કેટલો પ્રેમ તેને કર્યો હતો. તે કહે છે , “ આ એક જ વ્યક્તિ છે જેણે મને પ્રેમ કર્યો હતો”. તેની ક્ષમતા અને નસીબની બલિહારી ને કારણે તે અંગ દેશનો રાજા બન્યો. તેને ઘણી બધી વસ્તુઓ મળી સાથે તેને રાજમહેલમાં એક મોભો અને સ્થાન આપવામાં આવ્યું. ઘણી બધી રીતે તે રાજાનો માનીતો પણ હતો. દુર્યોધન તેને ચાહતો અને તેની પાસેથી સલાહ પણ મેળવતો. જીવન જે કઈ પણ આપી શકે તે બધું જ તેની પાસે હતું. જો તમે તેના જીવન તરફ જુઓ તો હકીકત એ છે કે કે તે રથ ચાલકનો પુત્ર હતો અને તે એક રાજા બન્યો. એણે ખુશ થવું જોઈતું હતું કે એક બાળક જે પાણી પર તરતો મળ્યો અને મોટો થઈને એક રાજા બન્યો. શું આ અદભુત વાત નથી? પણ ના, તેણે પોતાનો આક્રોશ છોડ્યો નહીં. તે હંમેશાં દુઃખી અને નિરાશ જ રહ્યો કારણ કે તેને જે રીતે બોલાવવામાં આવતો તે તેનાથી તે સહન થતું ન હતું. તે જ્યાં પણ ગયો ત્યાં લોકો તેને તેની મહત્વકાંક્ષા ને લીધે સુત અથવા તો અકુલીન તરીકે સંબોધન કરતા. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેણે આ વિશે ફરિયાદો કરી. તે સતત પોતાની અંદર કથિત હલકાકુળ વિશે ની કડવાશને પોષણ આપતો રહ્યો.

આ કડવાશે મહાભારતમાં એક અદભુત વ્યક્તિને અરુચિકર અને ખરાબ પાત્રમાં ફેરવી દીધો હતો. એક મહાન વ્યક્તિ હતો અને જુદી જુદી પરિસ્થિતિઓમાં તેની મહાનતા બતાવી હતી. પણ આ કડવાશને કારણે તેણે ઘણી રીતે બધી બાબતો ને ખોટી ઠરાવી દીધી. દુર્યોધન માટે શકુનીએ શું કર્યું કે શું કહ્યું એ મહત્વનું ન હતું પણ કર્ણની સલાહે બધું જ કામ પાર પાડી દીધુ. બધું જ નક્કી થઈ ગયા બાદ તે કર્ણ તરફ જોતો અને પૂછતો “હવે આપણે શું કરીશું”? અને કર્ણ ખૂબ જ સહેલાઈથી આખી બાબતની દિશા ફેરવી નાખી શકે તેમ હતો.


 

કરુણા અને બલિદાન

તેનુ જીવન કરુણા અને બલિદાનના વિવિધ તબક્કાઓમાંથી વારાફરતી પસાર થયું. તેણે બલિદાનની ભાવનાને સતત પ્રદર્શિત કરી પણ તેમાંથી કશું જ સારું બહાર આવ્યું નહીં કારણકે એક બાબતથી તેનો નાશ થયો જે તેના માટે ખૂબ મહત્વની હતી. તે જે ન હતો તે બનવાની ઇચ્છા રાખતો હતો. કદાચ વાસ્તવમાં તે ખરેખર એવો હોઈ શકે પણ જ્યાં સુધી સમાજને લાગતું-વળગતું હતું ત્યાં સુધી તે જે તે ન હતો તે બનવા માગતો હતો. આ જીજીવીષાને કારણે તે સતત ભૂલ કરતો રહ્યો. એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો. દુર્યોધન જે કંઈ કરી રહ્યો હતો તે ખોટું હતું એ જોવાની તેનામાં ક્ષમતા હતી. પણ તે માત્ર નિષ્ક્રિય ભાગીદાર ન હતો પણ એક સક્રિય ભાગીદાર પણ હતો કે જેણે ઘણી વખત દુર્યોધનને ટોક્યો હતો. જો કર્ણએ તેની વફાદારી અને કૃતજ્ઞતા ને બદલે તેના ડહાપણનો ઉપયોગ કર્યો હોત તો દુર્યોધનનો જીવ બચી શક્યો હોત. એ પોતાના ડહાપણનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયો અને સતત એક પછી એક ભૂલ કરતો રહ્યો.

ખામી ભરેલા વળાંકોથી ભરેલું જીવન

જ્યારે કૃષ્ણ શાંતિ માટે વાટાઘાટ કરવા આવ્યા ત્યારે તેમણે કર્ણને કહ્યું “તું શા માટે તારી જાત સાથે આવું કરી રહ્યો છે? તું જે છે એ આ નથી. હું તને જણાવી દઉ કે તારા માતા પિતા કોણ હતા. કુંતી તારી માતા હતી અને સૂર્ય તારા પિતા હતા.” એકાએક કર્ણ ભાગી પડ્યો. તે હંમેશા એ જાણવા માગતો હતો કે તે કોણ હતો અને તે ક્યાંથી આવ્યો હતો. તે હંમેશા એ જાણવા માગતો હતો કે એ કોણ હતું કે જેણે તેને નાનકડી પેટી માં નદીમાં તરતો છુટ્ટો મૂકી દીધો હતો. એકાએક ભાન થયું કે તે પાંચ પાંડવ તરફ તેના તિરસ્કારને સતત પોષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે તે સ્વાભાવિક ન હતું. દુર્યોધન તરફની કૃતજ્ઞતા ને કારણે તે માનવા લાગ્યો હતો કે તેણે આ પાંચ પાંડવોને ધિક્કારવા જ જોઈએ. જો કે, તેના હૃદયમાં ધિક્કારની લાગણી ન હતી. છતાં આખો સમય તેણે આ જ કામ કર્યું અને અને બીજા લોકો કરતાં પણ વધારે હિન બન્યો. જો શકુની એક અધમ વાત કરે તો તે બીજી કોઈ અધમ વાત કરતો. તે ત્યાં અટકતો નહીં કારણકે તે હંમેશા પોતાની ધિક્કાર ની લાગણીને પોષીને દુર્યોધન તરફ ની પોતાની વફાદારી અને દુર્યોધને તેના માટે જે કઈ કર્યું હતું તે માટે તેની કૃતઘ્નતા સાબિત કરવાનો પ્રયત્ન કરતો. ક્યાંક ઊંડે ઊંડે અંદર તે જાણતો હતો કે તે જે કઈ કરી રહ્યો હતો તો તે બધું જ ખોટું હતું પણ એની વફાદારી એટલી બધી મજબૂત હતી કે તેણે આ કામ ચાલુ જ રા ખ્યું. તે અદભુત માણસ હતો પણ સતત ભૂલ કરતો રહ્યો. આપણા બધાના જીવન આવા જ છે. જો આપણે એક ખોટી પસંદગી કરીએ તો એ સુધારવામાં દસ વર્ષ લાગે ખરું કે નહીં? તે પોતાની ભૂલ ક્યારેય સુધારી શક્યો નહીં કારણ કે તેણે ઘણા બધા ખોટા વળાંક લીધા હતા.

જીવન યોગ્ય છે!

કર્ણનો અંત અર્જુનના તીર થી થાય છે.

કોણ સારું છે કે ખરાબ એ વિશે ચુકાદો ના આપવો એ અસ્તિત્વ છે. એ માત્ર એક સામાજિક પરિસ્થિતિ છે કે જે લોકોને સારા કે ખરાબ તરીકે નક્કી કરે છે. એ ફક્ત કોઈ વ્યક્તિ જ છે, જે તમને સારા કે ખરાબ નક્કી કરે છે..અસ્તિત્વ ક્યારેય નક્કી કરતું નથી કારણ કે એવું ક્યાંય લખ્યું નથી કે એક બાબત સારી છે તો બીજી બાબત ખરાબ છે. આ તો એવું છે કે જો તમે સારું કામ કરો તો તમને સારું પરિણામ મળે જો તમે સારું કામ ન કરો તો તમને સારું પરિણામ મળતું નથી. હું માનું છું તે એકદમ ઉચિત છે. કર્ણ ના બધા ચાહકો માને છે કે આ અનુચિત છે કે તેણે આટલું બધું સહન કરવું પડે. હું માનું છું કે આ એકદમ ઉચિત છે. સમાજ કદાચ ઉચિત ન હોય પણ અસ્તિત્વ એકદમ ઉચિત છે. સિવાય કે તમે સારું કામ કરો અને તમને સારું પરિણામ ન મળે તો. જો અસ્તિત્વ આવું ન હોત તો સારું કામ કરવા માટેનું મહત્વ ના હોત. જો તમે ખરાબ કામ કરી શકતા હોવ અને તમને સારું પરિણામ મળતું હોય તો આપણા જીવનમાં જે કીમતી છે તે કશું જ કીમતી બની રહેતું નહિ. જીવન આમ ચાલતું નથી.